Business

લ્યો હવે મનપાના લિંબાયત ઝોનની ઓફીસમાં દારૂની મહેફીલનો વિડીયો વાયરલ થયો

સુરત: (Surat) સુરત મનપાની (Municipal Corporation) ઓફિસો અને ડેપોમાં કર્મચારીઓ દ્વારા દારૂની (Alcohol) મહેફીલ થતી હોવાના વિડિયો અવાર-નવાર જાહેર થતા રહે છે. આવા કર્મચારીઓની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે આમ છતા અમુક કર્મચારીઓની શાન ઠેકાણે આવતી નથી, આવુ જ લિંબાયત ઝોનની ઓફીસમાં ફરીવાર બન્યું છે. લિંબાયત ઝોનની વાયરલેસ કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ દારૂની મહેફીલ માણતા હોવાનો વિડિયો સોશીયલ મીડીયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.

વિડિયોમાં મનપાના ચોથા વર્ગના કર્મચારીનો ગણવેશ પહેરેલા કર્મચારી સહીત બે વ્યકિત પીધેલી હાલતમાં દેખાય છે. ઉપરાંત અન્ય પણ બેથી ત્રણ વ્યકિતઓ ત્યા હોવાનું જણાય છે. તેમજ વિડીયો ઉતારનાર કર્મચારીઓને ‘રોડ વિભાગમાં છો તો શુ થયુ ? આરોગ્યવાળાને હેરાન કર્યા તો જોઇ લઇશ.. તેવુ કંઇ ચિમકી આપતા સંભળાય છે. તેથી કર્મચારીઓ વચ્ચે અંદર અંદરની તકરારમાં જ આ વિડીયો બનીને જાહેર થયો હોવાનું લાગી રહયું છે. જો કે આ કર્મચારીઓની ઓળખ થઇ નથી, પરંતુ જગ્યા લિંબાયત ઝોનના વાયરલેસ-ઇમરજન્સી વિભાગનો કંટ્રોલ રૂમ હોવાનું માલુમ પડી રહયું છે, તેથી મધ્યસ્થ મહેકમ વિભાગે લિંબાયત ઝોનના અઘિકારીઓને તપાસ કરીને તાકીદે રીપોર્ટ કરવા જણાવી દીધુ છે. તેવુ ડેપ્યુટી કમિસશનર કમલેશ નાયકે જણાવ્યું હતું.

Most Popular

To Top