સુરત(Surat): સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગર સંઘના એક કારખાનામાં (Factory) આજે ગુરુવારે આગ લાગી હતી. યાર્ન (Yarn) બનાવતી કિંગ ઈમ્પેક્સ નામની ફેક્ટરીમાં...
ભરૂચ: ભરૂચ(Bharuch)ની નર્મદા નદી(Narmada River)માં પાણીની આવક વધતા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવીને 26.41 ફૂટ પર વહી રહી છે, ત્યારે અંક્લેશ્વરના...
આજે એક બાજુ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે સરહદ પર આપણા વીર જવાનો દેશની રક્ષા કાજે અડીખમ ઊભા રહી...
નવી દિલ્હી: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને (Raju Shrivastav) લઈને મોટા સમાચાર આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત પહેલા કરતા વધુ...
રાયગઢ: દેશમાં આતંકવાદીઓની (Terrorist) ગતિવિધિ ફરી વધી હોવાનું ચિત્ર ઉભું થયું છે. સ્વાતંત્ર્ય દિન (Independence Day) પહેલાં દિલ્હી અને જમ્મુમાંથી આતંકવાદીઓ, વિસ્ફોટકો...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Election 2022) 2022 માટે આમ આદમી પાર્ટી(AAP)એ ઉમેદવારો(Candidate)ની બીજી યાદી(List) જાહેર કરી કરી દીધી છે. આપ પાર્ટીના...
માતર: સુરતની (Surat) ગ્રીષ્માનું (GrishmaMurder) ગળું કાપીને હત્યા થઈ હતી તેવી જ અરેરાટીપૂર્ણ ઘટના ગુજરાતના ખેડા જિલ્લાના માતરના ત્રાજ ગામમાં બની છે....
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે(Central Government) ફરી એકવાર યુટ્યુબ ચેનલો(YouTube Channel) પર સકંજો કસ્યો છે. કેન્દ્રએ 8 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ(Ban) મૂક્યો છે...
સુરત(Surat): સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા પોલીસ ચોકીની નજીક એક વકીલ (Advocate) પર હપ્તાખોર પોલીસ (Police) દ્વારા હુમલાની (Attack) ચોંકાવનારી ઘટના...
ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ગુગલ અને વ્હોટ્સ એપ જેવાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ આપણને તેમની સેવાઓ મફતમાં આપે છે, પણ તેઓ તેની કેવી અને...
ટાયટેનિક પ્રસિદ્ધ લકઝરી જહાજ જે પહેલી યાત્રા દરમ્યાન જ ડૂબી ગયું.તેની સાથે જોડાયેલી અનેક વાતો છે.અહીં એવી જ એક વાત કરવી છે....
મુંબઈ: મુંબઈ પોલીસ(Mumbai Police)ના એન્ટી નાર્કોટિક્સ સેલે(ANC) MD ડ્રગ્સ(Drugs)નું અત્યાર સુધીનું વિશ્વનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ(Consignment) પકડ્યું છે. એએનસીએ છેલ્લા 15 દિવસમાં સમાન...
સુરત(Surat) : સુરતના નારી સંરક્ષણ ગૃહમાંથી (Women’s Protection Home) બે કિશોરીઓ (teenager) ભાગી ગયાની (ran away) ઘટના બનતા દોડધામ મચી ગઈ છે....
રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, રાષ્ટ્રગૌરવ જેવી બાબતો અમૂર્ત હોય છે, જે કોઈ એક કે બે મુદ્દાઓમાં સમાઈ જતી નથી. તેનો વ્યાપ બહોળો હોય છે....
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે ચોથી વાર પલટી મારવાથી દેશના સેક્યુલર રાજકારણની તાકાતમાં વધારો થવાનો નથી કે દેશના વિરોધ પક્ષોની સંયુક્ત તાકાતમાં પણ...
સુરત(Surat) : સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University) યોજાઈ ગયેલી સેનેટ (Senate) ચૂંટણીની (Election) બબાલ...
યુક્રેન અને રશિયાના યુદ્ધને પગલે વિશ્વભરમાં આવેલી ભયંકર મંદીમાં વિશ્વના તમામ શેરબજારો પટકાયા હતા. જેમાં ભારતીય શેરબજારનો પણ ધબડકો થઈ ગયો હતો....
અમદાવાદ: દેશમાં મોંઘવારી(inflation) આકાશને આંબી રહી છે. પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel), દૂધ, શાકભાજીની સાથે સાથે રાંધણ ગેસ તેમજ ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો...
વડોદરા : વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો વારવાર બનતા જ હોય છે. જેમાં કોઈને ઈજા કે જાનહાનીના બનાવો બનવા પામતા હોય છે. ત્યારે...
વડોદરા : મારું બુથ મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત વડોદરા આવેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે રાજ્ય સરકારના વહીવટ ઉપર આકરા પ્રહાર કર્યા હતા...
