SURAT

વિદેશ જેવી આ જાદુઈ પોલીસવાન સુરતનાં રસ્તા પર ઉતરતા જ થયો ચમત્કાર

સુરતઃ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતમાં (Accident) ઘટાડો કરવા તથા લોકોના અમુલ્ય જીવન બચાવવા માટે સુરત (Surat) શહેરને કુલ 4 ઇન્ટરસેપ્ટર વાન(Interceptor van) ફાળવવામાં આવી છે. પોલીસ કમિશનર(police commissioner) અજયકુમાર તોમર(Ajay kumar Tomar)ની સુચના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ઓવરસ્પીડથી માર્ગ અકસ્માતના બનતા બનાવો અટકાવવા માટે ઇન્ટરસેપ્ટર વાન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને જેને પગલે અકસ્માતના બનાવો બનતા નક્કી કરેલા બ્લેક સ્પોટ(Black spot) પૈકી બે બ્લેક સ્પોટ ઘટી ગયા છે.

ઇન્ટરસેપ્ટર વાન શરુ થતા અકસ્માતોમાં ઘટાડો
ઇન્ટરસેપ્ટર વાન શરુ થયા બાદ અકસ્માતો કેસોમાં કેટલાક હકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. ઇન્ટરસેપ્ટર વાનનો તથા ટ્રાફિક નિયમોની અમલવારી ચુસ્તપણે કરાવવાથી અકસ્માતોમાં ઘટાડો જોવા મળ્યો છે. સુરત શહેરમાં પાંડેસરા ખાતે બાટલીબોય સર્કલ અને બુડિયા ચોકડી એમ બે બ્લેકસ્પોટમાં ઘટાડો થયો છે. જે સુરત માટે એક સારી વાત કહી શકાય છે.

જાદુઈ પોલીસવાનમાં આ સુવિધાઓ હોય છે
ઇન્ટરસેપ્ટર વાનની વિશેષતાઓની વાત કરીએ તો પુર ઝડપે ચાલતા વાહન ચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્પીડ તેમજ વાહનનો ફોટો, વાન નંબર, સ્થળના લેટ-લોંગ, લેવા માટે આધુનિક સિસ્ટમ આ વાનમાં ફીટ છે. સ્થળ પર જ ચલણ ઇસ્યુ કરવા માટે પ્રિન્ટર સહિતની સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ વાનમાં સ્પીડ લિમિટના કેસો અંગેની માહિતી પુરાવા માટે સંગ્રહ કરવા 1 ટીબી સુધીની ડ્રાઇવ આપવામાં આવી છે.360 ડીગ્રી ફરી શકે તેવો PTZ કેમેરા તથા તેમાં થતુ રેકોર્ડિંગ જોવા માટે LCD મોનિટર ફિટ કરવામાં આવ્યું છે. ઇન્ટરસેપ્ટરવાનનો ઉપયોગ ઇન્ટરસેપ્ટર વાન દ્વારા ઓવરસ્પીડ, રોંગસાઇડ, સીટબેલ્ટ વગર, હેલ્મેટ વગર, ફેન્સી નંબર પ્લેટ જેવા ટ્રાફિક નિયમોના ભંગ બદલ કામગીરી કરવામાં આવે છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ પાસે કુલ 4 ઇન્ટરસેપ્ટર વાન છે. જે સમગ્ર સુરત શહેર વિસ્તારને કવર કરે છે. જેમાં કુલ 1 એએસઆઈ તથા ૩ હેડકોન્સ્ટેબલ તથા 4 લોકરક્ષક ફરજ બજાવે છે.

વિદેશમાં ફરતા વાહનોની જેમ સુવિધાઓ
અકસ્માત સમયે ટ્રાફિક નિયમન તથા એલર્ટની કામગીરી માટે વોટપ્રૂફ બ્લ્યુ/લાલ/સફેદ લાઇટ, સ્પીકર અને મલ્ટી ટોન સાયરન ફીટ કરેલી છે. અકસ્માતના સ્થળે લાગેલ આગને બુઝાવવા માટે ISI માર્કાવાળો ABC સુક્કો પાઉડર ભરેલો અગ્નિશામક બોટલ ફીટ કરવામાં આવ્યો છે. અકસ્માત સમયે ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપવા માટે મેડીકલ કીટ આપવામાં આવી છે.

શહેરમાં 6 બ્લેક સ્પોટથી વાહન ચાલકો સાવધાન
જે જગ્યા પર છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ કે તેથી વધુ અકસ્માતના બનાવો બનેલા હોય તેવી જગ્યાઓને બ્લેકસ્પોટ તરીકે નક્કી કરવામાં આવ્યા છે. શહેરમાં આભવા ચાર રસ્તા, ગભેણી ચોકડી, બુડીયા ચોકડી, ઓએનજીસી તાપી નદીનો બ્રિજ, ડભોલી બ્રિજ, બાટલી બોય સર્કલ અને સિદ્ધાર્થ નગર ત્રણ રસ્તા મળી કુલ 6 બ્લેક સ્પોટ નક્કી કરાયા છે. જે પૈકી બે બ્લેક સ્પોટ ઘટી જતા હવે શહેરમાં ચાર બ્લેક સ્પોટ બાકી છે.

Most Popular

To Top