Vadodara

યુનિ.ના વિદ્યાર્થી સંગઠનો પડતર માંગણીઓ સાથે હેડ ઓફિસ ખાતે હંગામો મચાવ્યો

વડોદરા : વડોદરાની વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો એક સાથે પોતાની કેટલીક પડતર માંગણીઓ સાથે હેડ ઓફિસ ખાતે પહોંચી જઇ હંગામો મચાવ્યો હતો.ત્યારબાદ સૂત્રોચાર કરી રજૂઆત કરી હતી  વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારની તકલીફોને લઈ વારંવાર માગણીઓ કરી રહ્યા છે. પરંતુ હવે આ વખતે દરેક વિદ્યાર્થી સંગઠનો એ એક સાથે એક સૂરમાં પોતાની માંગણીઓ સાથે વીસી ઓફિસ પહોંચવાની નક્કી કરી અને રજૂઆત કરવાનું ઠીક સમજ્યું ત્યારે મોટી સંખ્યામાં અલગ અલગ વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચે સૂત્રોચાર કર્યા હતા.

અને હેડ ઓફિસ ની બહાર આવેલ.છત પર ચડી ગયા હતા અને ભારે સૂત્રો ચાર કરી ઉગ્ર દેખાવો કરી ધકકામુકી કરી મુક્ત મામલો.ગરમાયો હતો .જ્યાં યુનિવર્સિટી ની વિજિલન્સ ની ટીમ સાથે ઘર્ષણ થયું હતું.અલગ અલગશ જ્યારથી સંગઠન જેવા કે એએસયુ ગ્રુપ ક્રિષ્ના ગ્રુપ રોયલ ક્લબ એ એસ જી એસ ગ્રુપ સૌ સાથે મળી કોમર્સ ફેકલ્ટી ની ફી માં ઇન્સ્ટોલમેન્ટ,આર્ટ્સ ફેકલ્ટીના બિલ્ડીંગ નું સમારકામ,dn હોલ પાસેના બ્રિજની માંગ સાથે રજૂઆતો કરવા માટે પહોંચ્યા હતા.ત્યારે યુનિવર્સિટીના પી.આર.એ વિદ્યાર્થીઓની પાસે બહાર આવી તેમની માંગ સાંભળવાની વાત મૂકી પરંતુ વિદ્યાર્થીઓએ વારંવાર કરેલી રજૂઆતો છતાં પરિણામ નહીં આવતા આ વખતે એક સૂરમાં યુનિવર્સિટીના બીસી સાથે મુલાકાત ની વાત કરી હતી ત્યારે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની સિક્યુરિટી વચ્ચે ધક્કા મૂકીના દ્રશ્યો પણ સર્જાયા હતા.આમ યુનિવર્સિટી માં છાસવારે ઉદભવી રહેલી અનેક સમસ્યાઓ ના નિરાકરણ લાવવા માટે હવે વિદ્યાર્થી સંગઠનો યુનિવર્સિટી સત્તાધીશો સામે લડાયક મૂડ માં આવી ગયા છે.

યુનિ.ના વાઈસ ચાન્સેલર વિદ્યાર્થી સંગઠનોની બેઠક બોલાવી
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જ્યારે વિવિધ મુદ્દાઓને લઈને તર્ક-વિતરકો અને આવેદનોની હરોળ જામતી હોય છે ત્યારે આગામી સમયમાં નેક કમિટી કે જે યુનિવર્સિટી નું મૂલ્યાંકન કરતી હોય છે સાથે જ યુનિવર્સિટી કયા સ્તરે છે કે કયા સ્તરે હોવી જોઈએ તે નેક કમિટી નક્કી કરતી હોય છે ત્યારે આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા પહેલીવાર વિવિધ વિદ્યાર્થી સંગઠનોના મુખ્ય વિદ્યાર્થી નેતાઓની બેઠક બોલાવી હતી અને નેક કમિટી જ્યારે યુનિવર્સિટીમાં આવનાર છે ત્યારે તેમને સાથ સહકાર આપવા માટે સમજાવવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે વિદ્યાર્થી સંગઠનો કાયમ વિદ્યાર્થી ઓની હિત માટેની માંગણીઓને લઈ યુનિવર્સિટી સત્તાધીશો સામે જજુમતા જોવા મળે છે ત્યારે હવે આ બેઠક પછી તે લોકો યુનિવર્સિટીને સાથ સહકાર આપે છે કે નહીં તે જોવાનું રહ્યું. સાથે જ આ બેઠકમાં વાઈસ સેન્સરર વિદ્યાર્થીઓની વાત સાંભળીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું

Most Popular

To Top