વડોદરા : એટીસેસની કસ્ટડીમાં ગરીબ ગાય જેવા બનીને બેઠેલા જોવા મળતા આરોપી મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ જીવલેણ એમડી નામનું ડ્રગ્સનો વેપલો...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) બાહુબલી લીડર મુખ્તાર અંસારી(Mukhtar Ansari) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ મુખ્તાર અંસારી અને તેના નજીકના સહયોગીઓના...
ડભોઇ : ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી નર્મદા ડેમમાં પાણી આવક વધતા સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળ(West Bengal) પોલીસ(Police)ની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી અલ કાયદા(Al Qaeda)ના બે શંકાસ્પદ આતંકવાદીઓની(Terrorists) ધરપકડ(Arrest)...
વડોદરા : શહેરમાં સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સરવરિયા કરતું હતું પરંતુ બે દિવસથી અવિરત પડી રહેલા વરસાદે શહેરમાં ઠંડક પસરાવી...
જમ્મુ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ જમ્મુ(Jammu)માં અનેક સ્થળો પર દરોડા(Raid) પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રોન(Drone)થી હથિયારો(Weapons) છોડવાના મામલે NIAએ...
સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના હીરાના મુવાડામાં રહેતાં એક યુવકે ગંભીર બિમારીથી કંટાળી પોતાની પત્નિ અને ત્રણ સંતાનો સાથે કેનાલના ઘસમસતાં પાણીમાં પડતું મુક્યું...
સંતરામપુર : આણંદ – ખેડા જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમમાં પાણીની સપાટી વધી રહી છે. કડાણા ડેમમાં પાણીની સપાટી બુધવારના રોજ 413...
નડિયાદ: નડિયાદ પાલિકાની બાજુમાં અને સાંસદ સુવિધા કેન્દ્રની સામે આવેલી પાલિકા હસ્તકની 2 દુકાનોમાં જૂના ભાડૂઆતો દ્વારા ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામ માટે...
ક તરફ બહુ મોટા બજેટવાળી ફિલ્મો બની રહી છે ને બીજી તરફ બજેટને સાચવી ફિલ્મો બનાવવાનું વલણ છે. ટોપ સ્ટારની ફી ખર્ચવા...
લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે રૂ.6 લાખની લાંચ માગી, વચેટિયો ઝડપાયો
શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે પ્રાથમિક શિક્ષક સંઘની નિયામકને રજૂઆત
કોર્પોરેશનની ચૂંટણી ધારાસભ્યો માટે ‘ડેન્જર ઝોન’, નબળી લીડ વિધાનસભાની ટિકિટ કાપી શકે છે!
વડોદરા : લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદા સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
પિલોલ-સમલાયા વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં. 12 સમારકામ માટે 8 દિવસ બંધ રહેશે
કૌટુંબિક કારણોસર માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું; ત્રણ માસૂમ બાળકોના મોત
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, 19 વોર્ડના મતદાન મથકો, રિસીવિંગ-ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતવાર માહિતી જાહેર
વડોદરા પાલિકામાં ‘ડિજિટલ શિસ્ત’: હવે માત્ર હાજર રહેવું પૂરતું નથી, AI અને જિયો-ફેન્સિંગથી ‘લોકેશન’ પર જ પૂરાશે હાજરી
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ બે યુવા હોદ્દેદારો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: બે બાળકોની હત્યા બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ: બંગાળમાં પૂરક મતદાર યાદી તૈયાર કરાશે, માન્યતા પ્રાપ્ત 23 તારીખે મતદાન કરી શકશે
મહિલા અનામત પર બોલતા PM મોદીએ કહ્યું- “વિરોધ કરશો તો અમને ફાયદો થશે, વિરોધીઓ હારશે”
લોકશાહીનો રણકાર કે રાજકીય ખેલ? ગુજરાતમાં 700થી વધુ બેઠકો બિનહરીફ: લાખો મતદારોનો મતાધિકાર છીનવાયો!
વડોદરામાં ચૂંટણી બહિષ્કારના સૂર: ન્યુ સમા રોડના રહીશોએ નેતાઓને પરખાપ્યા તેવા વેણ
હોર્મુઝ સ્ટ્રેટ: અમેરિકાએ ઈરાનથી રવાના થયેલા 10 જહાજોને પાછા મોકલ્યા
700 ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 16ના મોત, 80થી વધુ ઘાયલ
કોંગ્રેસમાં આંતરિક ‘ભૂકંપ’: ભરૂચમાં મુમતાઝ પટેલ નારાજ, તો અમદાવાદમાં શૈલેષ પરમારે કબૂલી સંગઠનની નબળાઈ !
