Business

પ્રથમ ભારતીય ધ્વજારોહણ

નેતાજી સુભાષચંદ્ર બોઝની એ આઝાદ હિન્દ ફોજના કર્નલ શૌકતઅલી મલિકે મણિપુરનાં સ્થાનિક લોકોના સહયોગથી, આ દિવસે ઇમ્ફાલ, મણિપુરથી 45 કિ. મી. દૂર દક્ષિણ દિશામાં આવેલા મોઇરાંગ નામના ગામને બ્રિટીશરોની ગુલામીથી મુક્ત કરી સૌ પ્રથમ વાર ત્યાં તિરંગો લહેરાવ્યો હતો. આ દિવસને ભલે સરકારે જાહેર ના કર્યો હોય પરંતુ ઘણાં લોકો આ દિવસને “વિજય દિવસ” કે પછી મોઇરાંગ દિવસ તરીકે મનાવે છે.

આપણા માટે સંતોષની એ વાત છે કે આઝાદ હિન્દ ફૌજના ત્રણ ઉચ્ચ અધિકારીઓ 1. શાહ નવાઝ ખાન 2. જી. એસ. ધીલ્લોન અને 3. પી. કે. સહગલ સામે રેડ ફોર્ટ ટ્રાયલ નામના પ્રખ્યાત મુકદમા દરમ્યાન બચાવ પક્ષએના ગુજરાતી વકીલ શ્રી ભૂલાભાઇ દેસાઇ હતા. જેમની ટીમે આ ટ્રાયલ દરમ્યાન INA ના સૈનિકોના બચાવ, જાહેર સહાનુભૂતિ અને રાજકીય સમર્થન માટેની ટીમનું નેતૃત્વ કર્યું હતું. વર્તમાનમાં આનંદ ની વાત છે પૂર્વસૈનિક સેવા પરિષદ નામની એક સંસ્થા આ દિવસે માઇરોંગ, ઇમ્ફાલની યાત્રા કરે છે.
પાલણપોર, સુરત – ચેતન સુશીલ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top