એક ક્લબ સંકુલ નજીક બનેલા ૨૪ માળના બહુમાળી એપાર્ટમેન્ટમાં ૧૮ – ૧૯ મા માળે બાલ્કનીમાં કપડાં સુકાતાં હતાં. તેનો ક્લબમાંથી ફોટો લેવાયો અને કેન્દ્રીય મંત્રી દિલ્હી સુધી પહોંચ્યો. ભારતમાં અસભ્ય લોકો વસે છે, એવું ગુજરાતથી દિલ્હી આવ-જા કરનારાને પણ લાગ્યું. બિલ્ડર પર ફોન ગયો. બિલ્ડરે ફલેટવાસીને કપ ડાં બાલ્કનીમાં ન સુકવવા વિનંતી કરી. ફલેટવાસીઓએ કહ્યું ક્યાં સુકવીએ? બિલ્ડરે કહ્યું અત્યારે તો ઉપરથી ફોન છે મારા તમામ ફલેટો વેચાઈ જાય પછી જે કરવું હોય તે કરજો. નહિતર આ લોકો બી યુ (વસવાટની પરવાનગી) રદ કરાવશે.
મારી ઈજ્જત રાખો. વાત સાંભળી વિચાર આવ્યો કે, ક્લબ સંકુલમાં દુરબીનો લઈને લોકો આવે છે. જેઓ સીધું જોઈને ચાલે તે પણ મોબાઈલમાં ઘણાં પીકચરો લઈ દિલ્હી મોકલી શકે જો વસ્ત્રો મર્યાદાભંગ કરતા હોય તો. ભારતમાં કેવા કેવા પ્રશ્નો છે? એક તરફ હિજાબ સામે આંદોલન ઊભું કરાય છે તો બીજી તરફ ઊંચા બિલ્ડીંગોમાં બાલ્કનીમાં કપડાં સુકાય તો અભદ્ર લાગે છે. પરંતુ સામે જ શું ચાલી રહ્યું છે, તે જોઈ શકાતું નથી. કોઈના મકાનની બારીની સામે તાકવું એ પણ ભદ્રતા નથી, પરંતુ આવો જ ઉત્સાહ ક્લબવાસીઓ કે મંત્રીઓ આકાશ તરફ તાકવામાં શક્યા રાખી હોત તો સ્ટાર લિંક એલન મસ્ક નહીં પરંતુ કોઈ ભારતીય રામકૃપાળુ બનાવી શકત.
અમદાવાદ – કુમારેશ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.