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે? ઇરાનના પ્રસ્તાવથી યુદ્ધ સમાપ્ત થવાની આશા
અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ દિવસે ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, સોનામાં પણ સતત વધારો
ગુજરાતમાં નવા સીમાંકન અને મહિલા અનામતથી રાજકીય નકશો બદલાશે, 52 વર્ષ બાદ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે મોટો વધારો; વિધાનસભાની બેઠકો 182 થી વધીને 273 સુધી પહોંચી શકે
અખિલેશે કહ્યું, “ભાજપે નારીને નારો બનાવી દીધો, મત ઘટી રહ્યા છે એટલે મહિલા અનામત બિલ રજૂ કર્યું”
મત આપવો પસંદગી છે, ફરજ નહીં: મતદાન મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવેદનશીલ ટિપ્પણી
લાહોરમાં ગોળીબાર, હાફિઝ સઈદના નજીકના સાથી અમીર હમઝા પર જીવલેણ હુમલો
ફિલ્મપ્રેમીઓ માટે ખુશખબર, ટૉક્સિક, કૉકટેલ 2 સહિત જૂનની ટોપ ફિલ્મો, જુઓ લિસ્ટ
વડોદરાના માર્ગો અને દીવાલો પર કલાનો શણગાર
ભાજપનો શિસ્ત પર કડક પ્રહાર ?વડોદરાના 11 બળવાખોર કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ
તામિલનાડુ ચૂંટણીમાં સીમાંકન મુદ્દે DMKનો આક્રમક પ્રચાર, BJPને ઘેરવાનો પ્રયાસ, ચૂંટણીનો રંગ બદલાયો
વડોદરા : વાઘોડિયા રોડ પર લાઇટો બંધ કરી સાડા બનેવી અને ભાણીયા પર જીવલેણ હુમલો
મહિલા અનામત બિલ પર રાજકારણ ગરમાયું, લોકસભામાં 850 બેઠકોનો પ્રસ્તાવ, આવતીકાલે મતદાન
હુમલો કરનારાના જ સાઠોડ ગામે પહોંચીને ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યું શક્તિ પ્રદર્શન
સુરત(Surat): સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગર સંઘના એક કારખાનામાં (Factory) આજે ગુરુવારે આગ લાગી હતી. યાર્ન (Yarn) બનાવતી કિંગ ઈમ્પેક્સ નામની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કારખાનાના ત્રીજા માળે આગ લાગી હતી. આગના ધૂમાડા ઉઠતા જ કામદારો ફેક્ટરીમાંથી બહાર દોડી ગયા હતા. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ મોટી હોય મજૂરા અને માનદરવાજાથી 8 બંબા આગ ઓલવવા ઘટના સ્થળે દોડી ગયા હતા. ફેક્ટરીની અંદર યાર્ન હતું, જે પેટ્રોલિયમ પદાર્થ હોવાથી આગ બુઝાવવામાં ફાયરના લાશ્કરોને તકલીફ પડી હતી. ભારે મહેનત બાદ આગ (Fire) પર કાબુ મેળવી શકાયો હતો.
ફાયર ઓફિસર ક્રિષ્ણા મોઢના જણાવ્યા મુજબ ફેક્ટરીમાં યાર્નનો ખૂબ મોટો જથ્થો હતો. તેના લીધે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. સવારે આગ લાગી હતી. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કારીગરો હતા, તે બધા બહાર ભાગી ગયા હતા. કોઈ જાનહાનિ થઈ નથી. માનદરવાજા અને મજૂરાના બંબા ઓછા પડતા ભેસ્તાન અને ડીંડોલીથી પણ બંબા મંગાવવામાં આવ્યા હતા. આગ બુઝાવ્યા બાદ પણ લાંબા સમય સુધી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. આગ લાગવાના લીધે ફેક્ટરીમાં મુકવામાં આવેલો કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાક થયો છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અવારનવાર કાપડના કારખાનાઓમાં આગ લાગવાની ઘટના બનતી રહે છે. કાપડના કારખાના અને મિલોમાં પેટ્રોલિયમ પદાર્થમાંથી બનતા યાર્નનો ઉપયોગ થતો હોવાથી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બનતો હોય છે.
સુરતના ઉધનામાં યાર્નની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી#ગુજરાતમિત્ર #Surat #YarnFacotry #Fire https://t.co/iVlxDPkZiQ pic.twitter.com/o1RcObR71W
— Gujaratmitra (@Gujaratmitr) August 18, 2022
થોડા દિવસ પહેલાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી
ગઈ તા. 10 ઓગસ્ટના રોજ પરવટ પાટિયા વિસ્તારના વનમાળી જંકશન નજીર કિષ્ના પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે 4:30 વાગ્યે એક કેમિકલના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. ફાયર વિભાગને કોલ મળતા જ 7 ફાયર સ્ટેશનની 13 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ એટલી ભંયકર હતી કે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયરના અધિકારીઓ પાસે મળતી માહિતી અનુસાર લગભગ 6 કલાકથી ફાયરના જવાનો દ્વારા આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.