Gujarat

પ્રકૃતિ અને પત્રકારત્વ એક જ છે, પ્રકૃતિ શુધ્ધ હવા આપે છે, અને પત્રકારત્વ શુદ્ધ વિચાર આપે છે-

ગાંધીનગર,

ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૦૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ મા કે નામ ૩.૦ અંતર્ગત નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ પત્રકાર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામક માનસી દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને પત્રકારત્વ એક જ છે. પ્રકૃતિ શુધ્ધ હવા આપે છે. અને પત્રકારત્વ શુદ્ધ વિચાર આપે છે. એટલે પત્રકારોની કલમને સન્માન આપવા માટે આજે આપણે પત્રકારોને પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. આ પત્રકાર વનની જાળવણી અને માવજત માટે વિશેષ તૈયારીઓ કરીને આ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડા જિલ્લાના તમામ લોકોને પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી માટે તેમણે અપીલ કરી હતી.

પત્રકારત્વ એ લોકશાહીનું ચોથું સ્તંભ ગણાય છે ત્યારે ખેડા જિલ્લાના પત્રકારોએ પોતાના સામાજીક દાયિત્વને બખૂબી અદા કરતા જિલ્લા માહિતી કચેરી ખાતે વૃક્ષારોપણ કરી સમગ્ર દેશના મીડિયાકર્મીઓને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા પૂરી પાડી હતી.

આ વૃક્ષારોપણમાં પત્રકાર વનમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ્ટો, રેન્ટ્રી, ટર્મીનેલીયા, કાયેજીલીયા, બંગાળી બદામ, ખાલી બદામ, વડ, પીપળ, કપોક, અરીઠા, આસોપાલવ અને ચંપા સહિતના કુલ ૨૧૧ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top