SURAT

વરાછાનો કરિયાણાનો વેપારી લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો

સુરત : વરાછાના (Varacha) ત્રિકમનગરમાં રહેતા કરિયાણાનો વેપારી (merchant) લૂંટેરી દુલ્હનનો ( Robber Bride) શિકાર(hunting)બન્યો છે. આ વેપારીએ મહારાષ્ટ્રની ભીવંડીમાં ( Bhiwandi) રહેતી યુવતી સાથે લગ્ન કર્યા હતા, આ યુવતીએ તેના માતા-પિતા અને ઘરના અન્ય સભ્યો માટે વેપારી પાસેથી 2.11 લાખ લઇ લીધા હતા. બાદમાં લગ્ન કર્યાના 13 દિવસ પછી આ યુવતી પિયરમાં પગફેરાની વિધી કરવા માટે ગઇ હતી, વેપારી પરિવાર યુવતીને તેડવા માટે ગયો ત્યારે તેણીનું ઘર બંધ હતુ..

ગુજરાતીઓને વધુ ટાર્ગેટ કરે છે આ ગેંગ
પાડોશીઓને પુછતાં તેઓએ કહ્યું કે, આ તો લૂંટેરી દુલ્હન ગેંગ છે અને ગુજરાતીઓને વધારે ફસાવે છે. પોતે પણ ઠગાઇનો ભોગ બન્યા હોય વેપારીએ સુરતના વરાછા પોલીસે દલાલ સહિત છની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વરાછા ત્રિકમનગર રાધાક્રિષ્ણા મંદિરની બાજુમાં પરમ હંસ સોસાયટીમાં રહેતા અને કરિયાણાનો વેપાર કરતા ગૌતમ કિશોરભાઇ ધનેશાની દુકાને વેલંજાની રંગોલી ચોકડી નજીક રહેતો દિનશ આહીર વારંવાર આવતો હતો. આ દરમિયાન ગૌતમે દિનેશને પોતાના લગ્ન વિશેની વાત કરી હતી. ત્યારે દિનેશે ગૌતમને વલસાડના ડુંગરીમાં રહેતા અને લગ્ન કરાવી આપવાનું કામ કરતા દલાલ રસીક ભીમલેશભાઇ રામાણી સાથે મુલાકાત કરાવી હતી. રસીક સુરત આવ્યો અને તે ગૌતમને મળ્યો હતો ત્યારે રસીકે મહારાષ્ટ્રના ભીવંડી પાસે જરીમરી મંદિર નજીક રહેતી સોની ઉર્ફે રોહિણી ઉર્ફે નયના ગુરૂરાજ શિંદેનો ફોટો બતાવીને કહ્યું કે, આ મારા સગા માસીજીની છોકરી છે, તમને પસંદ આવે તો આગળ વાત કરું. ગૌતમે રૂ.2.11 લાખ આપવાનું નક્કી કરીને વલસાડમાં કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું.

પગફેરાની રસમ કરવા માતા દુલ્હનને લઇ ગઈ હતી
લગ્ન કર્યાના 13 દિવસ બાદ નયનાની માતા તેને તેડવા માટે આવી હતી અને કહ્યું કે, અમારે પગફેરાની વિધી કરવાની છે, તમે અઠવાડિયા પછી મારી પુત્રીને તેડી જજો. બાદમાં ગૌતમ અને તેનો પરિવાર ભીવંડી સોનીને તેડવા માટે ગયો ત્યારે સોની, તેની માતા સંગીતા, તેના પિતા ગુરૂરાજ, દલાલ રસીક રામાણી અને દિનેશ આહીર તમામના મોબાઇલ બંધ આવતા હતા. ગૌતમે સોનાની ઘરે જઇને તપાસ કરી ત્યારે ત્યાં પાડોશીઓએ કહ્યું કે, અહીં રહેતા તમામ લોકો લગ્નના નામે છોકરાઓ સાથે છેતરપીંડિથી રૂપિયા પડાવી લે છે, અને આ એક પ્રકારની ગેંગ છે જે ખાસ કરીને ગુજરાતી છોકરાઓને લગ્ન કરવાના નામે રૂપિયા મેળવી ઠગાઇ કરે છે. આ બાબતે ગૌતમે સુરત આવીને વરાછા પોલીસને ફરિયાદ આપતા પોલીસે દિનેશ આહીર સહિત લૂંટેરી ગેંગના છ સભ્યોની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લગ્નનો ઘટનાક્રમ

  • તા. 04-07-2022એ લગ્ન કરવા વલસાડ ગયા, પરંતુ ત્યાં વિધી પ્રમાણે લગ્ન થયા નહીં
  • તા. 04-07-2022એ સુરતમાં હિન્દુ વિધી પ્રમાણે લગ્ન કર્યા
  • તા. 18-07-2022એ સોનીને તેની માતા સંગીતા પગફેરાની વિધી માટે લઇ ગયા
  • તા. 25-07-2022એ ગૌતમ સોનીને લેવા માટે ભીવંડી ગયો ત્યારે તમામના મોબાઇલ બંધ આવ્યા

ગૌતમભાઇની પાસેથી ક્યારે અને કેટલા રૂપિયા પડાવ્યા..?
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જ્યારે લગ્નની વાત નક્કી થઇ ત્યારબાદ તેઓ તા. 4 જૂલાઇના રોજ વલસાડ રસીકભાઇ રામાણીના ઘરે ગયા હતા. ત્યાં રૂા. 1.50 લાખ રોકડા આપી દેવાયા હતા, બાદમાં લગ્ન નહીં થતા બીજા દિવસે સુરતમાં આવીને લગ્ન કર્યા ત્યારે બાકીના રૂા.61 હજાર પણ સંગીતા શિંદેને રોકડા આપી દેવાયા હતા. આ દરમિયાન ગૌતમભાઇએ લગ્ન માટે રસીકભાઇ અને દિનેશ આહીરને 8 હજાર દલાલી પેટે આપ્યા હતા. લગ્ન સમયે ગૌતમે સોનીને રૂા.5200ના સોના-ચાંદીના દાગીના લઇ આપ્યા હતા. આ ઉપરાંત જ્યારે સોની પગફેરાની વિધી કરવા માટે ગઇ ત્યારે કપડા ખરીદવાનું કહીને સોનીએ વધારાના 15 હજાર મળી કુલ્લે રૂા.2.54 લાખ પડાવી લીધા હતા.

Most Popular

To Top