National

50 લોકોને લઈ જતી બોટ યમુના નદીમાં પલટી, 4 ના મોત, 20થી વધુ લોકોની ડૂબવાની આશંકા

બાંદાઃ (Banda) ઉત્તર પ્રદેશના (UP) બાંદામાં એક મોટી દુર્ઘટના (Accident) ઘટી છે. બાંદાના મરકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીમાં (Yamuna River) બોટમાં (Boat) સવાર લગભગ 50 લોકો ડૂબી ગયા (Drowned) છે. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં 4 મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ પ્રશાસન સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. મરકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદી પાર કરીને એક બોટમાં 50 લોકો કૌહાન અને યશોહર જઈ રહ્યા હતા. જોરદાર કરંટના કારણે તેમની બોટ અચાનક ખાડીમાં ફસાઈ ગઈ અને ડૂબી ગઈ હતી. અહીં બચાવ કાર્ય જારી છે.

  • યમુના નદી પાર કરીને એક બોટમાં 50 લોકો કૌહાન અને યશોહર જઈ રહ્યા હતા
  • હથની કુંડ બેરેજમાંથી છોડવામાં આવતા પાણીના વધુ પડતા પ્રવાહને કારણે લોકોને બચાવવા તેમજ મૃતદેહને બહાર કાઢવા મુશ્કેલ
  • મોટા પ્રમાણમાં ડાઇવર્સ, બોટ વગેરેની મદદથી બચાવ કાર્ય ચાલી રહ્યું છે
  • સીએમ યોગીએ દુર્ઘટનામાં જાનહાનિ બદલ શોક વ્યક્ત કરતાં તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

રક્ષાબંધનના દિવસે ગુરુવારે ફતેહપુરથી મરકા તરફ આવી રહેલી મુસાફરોથી ભરેલી બોટ થાણા મરકા વિસ્તારમાં યમુના નદીમાં પલટી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિક્ષક બાંદા અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. મોટા પ્રમાણમાં ડાઇવર્સ, બોટ વગેરેની મદદથી બચાવ કાર્ય ચાલી રહ્યું છે. લોકોને સુરક્ષિત રીતે બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે બચાવ કાર્યમાં મુશ્કેલી નડી રહી છે. અહીં હથની કુંડ બેરેજમાંથી છોડવામાં આવતા પાણીના વધુ પડતા પ્રવાહને કારણે લોકોને બચાવવા તેમજ મૃતદેહને બહાર કાઢવા મુશ્કેલ છે. સ્ટેશન ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર 4 મૃતદેહો મળી આવ્યા છે.

મુખ્યમંત્રીએ રાહત અને બચાવ કાર્ય માટે જિલ્લા પ્રશાસનને સૂચના આપી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાંદામાં યમુના નદીમાં બોટ દુર્ઘટનાના સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. દુર્ઘટનામાં જાનહાનિ બદલ શોક વ્યક્ત કરતાં તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા મેજિસ્ટ્રેટ, ડીઆઈજી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે જવાનો નિર્દેશ આપ્યો હતો.

Most Popular

To Top