દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પર પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન મોહનભાઇ ડેલકરે જંગી મતે વિજય મેળવ્યો તેની સાથે ભાજપના પરંપરાના મતમાં...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભે આવતીકાલે તા.૫ નવેમ્બર સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે...
વિક્રમ સંવત ૨૦૭૮નું નૂતન પ્રભાત નવા વર્ષના જોમ જુસ્સો અને સફળતા સાથે વાપી તેમજ વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ માટે નવી આશા અને...
મુંબઈ: નવરાત્રિથી (Navratri) દિવાળી (Diwali) સુધી મુંબઈના (Mumbai) મહાલક્ષ્મી (Mahalaxmi) મંદિરમાં 550 કિલોના ચાંદીના (Silver) સિંહાસન પર બિરાજમાન મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના...
કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકારે પણ બુધવારે રાત્રે પેટ્રોલ-ડિઝલ પર લેવાતા વેટ પર રૂા.7નો ઘટાડો જાહેર કરતાં હવે રાજ્યમાં એકંદરે પેટ્રોલમાં રૂા.12...
અમેરિકાના (America) સંરક્ષણ વિભાગ (De fence) પેન્ટાગોન (Pentagon) દ્વારા અમેરિકી સંસદ સમક્ષ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ...
બિહારના(Bihar) બે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 21 લોકોનાં મોત થયા છે અને 16ની હાલત ગંભીર છે. મૃત્યુ પામેલા લોકોમાં 13 ગોપાલગંજના રહેવાસી...
વલસાડ: (Valsad) ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર પંગારબારી ગામે વિલ્સન હિલ (Wilson Hill) ખાતે સહેલાણીઓ અને...
ટી-20 વર્લ્ડકપમાં (T-20 World cup) પોતાની પહેલી બંને મેચ હાર્યા પછી ભારતીય (India) ટીમે આખરે ત્રીજી મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. અબુધાબીમાં...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વરની (Ankleshwar) પ્રતીન ચોકડી ખાતે સેવાભાવી લોકો દ્વારા લગભગ અઢી વર્ષથી ભૂખ્યાને ભોજન (Food) સેન્ટર ચાલી રહ્યું છે. આ સેન્ટર...
પૃથ્વીના પેટાળમાં સંખ્યાબંધ ખજાનો પડ્યા છે. કુદરતની અનેક રચનાઓ એવી છે જ્યાં સુધી માનવી હજુ સુધી પહોંચી શક્યો નથી. આવું જ એક...
સુરત: (Surat) 2018ની કોમન વેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ટેબલ ટેનિસમાં (Table Tennis) ડબલ અને ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર સુરતનો હરમીત દેસાઈ...
T-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) ભારતીય (India) ટીમના ખરાબ પ્રદર્શન બાદ મોટા સમાચાર આવ્યા છે. કોચપદેથી (Coach) રવિ શાસ્ત્રીને (Ravi Shashtri) ખસેડી...
સુરત: (Surat) દુબઈ વર્લ્ડ એક્સ્પો-2020માં તા.31-10થી તા.06-11 દરમિયાન અર્બન રૂરલ ડેવલપમેન્ટ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈલેક્ટ્રિક મોબિલિટી મૂવિંગ ટુ વર્ડ...
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાને જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે સૌથી પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી...
સુરત: (Surat) હીરાના કારખાનામાં વેકેશન (Vacation) પડતાની સાથે જ હવે રત્નકલાકારોએ (Diamond Workers) જુગાર રમવાનું શરૂ કરી દીધું છે. પોલીસે સરથાણામાંથી છ...
પાકિસ્તાને (Pakistan) ગો ફર્સ્ટની (Go First) શ્રીનગર-શારજાહ (Srinagar-sharjah) ફ્લાઇટ (Flight) માટે તેના એરસ્પેસનો (Airspace) ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે. એમ સરકારી અધિકારીઓએ...
સુરત: (Surat) દિવાળીના સમયે ચોરે (Thief) પીપલોદ ખાતે આવેલા સેન્ટ્રલ મોલમાંથી (Central Mall) રાત્રે અલગ અલગ સ્ટોરમાંથી મોંઘીદાટ ઘડિયાળ, કપડાં, બ્રાન્ડેડ શૂઝ...
