Comments

અંતરિક્ષની હરણફાળમાં આપણું વજૂદ શું?

સંસદને આ મહિને કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરો ભારતના મહત્ત્વાકાંક્ષી અંતરિક્ષયાત્રાના મિશન પરત્વેની ભૂમિ પરની જ કસોટી યાને કે એબોર્ટ ડેમોન્સ્ટ્રેશન આવતી તા. ૩૧ મી ડિસેમ્બર પહેલાં જ હાથ ધરશે. એવી આશા રખાય છે કે ભારતનું પહેલું અમાનવ મિશન રૂા. ૯૦૨૩ કરોડના પ્રોજેકટના ભાગ રૂપે ૨૦૨૩ ના અંત સુધીમાં હાથ ધરાશે. ગગનયાન મિશન ઇસરોનું એક સૌથી પડકારરૂપ સાહસ છે અને ભારતીય હવાઇ દળના ચાર અફસરો તાલીમ લઇ રહ્યા છે અને મિશન માટે રશિયાના રોસકોસ્મોસ સાથે કામ કરી રહ્યા છે. આ અફસરોનાં નામ જાહેર નથી થયાં. પૃથ્વીની ભ્રમણ કક્ષામાં કોઇ પદાર્થ તરતો મૂકનારા એક ડઝનથી ય ઓછા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આપણે સૌથી પહેલાં ચાળીસ વર્ષ અગાઉ આ કામગીરી કરી હતી અને બે દાયકાથી સ્પેસ કંપની ધરાવનાર વિશ્વના સૌથી ધનવાન માણસે જે નથી કર્યું તે આપણે કર્યું છે.

કોઇ પણ પદાર્થને ભ્રમણ કક્ષામાં રાખવાની સફળતા મેળવવાનું અઘરું છે કારણકે અને બહુ ઓછાને તેમાં સફળતા મળી છે કારણ કે પૃથ્વીની સમાંતર રહીને કલાકના ૨૭૦૦૦ કિલોમીટરની ઝડપ મેળવી શકાય તો જ પદાર્થ ભ્રમણ કક્ષામાં રહી શકે. આ ગતિ એટલે કે એસ્કેપ વેલોસિટી પ્રાપ્ત નહીં થાય તો પદાર્થ નીચે પડે. ભૌતિક વિજ્ઞાનના નિયમો આ બાબતને મુશ્કેલ બનાવે છે. રોકેટના ૯૦% થી વધુ વજન તો બળતણનું જ હોય છે. વિદેશોમાં રોકેટ ટેકનોલોજીમાં પ્રગતિ બે તબકકામાં થઈ હતી. પહેલો તબકકો ૧૯૬૦ નો દાયકો હતો. રશિયનોએ ભ્રમણ કક્ષામાં પહેલો પદાર્થ મૂકયો હતો. પહેલું પ્રાણી-એક કૂતરી અને એક ઉપગ્રહ, એક અંતરિક્ષ યાત્રી અને પહેલી અવકાશી લટાર કરાવ્યા હતા. અમેરિકા પણ તેને અનુસર્યું હતું.

૧૯૫૦ ના દાયકાના ઉત્તરાર્ધથી માંડી ૧૯૬૦ ના દાયકામાં વિશ્વ અંતરિક્ષમાં કોઇ ઉપગ્રહ નહીં મૂકવાથી માંડીને માનવીને ચંદ્ર પર ઉતારવાની કામગીરી કરી પણ પછી અમેરિકાનાં લોકો કંટાળી ગયાં અને સોવિયેત સંઘના ચંદ્રના રોકેટની નિષ્ફળતાને પગલે આ ઉત્સાહી સ્પર્ધાનો અંત આવ્યો. ૧૯૭૨ પછી અમેરિકાએ માનવીને ચંદ્ર પર ઊંડા અંતરિક્ષમાં મૂકવાની ક્ષમતા હાંસલ કરવાથી માંડીને પૃથ્વીની ભ્રમણ કક્ષા થોડાક સો કિલોમીટર નીચે લાવવાની સિધ્ધિ હાંસલ કરી. સ્પેસ શટલ કાર્યક્રમનો એક દાયકા પહેલાં અંત આવ્યા પછી અમેરિકા પાસે માનવીને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં મૂકવાની પણ ક્ષમતા ન હતી. આજે એ ક્ષમતા માત્ર રશિયા પાસે છે. તેનાં જૂનાં રોકેટ વાપરી ચીન અને ખાનગી સંસ્થા સ્પેસ એકસ પાસે છે.

