Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર : આજે મુખ્યમંત્રી(Chief Minister) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ગાંધીનગરમાં તેમના સત્તાવાર નિવાસ્થાને રક્ષાબંધનની (Raksha bandhan) ઉજવણી કરી હતી. આજે રક્ષા બંધન પર્વ અવસરે સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી નિવાસસ્થાને કરાઈ હતી ઉજવણી

આજે રક્ષા બંધનના પવિત્ર અવસરે સવારથી જ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલને રક્ષા બંધન કરવા અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનોનો વિશાળ સમૂહ આવી રહ્યો છે.

મુખ્યમંત્રીએ કરી મંગલ કામના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમા ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સૌ બહેનોની શુભેચ્છાઓ હ્દયપૂર્વક સ્વીકારી હતી. રાજ્યમંત્રી નિમિષા બહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી.

To Top