National

દિવાળીના દિવસે પાકિસ્તાને કરી આડોડાઈ: શ્રીનગરથી શારજાહ જવા માટે હવે લાંબો ચકરાવો લેવો પડી રહ્યો છે

પાકિસ્તાને (Pakistan) ગો ફર્સ્ટની (Go First) શ્રીનગર-શારજાહ (Srinagar-sharjah) ફ્લાઇટ (Flight) માટે તેના એરસ્પેસનો (Airspace) ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે. એમ સરકારી અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, મંગળવારે પાકિસ્તાનના ઇનકારને કારણે ફ્લાઇટને લાંબો રૂટ લેવા અને યુએઇમાં (UAE) તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ગુજરાતની (Gujarat) ઉપરથી ઉડાન ભરવાની ફરજ પડી હતી.

ગો ફર્સ્ટ કે જે અગાઉ ગોએર તરીકે ઓળખાતું હતું, તેણે 23 ઓક્ટોબરથી શ્રીનગર અને શારજાહ વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરી હતી અને ગયા મહિને ખીણની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, 31 ઓક્ટોબર સુધી ફ્લાઈટ પાકિસ્તાનની એરસ્પેસમાંથી પસાર થઈ રહી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, જો કે પાકિસ્તાને મંગળવારે ફ્લાઇટને તેના એરસ્પેસમાંથી પસાર થવાની મંજૂરી આપી ન હતી અને તેથી સેવાએ ફ્લાઇટના સમયમાં લગભગ 40 મિનિટ વધારે સમય લાગ્યો હતો અને તેને ગુજરાતની ઉપરથી વધુ લાંબો માર્ગ લેવો પડ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફ્લાઇટને પરવાનગી આપવાનો ઇનકાર કરવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ કારણો આપવામાં આવ્યા નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ કે જે અઠવાડિયામાં ચાર વખત ઓપરેટ થાય છે. તેણે 23 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ કર્યો ત્યારે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. આ બાબતે ગો ફર્સ્ટ તરફથી કોઈ તાત્કાલિક નિવેદન કે ટિપ્પણી કરવામાં આવી ન હતી. જમ્મુ-કાશ્મીર અને યુએઇ વચ્ચે 11 વર્ષ બાદ આ પ્રથમ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે ફેબ્રુઆરી 2009માં શ્રીનગર-દુબઈ ફ્લાઈટ શરૂ કરી હતી, પરંતુ ઓછી માંગને કારણે થોડા સમય પછી તેને બંધ કરી દેવામાં આવી હતી.

Most Popular

To Top