સુરત: (Surat) સુરતમાં લવ-જેહાદનો (Love Jehad) બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુણામાં રહેતી એક સગીરાને મુસ્લિમ યુવકે હિન્દુ (Muslim Hindu) નામ આપીને...
કેન્દ્ર સરકારે દેશના કરોડો વાહનચાલકોને દિવાળીની (Diwali) ભેટ આપી છે. બુધવારે રાત્રે સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં (Excise Duty) ઘટાડો જાહેર કર્યો છે. આ...
તમે એવું ન વિચારો કે દેશ તમને શું આપે છે, પરંતુ તમે એ વિચારો કે તમે દેશને શું આપી શકો છો? હું...
આખા દિવસના પરિશ્રમ બાદ રાતે નિરાંતે સુવા ચાહતો માણસ જો ઘરબાર વિનાનો હોય તો ફૂટપાથ પર કે ખાલી ઓટલા પર યા ઓવરબ્રીજ...
ડ્રગ્સ કાંડમાં ધરપકડ થયા બાદ 28 દિવસના કારાવાસ પછી શાહરૂખના પુત્રનો છુટકારો થયો! આ 28 દિવસમાં મીડિયાએ શાહરૂખના આ ‘ઝીરો’ પુત્રને ‘હીરો’...
સુરતીઓ રમા એકાદશીથી દિવાળીની ઉજવણીની શરૂઆત કરે.આંગણામાં રંગોળી પુરાય,ઘરના ઉંબરે રાત્રે દીવા મુકાય,નાસ્તો બનાવવાની શરૂઆત થાય,નાસ્તામાંથાપડા,સુંવાળી,ગાંઠીયા,ઘુઘરા,ગોબાપુરી,ચોળાફળી,નાનખટઈ વિ.બનાવાય,ધનતેરસના દિવસે ચોપડા લવાય,સત્યનારાયણની કથા થાય,ધનની...
એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે રોજ પોતાના ખેતરમાં કામ કરતો. તેના ખેતરમાં એક પથ્થર જમીનમાં સજ્જડ ફસાયેલો હતો. પથ્થરનો થોડો...
ટ્રાફિક જામમાં ફસાયેલા હોવાની સ્થિતિ જ એક તો ત્રાસદાયક હોય છે અને એવે સમયે વિવિધ વાહનોનાં કર્કશ હોર્ન તેમાં ઉમેરો કરતાં રહે...
વાત આપણે વિનાયક દામોદર સાવરકરની કરી રહ્યા છીએ. દાયકાઓથી જાણકારોને બધી જ જાણકારી હતી, પણ આખરે તેમણે પણ સહન તો કર્યું જ...
કોરોનાના મામલે આખા વિશ્વમાં બીજા નંબરે રહ્યા બાદ હવે ભારતમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. હવે કોરોનાનો કહેર એટલો રહ્યો નથી. કોરોનાની...
સુરત: (Surat) કાળી ચૌદશના (Kali Chaudas) દિવસે લોકમાન્યતા મુજબ લોકો ઘરનો કકળાટ કાઢવા માટે અડદના વડા (Vada) બનાવી ચાર રસ્તા પર ઉતારો...
રાજયમાં દિવાળી પર્વ પહેલા જ મીઠાઈના વેપારી સામે ખોરાક તેમજ ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરીને 5000 જેટલા કેસો કરીને 22...
