Bodeli

નવ નિર્મિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપની ચાર સીટો બિનહરીફ થવાની સંભાવના

બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે નવનિર્માણ થયેલી નગરપાલિકામાં હાલ ચૂંટણીને લઇ અનેક તર્ક વિતર્ક સામે આવી છે. જ્યારે આ ચૂંટણીમાં 83 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી 10 ફોર્મ રદ થયા છે , 73 ઉમેદવારો મેદાનમાં છે
બોડેલી નગરપાલિકાની 28 બેઠક પર 73 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ થશે, જ્યારે બોડેલી નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ગંગાબેન રાઠવા બિનહરીફની સંભાવનાઓ છે એવું જાણવા મળ્યું છે, વોર્ડ નંબર પાંચ માં મૈત્રી શાહ બિનહરીફ થયા હોવાની સંભાવનાઓ છે, અને રાધિકા મોરે પણ વોર્ડ નંબર પાંચમાં બિન હરીફ થાય એવી સંભાવનાઓ છે અને વોર્ડ નંબર સાતમાં સલમાબાનુ મન્સૂરી બિનહરિફ થાય એવી સંભાવનાઓ જોવા મળી રહી છે આમ આ ચાર લોકો બિનહરીફ થવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. પરંતુ સ્પષ્ટ ચિત્ર 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સામે આવશે

Most Popular

To Top