ચીને માનવીને બે દાયકાઓ પહેલાં પ્રથમ માનવીઓને ભ્રમણ કક્ષામાં મૂકયો હતો અને ભારત સિવાયનાં રાષ્ટ્રોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિકસાવ્યું તે પહેલાં અમેરિકા અને રશિયાએ જ આ કામગીરી કરી હતી. ઇસરો માનવીઓને આવતા બે-એક વર્ષમાં ભ્રમણ કક્ષામાં મૂકવા માંગે છે પણ તે સહેલું નહીં હોય કારણ કે આ કામ કરવા માટેનું રોકેટ આ જ મહિને અગાઉ નિષ્ફળ ગયું કારણ કે તેનો ત્રીજો તબકકો ફાયર જ નહીં થયો. ભારતની ક્ષમતાને ભંડોળ અને ટેકનોલોજીની મર્યાદા નડતી હોવા છતાં પ્રમાણમાં તેણે સારી કામગીરી કરી છે.

આપણા રોકેટ બૂસ્ટરને સૌ પ્રથમ ફ્રાંસે બનાવેલા પ્રાચીન એંજીન દ્વારા બળ મળે છે. આ એંજીન હાયપર ગોલ્સ નામનું ઓછી કાર્યદક્ષતાવાળું ટોકિસક બળતણ વાપરે છે. આપણી પાસે વધુ કાર્યદક્ષ અને અતિશય ઠંડુ બળતણ વાપરવાનો અનુભવ છે પણ તેને ત્રીજા તબકકામાં નિષ્ફળતા મળી હતી. આ દેશ એંજિન પર ચાલે છે પણ ભારતની ક્ષમતા આધુનિક દેશો કે કંપનીના સ્તરની નથી અને રોકેટનો ફરી ઉપયોગ કરવાની ક્ષમતા નથી. તેથી ખર્ચ વધી ગયો છે. હવે ચીન અને ખાનગી કંપનીઓની સ્પર્ધા શરૂ થઇ છે અને અમેરિકાને ચંદ્ર પર મથક સ્થાપવું છે અને મંગળ પર સંસ્થાન સ્થાપવાની યોજના છે તેના વિરાટ રોકેટ વપરાય છે.

આ કામમાં ૧૫૦ ટનનું વજન મંગળ પર લઇ જવું પડશે જયારે ઇસરોએ મોકલેલું ‘મંગલ યાન’ પંદર કિલોનું હતું. ઉલ્કાઓમાં ખાણ કામ કરી દુર્લભ ખનીજ પૃથ્વી પર લાવવાની, મંગળ પર કાયમી કબજો જમાવવાની અને તેની આબોહવા પૃથ્વી જેવી કરવાની પણ યોજના છે. મોટી ટેકનીકલ ખાઇ થોડી ખાનગી પેઢીઓ, અમેરિકા અને ચીન તથા બાકીના વિશ્વ વચ્ચે રચાશે. ટેકનોલોજી ઠલવાશે અને આ સ્તરની મોટી સફળતા પહેલાં આ વિકાસ કરનારી સંસ્થાઓ અને સત્તાઓ પાસે આવશે અને તેનો વ્યાપક વ્યાપારી હેતુસર ઉપયોગ થશે અને આ દાયકાના અંત પહેલાં આપણે તે જોઇશું.

અન્ય ગ્રહો પર જુદા જુદા દેશોના માનવીઓના સંસ્થાનોનો શું અર્થ થશે તે પણ આપણે વિચારી લેવું પડશે. ત્યારે રાષ્ટ્રો અને સરહદોના ભેદ ભૂંસાઇ જશે અને વ્યાપક ફેરફારો થશે જે આગાહી કરવાનું કે રોકવાનું સહેલું નહીં હોય. સ્પેસ રેસ અટકી પણ જાય. માનવીને ચંદ્ર પર ઉતાર્યા પછી અમેરિકા હાંફી ગયું છે અને માનવીને તારાઓ પર ધકેલતા અબજોપતિઓ ધન આપ્યે જ જાય છે. ભારતે તીરે બેસી તમાશો જ જોવાનો રહેશે અને તે આ સ્પર્ધામાં ભાગ નહીં પણ લઇ શકે. આપણે જેમાં ઝડપથી ફેંકાઇ રહ્યા છીએ તેમાં આપણું વજૂદ શું?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top