Home Articles posted by Aakar Patel
દક્ષિણ એશિયાનાં ત્રણ મોટાં રાષ્ટ્રો તેમની આઝાદીની ૭૫ મી જયંતી મનાવવા જઇ રહ્યા છે ત્યારે તેઓ કયાં ઊભા છે તે જોવું જરૂરી બની રહે છે. આ ત્રણે રાષ્ટ્રો લોકશાહી છે અને કેટલાક સમયથી અસાધારણ કામમાંથી પસાર થઇ રહ્યા છે. પાકિસ્તાન છેલ્લાં તેર વર્ષથી લોકશાહી રહ્યું છે. લશ્કરી દરમ્યાનગીરીનો થોડો સમય બાદ કરતાં બાંગ્લાદેશ છેલ્લા ત્રણ […]
એક અભિનેત્રીએ આઝાદીની ચળવળ માટે કહેલી વાતે આ સપ્તાહે મોટા સમાચારનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેને કંઇક એવું લાગ્યું છે કે ભારતની આઝાદી કંઇક ભીખ માંગવા સમાન હતી અને સાચી આઝાદી 2014 પછી જ આવી છે. તેનું આ નિવેદન ચાર ચાર દિવસ પછી પણ સોશ્યલ મીડિયા અને અન્ય મીડિયામાં છવાયેલું રહ્યું. આ પહેલાં એક મુખ્ય […]
ઘણાં વર્ષો સુધી મને પાકિસ્તાનની મુલાકાત લઈ તેનો અભ્યાસ કરવાની અને તેનાં અખબારો માટે લખવાની તક મળી હતી. મારો ખાસ રસ બાંગ્લા દેશના સર્જન પછીનાં વીસ વર્ષ તે પ્રમુખ ઝીયા ઉલ હકકની વિદાય સુધીનો રહ્યો છે. તેના પહેલાંનાં ત્રીસેક વર્ષો પાકિસ્તાને પોતાનું ઇસ્લામીકરણ કરવાની કોશિશ કરી હતી, પણ તેને સફળતા નહોતી મળી. આજે પણ પાકિસ્તાનના […]
સમીર વાનખેડેના અનુસૂચિત જાતિના પ્રમાણપત્રના વિવાદને કારણે આપણને બે મુદ્દાઓ તપાસવાની તક મળી છે. 1. અનામત અને 2. ધાર્મિક સ્વાતંત્ર્ય. ભારત હિંદુઓ, શીખો, બૌદ્ધો અને દલિતોને અનુસૂચિત જાતિની અનામત આપે છે, પણ ખ્રિસ્તીઓ અને મુસ્લિમ દલિતોને નહીં. અગાઉની સરકારે ભૂતપૂર્વ જસ્ટિસ સાવરની આગેવાની હેઠળની એક સમિતિની રચના કરી હતી અને આ સમિતિએ ભલામણ કરી હતી […]
ભારતે કોરોનાની રસીના એક અબજ એટલે કે એકસો કરોડ ડોઝ આપી દીધા છે અને આ એક સરસ સિધ્ધિ છે. આ એકસો કરોડ ડોઝ કયાંથી આવ્યા અને તે મેળવવામાં સરકારની શું ભૂમિકા હતી? આ સમજવાની જરૂર છે. તા. ૭ મી ઓગસ્ટ ૨૦૨૦ ના દિને દેશના સૌથી મોટા રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ ૨૦૨૧ ના પ્રથમ […]
૨૦૧૫માં ભારતના ભૂખનો વૈશ્વિક આંક – ગ્લોબલ હંગર ઇન્ડેકસમાં ૫૫ મો ક્રમ હતો. ૨૦૨૦ માં તે વધુ ૩૦ સ્થાન નીચે જઇ ૯૪ થયો. ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ અને નેપાળ કરતાં ય પાછળ છે. આ આંકમાં અપોષણ, બાળકની ઉંમર અને ઊંચાઇ અને વજન, બાળમરણ (પાંચ વર્ષની ઉંમર સુધી પહોંચતાં જ મરણ પામનાર બાળકોની સંખ્યા) ગણતરીમાં લેવામાં […]
બંધારણની કલમ 370-એ ને ‘બિનકાર્યશીલ’ કરવાના પોતાનાં પગલાં (તેને નાબૂદ કરવામાં નથી આવી કે નાબૂદ કરવામાં નથી એવું વ્યાપકપણે માનવામાં આવે છે.) ને સમજાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019 ના ઓગસ્ટમાં કહ્યું હતું. જમ્મુ, કાશ્મીર અને લડાખનો વિકાસ કલમ 370 ને કારણે રૂંધાયો છે. હવે એ સમસ્યા દૂર કરાઇ છે અને નવા યુગનો પ્રારંભ થયો […]
ભારતે સ્વચ્છ ભારત મિશનનો બીજા ભાગનો આરંભ કર્યો અને વડા પ્રધાન કહે છે કે આ મિશનનું ધ્યેય ભારતનાં શહેરોને કચરામુકત કરવાનું છે. તેમને એવું કહેતાં ટાંકવામાં આવ્યા હતા કે શહેરોમાં કચરાના ડુંગરોની પ્રક્રિયા કરી સ્વચ્છતા અભિયાનના બીજા ભાગ રૂપે સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આવો કચરાનો એક ઢગલો દિલ્હીમાં લાંબા સમયથી છે અને તે હઠાવવાની રાહ […]
ભારતમાં બ્રિટને આપેલા સમાન કાયદાની પધ્ધતિ ચાલે છે. છતાં એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેમાં તો નવીનતા દાખલ કરી છે અને તે સાબિતીના બોજની ઉલ્ટી દિશા. ભારતના ઘણા ફોજદારી કાયદાઓ અને ખાસ કરીને ૨૦૧૪ પછી ઘડાયેલા ફોજદારી કાયદાઓમાં સાબિતીના બોજની દિશા ઉલ્ટી છે. અર્થાત્‌ ગુનાની ધારણા કરી લેવામાં આવે છે. રાજય એવી ધારણા કરે છે કે […]
પદ સંભાળ્યા પછીના થોડા મહિના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું હતું કે મનમોહન સિંહની સરકારે કેટલી નબળી કામગીરી કરી છે તે બતાવતી હોવાથી મનરેગા ચાલુ રખાશે. મારી રાજકીય અંત:સ્ફુરણા મને કહે છે કે મનરેગા બંધ નહીં થવી જોઇએ કારણકે તે તમારી નિષ્ફળતાનું જીવંત સ્મારક છે. વિરોધ પક્ષોની ઠેકડી ઉડાવતાં તેમણે વધુમાં કહ્યું હતું […]