Sports

KKR સામે CSKની ઇનિંગમાં ઉતાર-ચઢાવ, CSK એ KKRને જીતવા 193 રનનો ટાર્ગેટ આપ્યો

ચેન્નાઈમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 22મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહીછે. ટોસ જીત્યા બાદ, KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, તેથી CSK પહેલા બેટિંગ કરી રહ્યું છે. હાલમાં, CSK મેચમાં મજબૂત દેખાઈ રહ્યું છે, પરંતુ ટીમને આંચકાનો સામનો કરવો પડ્યો છે. મેચ દરમિયાન, CSKની અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે. KKRના બોલર કાર્તિક ત્યાગીએ ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કરીને મહત્વપૂર્ણ વિકેટ લીધી, જે ટીમ માટે મોટો ફટકો માનવામાં આવે છે. આજની મેચમાં મોટા સમાચાર એ છે કે એમએસ ધોની ફરી એકવાર રમતમાંથી ગેરહાજર છે, જેના કારણે ચાહકોમાં નિરાશા થયા છે અને એમ એસ ધોનીની ગેરહાજરીને મિસ કરી રહ્યા છે. જોકે, આજની મેચમાં બ્રેવિસને ટીમમાં તક આપવામાં આવી છે.

આ મેચ CSK માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ટીમને આ સિઝનમાં સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે. જો કે, પાછલી મેચમાં, સંજુ સેમસનની શાનદાર સદી અને બોલરોના મજબૂત પ્રદર્શનને કારણે ટીમે વાપસી કરી. ખાસ કરીને ચેન્નાઈએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર નવી પિચ રણનીતિ અપનાવી છે, જેમાં સ્પિન કરતાં ઝડપી બોલરોને વધુ પસંદ કરવામાં આવ્યા છે. બીજી બાજુ, KKR આ સિઝનમાં એક પણ મેચ જીતી શક્યું નથી. ટીમના કેપ્ટન રહાણેના નેતૃત્વમાં, ખેલાડીઓ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ તેને જીતમાં રૂપાંતરિત કરવામાં અસમર્થ છે. બેટિંગમાં, કેમેરોન ગ્રીન અને અન્ય ખેલાડીઓએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. બોલિંગમાં ઈજાની સમસ્યાઓ સાથે, આ મેચ બંને ટીમો માટે ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. હવે જોવાનું એ રહે છે કે CSK મજબૂત સ્કોર બનાવશે કે KKR અંતિમ ઓવરોમાં વાપસી કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સે KKRને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો છે.

Most Popular

To Top