Business

સસ્તી થઈ શકે છે હવાઈ મુસાફરી, ભાડુ હવે એરલાઈન્સ કંપનીઓ નક્કી કરશે

નવી દિલ્હી: (New Delhi) એરલાઈન્સના (Airlines) ભાડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી હવાઈ ભાડા (Air Fare) માટે પ્રાઇસ બેન્ડને (Price Band) દૂર કરવાની એરલાઈન્સ કંપનીઓની માંગ પર સરકાર દ્વારા વિચાર કરાયો છે. કોરોના મહામારી દરમિયાન લાદવામાં આવેલા એર ફેર બેન્ડને સરકાર સંપૂર્ણપણે હટાવવા જઈ રહી છે. હવે એરલાઇન્સ ઘરેલુ હવાઈ મુસાફરીનુ ભાડું નક્કી કરવા માટે સ્વતંત્ર હશે. એટલેકે મુસાફરો પાસેથી ટિકિટના કેટલા રૂપિયા વસૂલવા તે એરલાઈન્સ નક્કી કરી શકશે. આ નવો નિયમ આગામી 31 ઓગસ્ટથી અમલમાં આવશે. આ નવા નિયમથી એરલાઈન્સની સાથે મુસાફરોને પણ રાહત મળી શકે છે. મુસાફરોને આકર્ષવા માટે એરલાઇન્સ કંપની વિમાનની ટિકિટના દરમાં ડિસ્કાઉન્ટ આપી શકે છે.

  • હવે એરલાઇન્સ ઘરેલુ હવાઈ મુસાફરીનુ ભાડું નક્કી કરવા માટે સ્વતંત્ર હશે
  • નવો નિયમ આગામી 31 ઓગસ્ટથી અમલમાં આવશે
  • હવાઈ ભાડા માટે પ્રાઇસ બેન્ડને દૂર કરવાની એરલાઈન્સ કંપનીઓની માંગ પર સરકાર દ્વારા વિચાર કરાયો

કોરોનાને કારણે મહત્તમ અને લઘુત્તમ ભાડાની મર્યાદા લગભગ 27 મહિના પહેલા નક્કી કરવામાં આવી હતી. હવાઈ ​​મુસાફરી પરના નિયંત્રણો હળવા થવાથી ઉભી થયેલી માંગને કારણે ટિકિટના ભાવમાં વધારાને રોકવા માટે ફ્લાઇટના સમયગાળાના આધારે લઘુત્તમ અને મહત્તમ બેન્ડ લાદીને ભાડાનું નિયમન કરવામાં આવ્યું હતું. લઘુત્તમ ભાડાની ટોચમર્યાદા લાદીવાના કારણે સ્પર્ધાત્મક દરોનો લાભ મળ્યો નથી. હાલ એરલાઇન્સ પંદર દિવસ પછી જ ટિકિટના દર સસ્તા બનાવે છે પરંતુ હવે સરકાર તરફથી આ પ્રાઇસ બેન્ડ હટાવ્યા બાદ એરલાઇન્સ ગમે ત્યારે સસ્તી ટિકિટ ઓફર કરી શકે છે. સરકાર તરફથી પ્રાઇસ બેન્ડ હટાવ્યા બાદ 15 દિવસની સમય મર્યાદામાંથી બહાર નિકળી એરલાઇન્સ ગમે ત્યારે સસ્તી ટિકિટ ઓફર કરી શકે છે.

વિમાન ભાડામાં ઓછામાં ઓછું અને વધુમાં વધુ હવાઈ ​​ભાડુ વસુલવાની મર્યાદા દૂર કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંગે ટ્વીટ કર્યું હતું કે હવાઈ ભાડાની મર્યાદાને દૂર કરવાનો નિર્ણય દૈનિક માંગ અને એર ટર્બાઈન ઈંધણના ભાવોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યા પછી લેવામાં આવ્યો છે. તેમણે આશા વ્યક્ત કર્યો કે આ પગલું સ્થાનિક ટ્રાફિકમાં વધારો કરવા માટે મહત્વનો સાબિત થશે. કારણકે કોરોના દરમિયાન ઉડ્ડયન ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. હવે એરલાઇન્સ સ્થાનિક હવાઈ ભાડા માટે પ્રાઇસ બેન્ડને દૂર કરવાની માંગ કરી રહી છે.

Most Popular

To Top