Gujarat

ગુજરાત ઇન્ફોમેટિક્સ લિમિટેડ સાથે 38 કરોડની ઠગાઇ: આ રીતે કરાયું કૌભાંડ

ગાંધીનગર : ગુજરાત સરકાર હસ્તકની ગાંધીનગરની(Gandhinagar) કંપની ગુજરાત ઈન્ફોમેટિક્સ લિમિટેડની(Gujarat Informatics Limited) અંદર ખોટા વાઉચર તથા બિલો મૂકીને કંપની સાથે 38 કરોડની ઉચાપત (scam) કરવાના સમગ્ર તપાસ દરમિયાન ગાંધીનગરની ક્રાઈમ બ્રાન્ચે(Gandhinagar Crime Branch) અલગ – અલગ 15 જેટલી ટીમ બનાવીને દરોડાની કાર્યવાહી હાથ ધરીને કૌભાંડીઓની સવા કરોડની મિલકતો જપ્ત કરી લીધી છે.

38 કરોડની રકમ પોતાની મળતિયા કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી

સમગ્ર કૌભાંડમાં જીઆઈએલ કંપનીમાં ફરજ બજાવતા અને કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા રૂચી જયમિન ભાવસાર, પ્રિયંકા સુશીલભાઈ સોલંકી, પ્રિતેશ મોહનભાઈ પટેલ, દિપક હર્ષદરાય મહેતા તથા જયદીપ ધીરજલાલ ઠક્કર (દિયા કોમોડીટીઝ )ની સામે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં રૂચી ભાવસારની 85 લાખની ચાર લકઝુરિયસ કાર જપ્ત કરાઈ છે. જયદીપ ઠક્કર પાસેથી 14 લાખની રોકડ જપ્ત કરાઈ છે. અન્ય આરોપીઓ પાસેથી સોનાના દાગીના જપ્ત કરાયા છે. દરોડાની કાર્યવાહી દરમ્યાન એકંદરે સવા કરોડની મિલકત જપ્ત કરાઈ છે.

મુખ્ય સૂત્રધાર રૂચી ભાવસાર સહિતના 5 કૌભાંડીઓની સવા કરોડની મિલકત જપ્ત

જીઆઈએલ કપનીમાંથી પ્રિયા કોમોડિટીમાં 1.55 કરોડ જમા થયા હતા. આ ઉપરાંત ધ બ્લેક બોકસ કંપનીમાં 2.47 કરોડ જમા થયા હતા. દિપક મહેતાના એકાઉન્ટમાં ધ બ્લેક બોકસ કંપનીના એકાઉન્ટમાંથી 22 લાખ જમા થયા હતા. જુદી જુદી મળતિયા કંપનીઓના એકાઉન્ટમાંથી જયદીપ ઠક્કરની દીયા કોમોડિટીઝના એકાઉન્ટમાં 7.20 કરોડ જમા થયા હતા. બધુંમાં મુખ્ય સૂત્રધાર રૂચી ભાવસાર સહિતના 5 કૌભાંડીઓની સવા કરોડની મિલકત જપ્ત કરતી ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ માહિતી આપી હતી.
…..

Most Popular

To Top