Comments

50 વર્ષથી ભારતે લોકસભાની રચના(જેને સીમાંકન કહેવાય છે)માં કોઈ ફેરફાર કર્યો નથી

50 વર્ષથી ભારતે લોકસભાની રચના (જેને સીમાંકન કહેવાય છે)માં કોઈ ફેરફાર કર્યો નથી. કોઈ પ્રદેશની બેઠકો વધારવા અથવા ઘટાડવા માટે જે વ્યક્તિને પસંદ કરવામાં આવે છે તેના હાથમાં પ્રચંડ શક્તિ હોય છે. આદેશોમાં કાયદાનું બળ હોય છે અને તેને કોઈ પણ અદાલત સમક્ષ તેના પર પ્રશ્ન ઉઠાવી શકાતો નથી અને તેમાં ફેરફાર કરી શકાતા નથી.

તાજેતરની ઘટનાઓએ સીમાંકનને ફરીથી મહત્ત્વ આપ્યું  છે અને સંસદ અને વિધાનસભાઓમાં મહિલા અનામત સીમાંકનની કવાયત હાથ ધરાયા પછી અમલમાં આવશે. આ વ્યક્તિ કોણ છે તે અત્યારે સ્પષ્ટ નથી. છેલ્લી ચેરપર્સન નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈએ 2022માં નોકરી છોડી દીધી હતી અને તેમને એક બીજું પદ (પ્રેસ કાઉન્સિલમાં) આપવામાં આવ્યું હતું, પરંતુ તેમનું નામ ચૂંટણી પંચની વેબસાઇટ પર ચાલુ છે.

ચાલો આપણે સીમાંકન સંબંધિત મુખ્ય મુદ્દાની તપાસ કરીએ, જે આપણાં રાજ્યોમાં વસ્તીના કદમાં તફાવત છે. આંધ્ર પ્રદેશનો કુલ પ્રજનન દર, એક સ્ત્રીથી જન્મેલાં બાળકોની સરેરાશ સંખ્યા 1.7 છે, જ્યારે બિહારમાં 3 છે. ભારત હવે લગભગ 2ના રિપ્લેસમેન્ટ રેટ પર છે અને થોડા દાયકાઓમાં આપણી વસ્તી સંકુચિત થવા લાગશે. જો કે, 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પહેલેથી જ 2થી નીચે છે. તે અન્ય સાત છે, જે રાષ્ટ્રીય સરેરાશમાં વધારો કરે છે. પચાસ વર્ષ પહેલાં યુપી (વત્તા ઉત્તરાખંડ)ના 85 સાંસદો પ્રત્યેક 10 લાખ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા હતા અને તે જ રીતે કેરળના 20 સાંસદો અને તમિલનાડુના 40 સાંસદો અને કર્ણાટકના 28 સાંસદો અને રાજસ્થાનના 25 સાંસદો હતા.

છેલ્લી વખત લોકસભાની બેઠકો વધી ત્યારથી 50 વર્ષમાં કેરળની વસ્તીમાં 56 ટકાનો વધારો થયો છે, જ્યારે રાજસ્થાનમાં 166 ટકાનો વધારો થયો છે. તમિલનાડુમાં 75 ટકા અને હરિયાણામાં 157 ટકા. ઉત્તરમાં વધુ સત્તા ફાળવીને કુટુંબ નિયોજનના અસરકારક અમલીકરણ માટે દક્ષિણની વસ્તીને સજા ન થવી જોઈએ. આ એક અર્થપૂર્ણ દલીલ છે, પરંતુ એ પણ એક હકીકત છે કે ઉત્તરીય સાંસદ દક્ષિણ કરતાં વધુ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે અને તે પણ અયોગ્ય લાગે છે. બિહારના 40 અને યુપીના 80 સાંસદો દરેક સરેરાશ 30 લાખ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે, સરેરાશ કેરળના સાંસદ 17 લાખ, સરેરાશ તમિલ સાંસદ 19 લાખનું પ્રતિનિધિત્વ કરે છે.

રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોનો તફાવત વસ્તીના કદને કારણે અસ્તિત્વમાં હતો, પરંતુ દરેક સાંસદે લગભગ સમાન સંખ્યામાં ભારતીયોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આજે હવે આ કેસ નથી. કદાચ કવાયત અનિશ્ચિત સમય માટે વિલંબિત થશે, ખાસ કરીને એટલા માટે કે વસ્તી ગણતરી પ્રથમ હાથ ધરવાની જરૂર છે અને તે અણધારી રીતે મુલતવી રાખવામાં આવી છે અને એટલા માટે પણ કારણ કે લોકસભાની તમામ બેઠકોમાંથી એક તૃતીયાંશ બેઠકો આપતો મહિલા અનામત બિલ હવે કાયદો બની ગયો છે, એટલે કે સીમાંકન માત્ર ભૌગોલિક કરતાં વધુ વ્યાપક અસર કરશે. આમ છતાં તે આપણને છેતરશે નહીં અને સમસ્યા રહેશે. શું કરવું જોઈએ? કાર્ય ન કરવું એ બંધારણનું ઉલ્લંઘન જણાશે. કલમ 82 (‘દરેક વસ્તી ગણતરી પછી પુનઃ ગોઠવણ’)માં લખાયેલું છે: ‘દરેક વસ્તીગણતરી પૂર્ણ થયા પછી રાજ્યોને લોકસભામાં બેઠકોની ફાળવણી અને દરેક રાજ્યનું પ્રાદેશિક મતવિસ્તારમાં વિભાજન આવી સત્તા દ્વારા અને સંસદ જે રીતે કાયદા દ્વારા નક્કી કરી શકે છે.

‘દરેક વસ્તીગણતરી’ શબ્દો પર ધ્યાન આપો અને 50 વર્ષથી આના પર કોઈ હિલચાલની ગેરહાજરી, એક ઉગ્ર સમસ્યા છે. 1972 સુધી આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. 1950ના દાયકામાં લોકસભાની 494 બેઠકો હતી, જે 1960ના દાયકામાં વધીને 522 અને પછી 1970માં 543 થઈ ગઈ હતી. એ સમયે, ઉપરોક્ત અમારી સંખ્યાઓ દર્શાવે છે કે, ત્યારે તમામ રાજ્યોમાં પ્રતિનિધિત્વ સમાન હતું. ત્યાં એક માન્યતા હતી કે દક્ષિણ ઘણું સારું કરી રહ્યું છે અને રાજ્યને ખાસ કરીને ઉત્તર માટે કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

વાચકો, કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લેવામાં આવેલા કુખ્યાત પગલાંથી પરિચિત હશે અને ઘણાં લોકો 1980ના દાયકાના અંત સુધી દૂરદર્શન પર અને પ્રિન્ટ મિડિયામાં છાપવામાં આવતી વ્યાપક કુટુંબનિયોજન જાહેરાતોથી પણ પરિચિત હશે. લાંબી ઝુંબેશનાં પરિણામોમાંનું એક સીમાંકન પર નજર રાખીને રાજ્યો વચ્ચે સમાનતા પ્રાપ્ત કરવાનું હતું. ત્યાર બાદ વસ્તી ગણતરી અને સીમાંકન વચ્ચેની કડી તોડી નાખવામાં આવી હતી અથવા કહો કે તે પછી સ્થગિત કરવામાં આવી હતી. 1980 અને 1990ના દાયકામાં જ્યારે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી અને સંખ્યાઓ વસ્તીના કદમાં વધતી અસમાનતા દર્શાવે છે કે, ત્યાં કોઈ સીમાંકન કવાયત નહોતી.

તો વસ્તી ગણતરી ક્યારે થશે? અમે જાણતા નથી. 1980 પછી કોઈ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી નથી. 2021માં વસ્તી ગણતરી કરવામાં આવી નહીં. કારણ આપવામાં આવ્યું હતું કે રોગચાળો હતો, પરંતુ તે સમાપ્ત થઈ ગયો છે અને હજી સુધી વસ્તી ગણતરીના કોઈ સંકેત નથી. (અથવા તે બાબત માટે સીએએ કાયદો, જે ‘રોગચાળા પછી’ પણ લાગુ કરવામાં આવશે). ટૂંક સમયમાં વસ્તીગણતરી યોજાશે એમ માનીને સરકારે ધારણાઓનું થોડું ચપળ સંચાલન કરવું પડશે અને છેલ્લાં 50 વર્ષોમાં અસમાનતાની વાસ્તવિકતા અને પ્રચંડ પરિવર્તનને જોતાં આ લોકો સાથે ખુલ્લી અને નિખાલસ વાતચીત કર્યા વિના કેવી રીતે થઈ શકે છે તે જોવાનું સરળ નથી. કંઈક એવું જે શરૂ થયું નથી અને આપણા નેતાઓની શૈલીને જાણ્યા પછી તે શરૂ થવાની અપેક્ષા પણ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top