આણંદ: આણંદ (Anand) જિલ્લામાં ગુરુવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની (triple accident) ઘટના સામે આવી હતી. કાર,બાઈક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોના...
સુરત (Surat) : વરાછામાં હીરાના કારખાનામાં (Diamond Factory) કામ કરતી યુવતીને સાથી કર્મચારીએ જ લગ્નની લાલચ આપીને પ્રાઇવેટ ઓફિસ તેમજ કામરેજની ઓયો...
સુરત(Surat) : ખટોદરામાં રહેતા એક આધેડ મિત્રોની (Friends) સાથે ગુરુવારે વરિયાવ ઓવારા પાસે નાહવા માટે ગયા હતા. અહીં તેઓ પાણીમાં પડ્યા ત્યારે...
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા જ 2 હજાર જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ સાથે દિલ્હીમાં કારતુસ સપ્લાય કરનારા...
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસથી ઈન્સ્ટાગ્રામ પર ઉર્વશી રાઉતેલા (Urvashi Rautela) અને ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant) વચ્ચે પોસ્ટ (Post) દ્વારા યુદ્ધ (War)...
નવી દિલ્હી: દેશના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, એમપી જેવા રાજ્યોમાં વરસાદને કારણે પરીસ્થિતિ બગડી ગઈ છે....
અમેરિકા તો શોઘાયેલો દેશ છે જ્યાં અલગ અલગ દેશમાંથી આર્થિક પ્રગતિ માટે સ્થળાંતરીત થયેલ લોકો સ્થાયી થયેલા છે અને તેઓ અલગ અલગ...
હમણાં એક શેરબ્રોકરે આપઘાત કર્યો અને એ આપઘાતનું કારણ વ્યાજખોરો ગણાવાયા. દેખીતી રીતે જોતાં આમાં નાણાં ધીરનારને જ અપરાધી ઠરાવવામાં આવે છે,...
દેશ જે દિવસે “આઝાદ” થયો ત્યારે પહેલી “સહી” “ભાવનગરના મહારાજા”એ કરી. ગાંધીજી પણ એક “ક્ષણ” માટે “સ્તબ્ધ” થઈ ગયેલા. “૧૮૦૦ પાદર –...
એક ભિખારી ભગવાનનો પરમ ભક્ત હતો. તે ઘરે ઘરે ફરીને રોટલી માંગીને ખાતો, પણ પોતાની આવી પરિસ્થિતિનું તેને કોઈ દુઃખ ન હતું....
જમ્મુ-કાશ્મીર: કાશ્મીરમાં (Kashmir) બિન-કાશ્મીરીઓની હત્યાની (Kill) ઘટના યથાવત છે. શુક્રવારે વહેલી સવારે બાંદીપોરામાં (Bandipora) બિહારના (Bihar) એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં...
ભારતીય રેલવે પેસેન્જર સેવાઓ માટે ઓછા ભાડાના માળખાને કારણે વરિષ્ઠ નાગરિકો સહિત તમામ મુસાફરો માટે સરેરાશ ખર્ચના ૫૦ ટકાથી વધુ ખર્ચ પહેલેથી...
અભિનંદન! સૌ દેશવાસીઓને! સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવામાં છે. કેટલાં નામી-અનામી લોકોનાં બલિદાનો પર આ સ્વતંત્રતા મળી હતી. મેઘાણીએ માટે જ લખ્યું...
સંસદને આ મહિને કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરો ભારતના મહત્ત્વાકાંક્ષી અંતરિક્ષયાત્રાના મિશન પરત્વેની ભૂમિ પરની જ કસોટી યાને કે...
હાલ છેલ્લા થોડાક સમયમાં જ બે ઘટનાઓ એવી બની ગઇ છે જેણે અવકાશમાં તરી રહેલા ઉપગ્રહો, રોકેટો વગેરેના કાટમાળ અંગે ચિંતા સેવી...
આજના સમયમાં કોઈ માલિક પોતાના નોકરને નામે આખી દુકાન કરી દે તેવું ભાગ્યે જ બને. પણ 1937માં ચૌટાબજારમાં કેખસરૂ દોરાબજી પાધડીવાલા નામના...
શ્રાવણમાં શ્રદ્ધળૂ ભગવાન શંકરની વિશેષ પૂજા અર્ચના કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા-આરાધના, જપ-તપ વિશેષરૂપે ફળદાયી હોય છે....
15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યાા છે. તેને લઈને આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત સમગ્ર...
15મી ઓગસ્ટનો દિવસ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ દિવસ હોય છે કારણકે આઝાદીનું પર્વ ઉજવાય છે. આ વખતે તો આ 75મો સ્વાતંત્ર્ય દિવસ...
નવી દિલ્હી : જો તમે ગયા મહિને સુપરમૂન (Supar moon )જોવાનું ચૂકી ગયા હોવ તો તમે તેને ગુરુવારે ફરી જોશો. 2022ના સૌથી...
