National

PM મોદીએ વારાણસીમાં ગંગા આરતી અને કાલભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હી: સોમવારે લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) ચોથા તબક્કાઓ પૂર્ણ થયાની સાથે જ બાકીના ત્રણ તબક્કા માટે રાજકીય પક્ષોએ બાકીના ત્રણ તબક્કાઓ માટે પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે પોતાની પાર્ટીના પ્રચાર માટે વડાપ્રધાન મોદી ગઇ કાલે મુઝફ્ફરપુર પહોંચ્યા હતા. મુઝફ્ફરપુરના પ્રવાસ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ત્રીજી વખત વારાણસીથી (Varanasi) ઉમેદવારી (Nomination) નોંધાવી હતી.

સતત ત્રીજી વાર વારાણસી લોકસભા બેઠકના ઉમેદવાર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઉમેદવારી નોંધાવવા પહેલા ગંગા આરતી કરી હતી, તેમજ તેઓએ કાલભૈરવના દર્શન કર્યા હતા. ત્યાર બાદ PM મોદીએ વારાણસીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

વારાણસીમાં કાલભૈરવના દર્શન કર્યા બાદ પીએમ મોદી વારાણસીમાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમજ તેમની ઉમેદવારી નોંધાવવાની ક્ષણના સાક્ષી બનવા માટે અમિત શાહ, રાજનાથ સિંહ, ચિરાગ પાસવાન, રામદાસ આઠવલે, અમિત શાહ, જયંત ચૌધરી, ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ, અનુપ્રિયા પટેલ, પ્રફુલ પટેલ, ચંદ્રબાબુ નાયડુ, એકનાથ શિંદે, હરદીપ પુરી, પવન કલ્યાણ પણ કલેક્ટર કચેરીએ પહોંચવાના હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઉમેદ્વારી નોંધાવવા પહેલા ઉત્તર પ્રદેશના કાલભૈરવ મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ અહીં વડાપ્રધાને મહાકાલની આરતી પણ કરી હતી. મહાકાલની આરતી બાદ તેઓ ઉમેદવારી નોંધાવવા વારાણસીમાં કલેક્ટર કચેરી માટે રવાના થયા હતા. જ્યાં રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના CM આદિત્યનાથ સહિત ઘણા નેતાઓ તેમની રાહ જોઇ રહ્યા હતા.

સૌ પ્રથમ પીએમ મોદી ઉમેદવારી નોંધાવવા માટે આજે 14 મેના રોજ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. અહીં વેંકટરામન ઘનપાઠીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ PM મોદીએ ગંગા ઘાટ ઉપર ગંગા આરતી કરી હતી. વડાપ્રધાન 1 કલાક સુધી અહીં ઘાટ પર જ રહ્યા હતા.

વારાણસીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. જેને ધ્યાનમાં રાખીને ગોદૌલિયા ચોકમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી વર્તમાન સાંસદ અને વારાણસીથી ઉમેદવાર છે. ત્યારે કોંગ્રેસે વારાણસીથી યુપી પાર્ટીના અધ્યક્ષ અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે.

આ સર્વાર્થ યોગમાં પીએમ મોદીનું નામાંકન દાખલ થશે
ગંગા નદીની ઉત્પત્તિ તિથિ હોવાથી વૈશાખ શુક્લ સપ્તમી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે નક્ષત્રરાજ પુષ્ય સાથે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનો પણ સંયોગ છે. કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના મતે બંને યોગ કાર્ય સિદ્ધિ માટે વિશેષ શુભ માનવામાં આવે છે.

કાશી વિદ્વત પરિષદના સંગઠન મંત્રી પ્રો. વિનય પાંડેના જણાવ્યા અનુસાર, કાશીમાં દશાશ્વમેધ ઘાટ પર ગંગાસપ્તમીના દિવસે કરવામાં આવેલું સ્નાન અને પૂજા ઇચ્છિત સિદ્ધિ પ્રદાન કરે છે. ગંગાને જોવા, સ્પર્શ, સ્મરણ અને માત્ર ગંગા ગંગેતી નામનું ઉચ્ચારણ પણ સમાન પરિણામો આપે છે.

પીએમ મોદીનું શીડ્યૂલ:

  • વડાપ્રધાન મોદી વારાણસીના BLW ગેસ્ટ હાઉસથી સવારે 8:45 વાગ્યે રવાના થયા હતા.
  • PM મોદી સવારે 9:05 વાગ્યે દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા.
  • સવારે 9:10 થી 9:15 સુધી પીએમ મોદી દશાશ્વમેધ ઘાટ પર ગંગા પૂજા કરી હતી.
  • સવારે 9:15 થી 10 વાગ્યા સુધી પીએમ મોદીએ દશાશ્વમેધ ઘાટથી ક્રુઝમાં સવાર થઇ 3 ઇન્ટરવ્યુ આપ્યા હતા.
  • પીએમ મોદી ક્રુઝથી રવાના થયા હતા. જ્યાંથી તે- સવારે 10 વાગ્યે નમો ઘાટ પહોંચ્યા હતા. તેમજ રોડ માર્ગે કાલભૈરવ મંદિર ગયા હતા.
  • સવારે 10:15 વાગ્યે કાલ ભૈરવ મંદિર પહોંચ્યા પછી, PM મોદી સવારે 10:30 સુધી પૂજા કરી હતી.
  • PM મોદી સવારે 10:30 વાગ્યે કાલ ભૈરવ મંદિરથી નીકળી અને 11:45 વાગ્યે વારાણસી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.
  • ત્યાર બાદ PM મોદીએ બપોરે 12 વાગ્યાની આસપાસ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

Most Popular

To Top