National

બિહારમાં નવી સરકારનો ફ્લોર ટેસ્ટ 24 ઓગસ્ટે થશે

બિહારમાં (Bihar) રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બિહાર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે નીતિશ કુમારની (Nitish Kumar) આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારનો ફ્લોર ટેસ્ટ (Floor Test) 24 ઓગસ્ટે યોજાશે. બિહાર વિધાનસભાનું વિશેષ સત્ર 24 ઓગસ્ટે બોલાવવામાં આવશે. સત્તાધારી પક્ષના તમામ સાતેય પક્ષોએ વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમાર સિન્હા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો છે. મહાગઠબંધનના ઘટક પક્ષો પાસે વિધાનસભામાં કુલ 164 સભ્યો છે જ્યારે ભાજપ (BJP) પાસે 77 ધારાસભ્યો છે. બીજી તરફ વિજય સિન્હાએ કહ્યું કે નિયમો અનુસાર વિધાનસભામાં બહુમતીથી પસાર કરાયેલા ઠરાવ દ્વારા અધ્યક્ષને પદ પરથી હટાવી શકાય છે.

બિહાર વિધાનસભાના અધ્યક્ષ વિજય કૃષ્ણ સિન્હાએ તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મોટું નિવેદન આપ્યું છે. બિહાર વિધાનસભાના સ્પીકર વિજય કૃષ્ણ સિન્હાએ તેમની સામેના અવિશ્વાસ પ્રસ્તાવ વિશે કહ્યું છે કે જ્યાં સુધી હું આ પદ પર છું ત્યાં સુધી હું બહાર નિવેદન નહીં આપીશ. સ્પીકરે કહ્યું કે મુખ્યમંત્રીએ અમને પત્ર મોકલીને વિધાનસભા સત્ર બોલાવવા કહ્યું છે. સેક્રેટરી પાસે આ અંગેની તમામ માહિતી છે. એકવાર અમને ફાઇલ મળી જશે પછી અમને વધુ માહિતી મળશે. બિહાર વિધાનસભાનું વિશેષ સત્ર 24 ઓગસ્ટે બોલાવવામાં આવશે. વિજય સિન્હાએ કહ્યું કે નિયમો અનુસાર વિધાનસભાની બહુમતીથી પસાર કરાયેલા ઠરાવ દ્વારા અધ્યક્ષને પદ પરથી હટાવી શકાય છે. મહાગઠબંધન પાસે વિધાનસભામાં કુલ 164 સભ્યો છે. બીજી તરફ ભાજપ પાસે 77 ધારાસભ્યો છે.

બિહારમાં સીએમ નીતીશ કુમાર ભાજપ છોડીને આરજેડીમાં જોડાયા બાદ અહીં રાજકીય ઉથલપુથલ શરૂ થઈ. બુધવારે નીતિશ કુમારે સીએમ તરીકે અને આરજેડી નેતા તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. નીતીશ કુમારે બુધવારે રેકોર્ડ આઠમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે જ બિહાર વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમાર સિન્હાને હટાવવાની માગણીએ જોર પકડ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને અન્ય પક્ષોના ધારાસભ્યોએ બિહાર વિધાનસભા અધ્યક્ષને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. સત્તાધારી પક્ષના તમામ સાતેય પક્ષોએ વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમાર સિન્હા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો છે. બુધવારે આ પક્ષોના નેતાઓએ વિધાનસભા સચિવને સંયુક્ત પત્ર સુપરત કર્યો હતો. તેમણે આ અંગે રાજ્યપાલને પત્ર પણ મોકલ્યો છે.

આરજેડી ધારાસભ્ય વીરેન્દ્રએ કહ્યું કે આરજેડી, જેડીયુ, કોંગ્રેસ, એમએલ, સીપીઆઈ, સીપીએમ અને એચએએમએ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે ભાજપ સરકારમાં નથી અને NDAએ ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે તો સિન્હા માટે વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચાલુ રહે તે યોગ્ય નથી.

Most Popular

To Top