સોનાની ચમક ફીકી, ચાંદીમાં પણ કડાકો; જાણો આજના નવા ભાવ
ગુજરાત IPL ટીમની બસમાં શોર્ટ સર્કિટ: ધુમાડો નીકળતાં ખેલાડીઓ અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 : ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
સોલાર પ્રોજેક્ટ મંજૂરીના નામે લાંચ લેતા ગાંધીનગરના મુખ્ય વિદ્યુત નિરીક્ષક એસીબીના સકંજામાં ઝડપાયા, રોકડ-દાગીના સહિત રૂ. 2.64 કરોડથી વધુની મત્તા મળી
રાજ્યના 45 તાલુકામાં વરસાદી ઝાપટાં
ચોમાસા પૂર્વે સાબરમતીમાં મહાસફાઈ અભિયાન, 2થી 5 જૂન સુધી રિવરફ્રન્ટ પર વિશેષ સ્વચ્છતા ઝુંબેશ
ચોરવાડની કાજલ વાજાને એશિયન ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક
ગીરમાં ત્રણ દિવસમાં વાયરસથી એકપણ મોત નહીં
ગરમીમાંથી રાહત: આગામી ત્રણ દિવસ સુધી તાપી-ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી
ગાંધીનગરમાં ANTFની કાર્યવાહી: ઠલજ ગામની સીમમાંથી 4.68 કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા, બે આરોપી ફરાર
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શક પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ની 21મી આવૃત્તિનું વિમોચન
વેસુની લક્ઝુરિયસ સોસાયટીમાં લિફ્ટ બની ‘મોતનો પિંજર’ દંપતી એક કલાક સુધી ફસાયું
1200થી વધુ પરિવારો મુશ્કેલીમાં, ટ્રેઝરી વિભાગની મંજૂરી બાદ પણ પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ
CNGના ભાવવધારાથી સુરતના રસ્તાઓ સૂમસામ, રિક્ષાચાલકોના ચક્કાજામથી મુસાફરો પર સંકટ
NEET પુનઃપરીક્ષા CBT મોડમાં નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
તુવેરના ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ : SOGના દરોડામાં ₹7.90 લાખનો જથ્થો ઝડપાયો
મેં આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી રાખી, ‘ઘૂસખોર પંડત’ વિવાદ પર મનોજ બાજપેયીનું દુઃખ છલકાયું
ચોમાસા પૂર્વે ભૂખી કાંસની કામગીરીનું નિરીક્ષણ, મેયર સહિતના પદાધિકારીઓની મુલાકાત
‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે’, NEET વિવાદ બાદ CJPના અભિજીત દિપકે યુવાનોને દિલ્હી પહોંચવા કરી અપીલ
લોહીલુહાણ હાલતમાં પણ ન હારી હિંમત : બહાદુર મહિલાએ હુમલાખોરને જ પકડી પાડી પોલીસને સોંપ્યો
સયાજી બાગમાં ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ કે વેપારીઓને ફાયદો પહોંચાડવાનો ખેલ?
રાજસ્થાન ભાજપને મળ્યા નવા ‘ચાણક્ય’, અજય કુમાર બન્યા સંગઠન મહામંત્રી
જાંબુવા હાઈવે પર આઈસરે સાયકલ સવાર વૃદ્ધને કચડ્યા : ચાલક ફરાર
RCBને 5 દિવસનો આરામ, ગુજરાતને પ્રવાસનો થાક; ગાવસ્કરે કહ્યું, શું આ અન્યાય નથી?
LPG Rule Change: 30 દિવસનો અલ્ટીમેટમ, ગેસ કનેક્શન ધરાવતા લોકો માટે મોટા નિયમોમાં ફેરફાર
શું ઉત્તર પ્રદેશમાં સમય પહેલાં ચૂંટણી યોજાઈ શકે? રાજકીય પક્ષો સતર્ક, ભાજપે પણ તેજ કરી તૈયારીઓ
ઉત્તર પ્રદેશ ભાજપમાં મોટા ફેરફારના સંકેત: બંને ડેપ્યુટી CM સહિત અનેક મંત્રીઓને દિલ્હી બોલાવાયા
નશાની મહેફિલનો અંત અકસ્માતમાં ! ડસ્ટર કારમાંથી બિયર ટીન અને પત્તાં મળ્યાનો આક્ષેપ
ધો-11 વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ , મેરિટ અને ફોર્મની દોડધામ શરૂ
પર્યાવરણ માટે એમએસયુની હરિયાળી પહેલ : દર સોમવારે ‘નો વ્હીકલ ડે’નું પાલન
દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પર પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન મોહનભાઇ ડેલકરે જંગી મતે વિજય મેળવ્યો તેની સાથે ભાજપના પરંપરાના મતમાં પણ મોટું ગાબડું પાડ્યું છે. ૨૦૧૯માં અપક્ષ ઉમેદવાર મોહનભાઇ ડેલકરની સામે ભાજપના નટુભાઇ પટેલનો પરાજય થયો હતો. ત્યારે પણ ભાજપને ૪૦.૯૨ ટકા મત મળ્યા હતા. જ્યારે મોહનભાઇ ડેલકરને આ ચૂંટણીમાં ૪૫.૪૪ ટકા મત મળ્યા હતા. મોહનભાઇનો ૯૦૦૧ મતથી વિજય થયો હતો. ત્યારે ભાજપને ૭.૯૬ ટકા મતનું નુકશાન થયું હતું. જોકે દાનહની હાલની પેટા ચૂંટણીમાં ભાજપને વધુ ૭.૨૨ ટકાનું નુકશાન થયું છે.
