આણંદ : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો 5243મો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મટકીફોડ અને રાસની રમઝટ બોલાવવામાં આવી...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) એંધાણ વચ્ચે તમામ રાજકીય પાર્ટી સક્રિય બની છે. આ વર્ષે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ...
નડિયાદ: આણંદથી કપડવંજ તરફ જવાનો શોર્ટકટ પણસોરાથી લાડવેલ ચોકડી તરફનો માર્ગ અત્યંત જર્જરીત બન્યો છે. આ રોજ નાના-મોટા વાહનોની અવરજવરથી ધમધમતો રહે...
સુરત(Surat) : સુરત શહેરમાં રોમિયો અને ગુંડાઓની દિનપ્રતિદિન હિંમત વધી રહી હોવાનું લાગી રહ્યું છે. જાહેર માર્ગો પર, ફોન કે સોશિયલ મીડિયાના...
પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ, કષાયને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણનું પર્વ. જીતે તે...
ગુજરાતના વાચનઋષિ મહેન્દ્ર મેઘાણીએ પોતાના જીવનની સદી તા. 20/6/22 પૂરી કરી અને તા. 03/08/22 ના રોજ ચિરનિદ્રામાં પોઢી ગયા. તેઓ માનતા કે...
ભારત દેશ સ્વતંત્ર થયાને પંચોતેર વર્ષ પૂરાં કર્યાં. આનંદ થાય એ સ્વાભાવિક છે. દેશને આઝાદી અપાવવા જેમણે બલિદાન આપ્યું છે, જેલવાસ ભોગવ્યો...
અંધશ્રદ્ધાથી ક્યારે મુક્તિ મળશે એ ચિંતા અને ચિંતનનો વિષય છે. નિર્મલ બાબા અને રાધે મા તો છે જ. ૨૦૧૮ થી આઈટી હબ...
એક દિવસ એક નેશનલ લેવલ પર ભાગ લેતો દોડવીર પ્રેક્ટીસ દરમ્યાન દોડતાં દોડતાં પડી ગયો અને તેને પગમાં ફ્રેકચર આવ્યું.તે નાસીપાસ થઇ...
કોલકાતાની નેશનલ લાયબ્રેરી રાષ્ટ્રીય પુસ્તકાલય કેમ્પસમાં ઐતિહાસિક બેલ્વેડેર હાઉસમાં ભાષાઓ, સ્ક્રિપ્ટો અને શબ્દોને સમર્પિત દેશનું પ્રથમ આ પ્રકારનું મ્યુઝિયમ આકાર લઈ રહ્યું...
આપણે સૌ ડોલો-650 નામની દવાથી પરિચિત છીએ. તાવ અને પીડા ઘટાડવા માટે તે લેવાની ભલામણ થઇ હતી, પણ આ દવા તેના ઉત્પાદકની...
માલદીવ(Maldives): માલદીવ(Maldives)ના મંત્રી(Minister) અલી સોલિહ(Ali Solih) પર રાજધાની માલે(Male)માં હુમલો(Attack) થયો છે. એક વ્યક્તિએ તેના ગળા પર બ્લેડ વડે હુમલો કર્યો હતો....
નિયતિ તમને કયાં લઈ જશે તેની તમને કયારેય કલ્પના હોતી નથી. મોટા ભાગના કિસ્સામાં આપણી કલ્પના બહારની ઘટનાઓ જ ઘટતી હોય છે....
ઘણીવાર ભૂલ થાય છે ત્યારે શું થાય છે? ટોણા મારવામાં આવે છે અને જો શક્ય હોય તો આવી ભૂલની સજા પણ આપવામાં...
પ્રશ્ન: મારી ઉંમર આશરે 37 વર્ષની છે. હું જ્યારે 28 વર્ષનો હતો ત્યારે સૌ પ્રથમ વાર મને ડાયાબિટીસનું નિદાન કરવામાં આવેલ. શરૂઆતમાં...
હાલમાં એવા અહેવાલ આવ્યા છે કે એક મધ્ય એેશિયન દેશના વતની એવા ઇસ્લામિક સ્ટેટના એક ત્રાસવાદીની રશિયાએ અટકાયત કરી છે જે ત્રાસવાદી...
બિહાર: કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ બિહારમાં (Bihar) 24 સ્થળો પર દરોડા (Raid) પાડ્યા છે. સીબીઆઈએ નોકરીના બદલામાં જમીન કૌંભાજ મામલે આ કાર્યવાહી...
ડૉક્ટરના જીવનમાં દરરોજ હર ઘડીએ ઘણી ઘટનાઓ ઓપ લેતી હોય છે. ક્યારેક સારા પ્રતિભાવ મળે તો ક્યારેક દર્દીને છેલ્લા શ્વાસ લેતા જોઈ...