ગાંધીનગર : ગુજરાત સરકાર હસ્તકની ગાંધીનગરની(Gandhinagar) કંપની ગુજરાત ઈન્ફોમેટિક્સ લિમિટેડની(Gujarat Informatics Limited) અંદર ખોટા વાઉચર તથા બિલો મૂકીને કંપની સાથે 38 કરોડની...
ગાંધીનગર : (Gandhinagar)ઔદ્યોગિક એકમોની (Industrial units)વધતી આ માંગને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશથી રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ(Skill Development) અને રોજગાર વિભાગ (Department Employment)દ્વારા ઓક્ટોબર-૨૦૨૧થી...
ગાંધીનગર : આજે મુખ્યમંત્રી(Chief Minister) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ગાંધીનગરમાં તેમના સત્તાવાર નિવાસ્થાને રક્ષાબંધનની (Raksha bandhan) ઉજવણી કરી હતી. આજે રક્ષા બંધન...
સુરત: સુરતના ઉમરા વિસ્તારમાં (Umra area) થોડા દિવસ પહેલા 6.61 લાખની ચોરી કરનાર બે આરોપીઓને પિસ્તોલ સાથે (with a pistol) ક્રાઈમ બ્રાંચે...
સુરત: (Surat) વરસાદના બીજા રાઉન્ડમાં પણ ઉકાઇ ડેમની ઉપરવાસમાં અનરાધાર વરસાદ વરસી રહયો છે, ત્યારે ઉકાઇ ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ...
સુરત: (Surat) સુરત મનપાની (Municipal Corporation) ઓફિસો અને ડેપોમાં કર્મચારીઓ દ્વારા દારૂની (Alcohol) મહેફીલ થતી હોવાના વિડિયો અવાર-નવાર જાહેર થતા રહે છે....
સુરત : વરાછાના (Varacha) ત્રિકમનગરમાં રહેતા કરિયાણાનો વેપારી (merchant) લૂંટેરી દુલ્હનનો ( Robber Bride) શિકાર(hunting)બન્યો છે. આ વેપારીએ મહારાષ્ટ્રની ભીવંડીમાં ( Bhiwandi)...
કાબુલ: (kabul) કાબુલમાં એક મદરેસામાં થયેલા આત્મઘાતી હુમલામાં (Suicide Attacks) ટોચના તાલિબાન (Taliban) કમાન્ડર રહીમુલ્લાહ હક્કાની (Rahimulla Hakkani) માર્યો ગયો છે. રહીમુલ્લાહ...
સુરત: મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં(Ukai Dam) પાણીની આવક સતત વધી રહી છે. ગુરૂવારે સાંજે ઉકાઈ...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી મેટ્રો ટ્રેનમાં (Metro Tain) લાગેલી કોન્ડોમની (Condom) જાહેરાતને લઈને હોબાળો મચ્યો છે. હોબાળાનું મુખ્ય કારણ એ છે...
હોર્મુઝની નાકાબંધી વૈશ્વિક અર્થતંત્રને વ્યાપક અસર કરી શકે છે
PSL મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ મોહસિન નકવી ના વિવાદિત નિવેદન બાદ યુ-ટર્ન, ભારત સામે ફરી ઝેર ઉગાળ્યું
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: ચાર મોરચા, ચાર નેતાઓ વચ્ચેનો જંગ કોણ જીતશે?
“હવે કોઈ કર્મચારી ઉપદ્રવ કરશે તો કડક કાર્યવાહી થશે” નોઇડા DM મેધા રૂપમની ચેતવણી બાદ તણાવગ્રસ્ત પરિસ્થિતિ
ન RSSનો બેકગ્રાઉન્ડ, ન BJPથી શરૂઆત માત્ર 8 વર્ષમાં સમ્રાટ ચૌધરી કેવી રીતે બન્યા બિહારના સૌથી શક્તિ શાળી નેતા?
વિજ્ઞાન કહે છે તે ધર્મ છે. પુસ્તકોમાં લખ્યું છે તેમ નહીં
2047નું ભારત કેવું હશે?
આજના કપરા સમયમાં જૈન અને જનસમાજને વિનંતી
પરીક્ષા – આશા, નિરાશા કે વાસ્તવિકતા?
IT કંપનીમાં વિવાદનો વિસ્ફોટ! TCSની HR નિદા ખાન સામે FIRથી ઉઠ્યા અનેક સવાલો
નીતીશથી “દોઢ પગલા પાછળ” રહેલા સમ્રાટ હવે CM!
પ્રથમ ભારતીય ધ્વજારોહણ
બિહારમાં પ્રથમ વખત ભાજપનો મુખ્યમંત્રી: સમ્રાટ ચૌધરી આજે લેશે શપથ, JDUના બે ડેપ્યુટી CM પણ જોડાશે
ફ્લેટવાસીઓની સમસ્યા
IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનો દમદાર પ્રદર્શન
નડિયાદમાં સીએનજી બાઇકમાં અચાનક આગ લાગી
વડોદરામાં ભાજપના ‘સામ-દામ-દંડ-ભેદ’ સામે કોંગ્રેસના ઉમેદવારો ‘ગાયબ’?