આમ ભાજપના પરંપરાના મતનું આ ચૂંટણીમાં ભારે ધોવાણ થયું છે. જ્યારે બીજી તરફ કલાબેન ડેલકરને જંગી લીડથી વિજય મળવા સાથે તેમના પરંપરાના મત ઉપરાંત હરીફ ઉમેદવારના મતદારો તેમની તરફ આવ્યા છે. જે આગામી દિવસોમાં ડેલકર પરિવાર માટે આશિર્વાદરૂપ સાબિત થશે. બીજી તરફ શિવસેના માટે પણ આ પ્રદેશમાં પહેલી વખત જીત સાથે પોતાની પાર્ટીને અહીં મજબૂત કરવાની તક ઊભી થઇ છે. નૂતન વર્ષમાં નવા ચૂંટાયેલા મહિલા સાંસદ કલાબેન મોહનભાઇ ડેલકર સંસદમાં પ્રવેશ કરશે. દાનહના પહેલા મહિલા સાંસદ તરીકે સંસદમાં પ્રવેશની આ ક્ષણ મહત્વની સાબિત થશે.
સાત ટર્મના સાંસદ મોહનભાઇના અપમૃત્યુ પછી ઊભી થયેલી સ્થિતિ વચ્ચે તેમના પુત્ર અભિનવ ડેલકરે તેમની માતાને ઉમેદવાર તરીકે રાખીને જોરદાર જીત મેળવી છે. પોસ્ટલ વોટ સહિત જો ચોક્કસ મતદારોનો આંકડો મેળવ્યે તો શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરને ૧૧૮૦૩૫ મત જેની ટકાવારી ૫૯.૫૩ થાય છે. જ્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવાર ભાજપના મહેશભાઇ ગાવિતને ૬૬૭૬૬ મત મળ્યા હતા. જેની ટકાવારી ૩૩.૬૮ જોવા મળી છે. આમ ૫૧,૨૬૯ મતની લીડથી કલાબેનનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ તેમજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવારની ડીપોઝીટ ડૂલ થઇ હતી. કોંગ્રેને ૬૧૫૦ મત જેની ટકાવારી ૩.૧ જોવા મળી જ્યારે બીટીપીને ૧૭૮૨ મત જેની ટકાવારી ૦.૯ જોવા મળી. નોટામાં ૫૫૩૧ મત પડ્યા હતા. જેની ટકાવારી ૨.૭૯ જોવા મળી. દાનહની પેટા ચૂંટણીમાં થયેલા મતદાનની ટકાવારી નવા સમીકરણોના સંકેત આપે છે.
છેલ્લી ત્રણ ચૂંટણીમાં હાર-જીતનું ગણિત
લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧
કલાબેન ડેલકર શિવસેના ૧૧૮૦૩૫ મત (૫૯.૫૩%)
મહેશભાઇ ગાવિત ભાજપ ૬૬૭૬૬ મત (૩૩.૬૮%)
લોકસભાની ચૂંટણી ૨૦૧૯
મોહનભાઇ ડેલકર અપક્ષ ૯૦,૪૨૧ મત (૪૫.૪૪%)
નટુભાઇ પટેલ ભાજપ ૮૧,૪૨૦ મત (૪૦.૯૨%)
લોકસભાની ચૂંટણી ૨૦૧૪
નટુભાઇ પટેલ ભાજપ ૮૦,૭૯૦ મત (૪૮.૮૮%)
મોહનભાઇ ડેલકર કોંગ્રેસ ૭૪,૫૭૬ મત (૪૫.૧૨%)