જીવન વીમો લેનારને જીવન વીમો લેતા અગાઉથી જ 20 વર્ષથી હાઇપરટેન્શન અને 3 વર્ષથી ડાયાબિટીસ હોવાનું અને તે હકીકત છુપાવીને જીવનવીમો લીધો...
અમેરિકાના વિઝાના બે પ્રકાર છે. કાયમ રહેવાની ઈચ્છા ધરાવનારાઓ માટે ‘ઈમિગ્રન્ટ’અને ટૂંક સમય, કોઈ ખાસ કાર્ય માટે ત્યાં જવાની ઈચ્છા ધરાવનારાઓ માટે...
પુન:પ્રાપ્ય ઊર્જા કે જેનો ઘણી વાર સ્વચ્છ ઊર્જા તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, તે કુદરતી પ્રક્રિયાઓમાંથી અથવા એવી પ્રક્રિયાઓમાંથી કે જેમનું કુદરતમાં...
લાખ દારા ઔર સિકંદર હો ગયે, આઇ હિચકી મૌત કી ઔર સો ગયે, દેખ લો ઇસ કા તમાશા ચંદ રોજ. હૈ બહારે...
એ પૂછતા હતા મારી આંખ ભીંજાવાનું કારણ, મને બહાનું બનાવવું પણ નહીં આવડયું. આંખ ભીંજાવાનું કારણ એ પૂછતા રહયા, પરંતુ કોઈ બહાનું...
જય શ્રીકૃષ્ણ બહેન! કેમ છો?’ ઘરમાં આવતાવેંત રસિકભાઈએ વંદનાબહેનનું અભિવાદન કર્યું. વંદનાબહેન ખુશ થઈ ગયા. NRI છે છતાં અહીંના સંસ્કાર કેવા જાળવી...
નરેન્દ્ર મોદી માત્ર ભારતના રાજકીય સ્પેક્ટ્રમ પર જ નહીં પરંતુ વિશ્વમાં પણ એક દુર્લભ રાજકીય હસ્તી બની ચૂક્યા છે. દિવસે દિવસે મોદીની...
તાજેતરમાં મોસ્કો પર ચેસ ઓપન સ્પર્ધા ચાલતી હતી. સાત વર્ષનો એક ખેલાડી એક એવા ખેલાડી સાથે રમતો હતો જે ક્ષણભરમાં વળતી ચાલ...
બે વ્યક્તિઓ હાલમાં જ પૂરી થયેલી નગરપાલિકાની ચૂંટણીની વાત કરતા હતા. તેઓ વાત કરતાં કરતાં જીત અને હારનું વિશ્લેષણ પણ કરતા હતા....
દિકાળથી આજે ડિજિટલ યુગના માનવીમાં એક જન્મજાત વૃત્તિ- પ્રકૃતિ કે સ્વભાવ કુદરતી રીતે વણાયેલો છે અને એ છે કુતૂહલ-વિસ્મય તથા નવું જાણવાની...
દિલ્હીમાં હાલમાં થયેલી 2 દિવસની નેશનલ સિક્યુરિટીઝ સ્ટ્રેટજિસ્ટ કોન્ફરન્સમાં ગૃહ મંત્રી અમિત શાહે ‘નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફીકેશન સિસ્ટમ’(NAFIS)ના અત્યાધુનિક ટેક્નોલોજીનું અનાવરણ કર્યું....
સુરતઃ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતમાં (Accident) ઘટાડો કરવા તથા લોકોના અમુલ્ય જીવન બચાવવા માટે સુરત (Surat) શહેરને કુલ 4 ઇન્ટરસેપ્ટર વાન(Interceptor...