KKR સામે CSKની ઇનિંગમાં ઉતાર-ચઢાવ, CSK એ KKRને જીતવા 193 રનનો ટાર્ગેટ આપ્યો
નવ નિર્મિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપની ચાર સીટો બિનહરીફ થવાની સંભાવના
US-ઈરાન તણાવ મુદ્દે ટ્રમ્પ-મોદી વચ્ચે 40 મિનિટની વાતચીત, વૈશ્વિક તણાવ વચ્ચે ભારત-અમેરિકા સંબંધો મજબૂત કરવાની વાત
આશા ભોસલેના નિધન પર જ્હોન સીના અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે આપી શ્રદ્ધાંજલિ
વડોદરા : રૂપિયા 43 લાખના દારૂના ગુનામાં કુખ્યાત બુટલેગર સુનિલ ઉર્ફે અદો ઝડપાયો
સુરતમાં 54 ATM કાર્ડ સાથે શાતિર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, સિનિયર સિટીઝનને બનાવતા નિશાન
5 લાખ નોકરીઓ ક્યાં? બંગાળમાં બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો TMC પર તીખો હુમલો
ગોધરા–વડોદરા એક્સપ્રેસવે સ્ટ્રેચ ટ્રાયલ બેઝ પર શરૂ: હવે ખારેલથી ગોધરા સડસડાટ પહોંચી શકાશે
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ: બોઇલર ફાટતાં 40થી વધુ શ્રમિકો દાઝ્યા
કેનેડાના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂ.17.09 લાખની છેતરપિંડી
રોજના 1,600 કરોડનું નુકસાન, પેટ્રોલ 18 અને ડીઝલ 35 મોંઘું થઈ શકે, ચૂંટણી બાદ ભાવવધારાની શક્યતા
ઓવૈસીની પાર્ટીએ એક જ બેઠક પર બે ઉમેદવારને મેન્ડેટ આપ્યા, કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
નારી શક્તિ વંદન બિલમાં મહિલા ક્વોટા માટે શું શું હશે? 2029 પહેલાં અમલમાં આવશે નવું બિલ
આણંદ: આણંદ (Anand) જિલ્લામાં ગુરુવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની (triple accident) ઘટના સામે આવી હતી. કાર,બાઈક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત (Death) નિપજ્યા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યનું મોત થયું હતું, બીજા પરિવારના બે સભ્ય અને અન્ય એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં કારચાલક કે જેણે આ અકસ્માત સર્જ્યો છે તે સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના કૌંટુબિક જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પરિવારનો આક્ષેપ છે કે કારચાલક દારૂના નશામાં હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તે ઘાયલોની મદદ કરી રહ્યો હતો પરંતુ દારૂના નશામાં હોવાના કારણે તે પોતે જ પોતાને સંભાળી શકતો ન હતો. જ્યારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે લથડિયા ખાતો જોવા મળે છે. ધારાસભ્યના કૌટુબિંક જમાઈ સામે માનવ વધનો ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગુરુવારે કાર,બાઈક અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સાજીત્રામાં રહેતા વિપુલભાઈ મિસ્ત્રીનો પરિવાર રક્ષાબંધન મનાવવા તારાપુર પાસે ટીંબા ગામે ગયા હતા. રક્ષાબંધન કરી તેઓ પરત સોજીત્રા આવવા માટે યાસીન મોહંમદભાઈ વ્હોરાની રિક્ષામાં નીકળ્યા હતા. તારપુર-આણંદ ધોરી માર્ગ પરથી પસાર થતા રોડ પર અચાનક જ કાર, બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલક યાસીન વ્હોરા સહિત રીક્ષામાં સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સારવાર દરમિયાન તેમના પણ મોત નિપજ્યા હતાં. આ અકસ્માતે કુલ 6 વ્યક્તિનો ભોગ લીધો હતો.
અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘાયલ લોકોની મદદ કરતો હતો પણ..
આ અકસ્માત સર્જી કાર રોડ પરથી ઊતરીને બાજુના ખેતરમાં ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. ત્યાર બાદ કારચાલકે ઘાયલ હાલતમાં મૃતકોની મદદ કરતો હતો પરંતુ તે દારૂના નશામાં હોવાથી પોતાની જાતને પણ સંભાળી શકતો ન હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે લથડિયા ખાતો જોવા મળે છે. પોલીસે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે કારમાંથી MLA ગુજરાત લખેલી નેમ પ્લેટ મળી આવી હતી. અને કાચચાલકની પૂછપરછ કરતા તે સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના કૌટુંબિક જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું હતું. તે વ્યવસાયે વકીલ હોવાનું જણાવ્યું હતું. મૃતકોના પરિવાર દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરિવાર દ્વારા કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.