IPLમાં પંજાબનો પાવર શો,182 રનની ભાગીદારીથી કર્યો રેકોર્ડ સ્કોર, લખનઊ સામે 254 રન
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, 100 વર્ષ જૂનો નિયમ બદલાશે
KKRની પહેલી જીત, રિંકુ સિંહની ફિફ્ટીથી રાજસ્થાન પર 4 વિકેટથી વિજય
ક્યારે છે તામિલનાડુ ચૂંટણી? કેટલી સીટ્સ અને કોણ છે આગળ, આવો જાણીએ અત થી ઇતિ સુધી…
દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત
પશ્ચિમ બંગાળ: મેદિનીપુરમાં PM મોદીએ કહ્યું- 5 વર્ષમાં TMCની નિર્દય સરકારે લૂંટમાં PHD મેળવી
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી બેઠક, 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ચર્ચા, અબજો ડોલરના વેપાર પર નજર
બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરી સામે પ્રથમ ચેલેન્જ, વિશ્વાસ મત 24 એપ્રિલે
દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા
મહીસામાં રખડતા આખલાનો આતંક
ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ
વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે
ડિજિટલ જનગણના પોર્ટલમાં મોટી ભૂલ, અરુણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળતા હડકંપ
ધુરંધર-2 એ પુષ્પા-2 નો રેકોર્ડ તોડ્યો: વિશ્વમાં 1,748.91 કરોડ સાથે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
IPL મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા, PCBની મોટી કાર્યવાહી
વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર
એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ
તમિલનાડુ: વિરુદુનગરમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત
સાયબર ક્રાઇમની દુનિયામાં વડોદરા પોલીસનો મોટો ધડાકો: 210 કરોડના ટ્રાન્ઝેક્શન અને 273 ગુનાઓનો ભેદ ઉકેલાયો
કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દીપિકા-રણવીરે આપી સરપ્રાઈઝ, ફરી પારણું બંધાશે
‘આ એક મોટું કાવતરું હતું…’ અશોક ગેહલોતે વડા પ્રધાનના સંબોધન પર કર્યો મોટો દાવો
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનો ડેમેજ કંટ્રોલ શરૂ, ઈરાને કહ્યું ગેરસમજ જલ્દી ઉકેલાશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
આણંદ : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો 5243મો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મટકીફોડ અને રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં હરિભક્તો, સંતો – મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શ્રીકૃષ્ણ ભગવાનનો 5243મો જન્મોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને સંતો ભક્તોએ સાથે મળીને ખૂબજ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. શ્રીકૃષ્ણ પરમાત્માના અવતરણ પૂર્વે શાસ્ત્રી શ્રીગુણસાગર સ્વામી વિરસદવાળાએ વ્યાસાસને બિરાજી કૃષ્ણચરિત્રામૃત કથાનું હજારો હરિભક્તોને રસપાન કરાવ્યું હતું. વડતાલ મંદિરના વિદ્યાર્થીઓ, સેવકો, સંતો, પાર્ષદો અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ રાસની રમઝટ બોલાવી હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે , શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી. સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી ખૂબજ આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામીનો પણ જન્મદિવસ છે.
ખેડા જિલલાના યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ હતી. શ્રીકૃષ્ણ પરમાત્માના અવતરણ પૂર્વે મંદિરના ચોગાનમાં નાના ભૂલકાંઓ ધ્વારા રજુ કરવામાં આવેલા મણીયારો રાસ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. યુવા સંતો, પાર્ષદો પાઠશાળાના વિદ્યાથીઓ સહિત મંદિરના વિદ્યાર્થીઓએ રાસની રમઝટ બોલાવી હતી. આ સમયે હાજર સૌ હરિભક્તો ડી.જે.ના તાલે ઝૂમી રહ્યા હતા. પ્રભુના પ્રાગટ્ય ઉત્સવમાં દેવરાજ ઈન્દ્ર પણ મનમૂકીને વરસી રહ્યા હતા.
બહેનો વિભાગમાં બહેનોએ રાસની રમઝટ લીધી હતી. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે , સમગ્ર ભારત સહિત વિશ્વમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યું છે. વડતાલ મંદિરમાં પણ ઉજવણીનો એક અનોખો માહોલ ઉભો થયો છે . એ માટે શ્યામવલ્લભ સ્વામીને ધન્યવાદ આપીએ છીએ. રાત્રે ૧૨:૦૦ ના ટકોરે આચાય મહારાજશ્રીએ મંદિરના દેરામાં શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાવિધિ બાદ મહારાજશ્રીએ ફૂલોથી શણગારેલ સોનાના પારણામાં લાલજી પધરાવી પ્રભુ પ્રાગટ્યની આરતી ઉતારી પારણું ઝૂલાવ્યું હતું .
આરતી બાદ પ્રભુના વધામણાં કરવા માટે મંદિર પરિસર તથા ચોગાનમાં સંતો ધ્વારા ૪૫૦ કીલો ચોકલેટની ઉછામણી કરી હતી. વડતાલના યુવાનો ભક્તો તથા સેવકો દ્વારા ચોગાનમાં પીરામીડ બનાવી નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકીનાં નાદ સાથે મટકીઓ ફોડી માખણ મીસરી લૂંટી હતી . આ પ્રસંગે ઉપસ્થિત હરિભક્તોએ પંચાજીરીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી . જન્માષ્ટમી પર્વની ઉજવણી પ્રસંગે શા.નૌતમપ્રકાશદાસજી સંસ્કૃત પાઠશાળાના હરિઓમ સ્વામીએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું .સમગ્ર વ્સવ્સથા શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી.