Comments

ભારતનાં ચૂટણીપંચોએ સૌ પ્રથમ ઈલેકટ્રોલ બોન્ડ સ્કીમનો વિરોધ કર્યો હતો

ભારતની ચૂંટણી બોન્ડ યોજનાને ગેરકાયદે જાહેર કરવામાં આવી છે, જે સરમુખત્યારશાહીનો પ્રતિકાર કરનારાઓ માટે કોર્ટમાં એક દુર્લભ જીત છે, પરંતુ છેલ્લી સામાન્ય ચૂંટણી સહિત ઘણી ચૂંટણીઓ આ ગેરકાનૂની ભંડોળ પર લડવામાં આવી છે. આ મુદ્દે અગાઉ જ સુનાવણી અને ચુકાદો આપવો યોગ્ય હતો, પરંતુ કોર્ટે તેમ ન કરવાનું પસંદ કર્યું. રાજ્યસભાની બેઠકથી પુરસ્કૃત ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમણે આ મુદ્દા પર નિર્ણય લેવામાં કેમ વિલંબ કર્યો હતો, ત્યારે તેમણે કહ્યું કે, તેમને તેમની કોર્ટ સમક્ષ આ મુદ્દો આવ્યો હતો તે યાદ નથી. ઘણાં લોકોને એ ખબર નહીં હોય કે ઈલેક્ટોરલ બોન્ડનો કારોબાર કેટલો અધમ હતો અને તેમના ફાયદા માટે આ લખાઈ રહ્યું છે.

આ યોજનાની જાહેરાત મોદી સરકાર દ્વારા 2017માં બજેટ દ્વારા કરવામાં આવી હતી. આ બોન્ડ રાજકીય પક્ષો માટે અનામી દાતાઓ દ્વારા નાણાં મેળવવાનો એક માર્ગ હશે. બોન્ડ ખરીદતી વખતે દાન આપનાર દાતાએ તેમની ઓળખ બેંકને જાહેર કરવાની રહેશે, પરંતુ બોન્ડ પર ઓળખ જાહેર કરવામાં આવશે નહીં. રાજકીય પક્ષો પૈસા કોણે આપ્યા તે જાહેર કર્યા વિના સ્વીકારી શકે છે. તેથી મતદારોને એ જાણ ન થાય કે રાજકીય પક્ષોને કોણ ભંડોળ પૂરું પાડે છે અને પ્રભાવિત કરે છે. આ ફેરફાર વિદેશી કંપનીઓ અને શેલ કંપનીઓને પણ યોગદાન વિશે કોઈને જાણ કર્યા વિના અથવા તેમનાં નામ જાહેર કર્યા વિના ભારતના પક્ષોને દાન કરવાની મંજૂરી આપશે. તે કંપની અધિનિયમના તે ભાગને પણ રદ કરે છે કે જેના હેઠળ કોર્પોરેટોએ તેમના વાર્ષિક હિસાબોના સ્ટેટમેન્ટમાં તેમના રાજકીય દાનની વિગતો જાહેર કરવાની હતી. હવે તેઓને આમ કરવાની આવશ્યકતા રહી નથી.

કોર્પોરેટ્સ અગાઉ પણ રાજકીય પક્ષોને તેમના સરેરાશ ત્રણ વર્ષના ચોખ્ખા નફાના મહત્તમ 7.5 ટકા દાન કરવા માટે મર્યાદિત હતા. હવે નહીં, કારણ કે હવે તેઓ હવે ફક્ત ચૂંટણી બોન્ડના માર્ગમાંથી પસાર થઈ શકે છે. કારણ કે, તે કાનૂની રૂપે તે સીમા હટાવી લેવામાં આવી છે. કોઈ પાર્ટીને અનામી રીતે ફંડ આપવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી. બોન્ડ 29 શહેરોની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓમાં રૂ. 1 કરોડ સુધીના ગુણાંકમાં ઉપલબ્ધ થશે. એક દાતા તેમને તેમના બેંક ખાતા દ્વારા ખરીદી શકે છે અને તેમને તેમની પસંદગીના પક્ષ અથવા વ્યક્તિને સોંપી શકે છે, જે પછી તેમને રોકડ કરી શકે છે. તેઓ 15 દિવસ માટે માન્ય રહેશે.

2017ના બજેટના ચાર દિવસ પહેલાં એક અમલદારે તેને નાણાંમંત્રી અરુણ જેટલીના ભાષણમાં જોયું અને નોંધ્યું કે, આટલા મોટા બદલાવ માટે આરબીઆઈની સંમતિ જરૂરી છે. આ એટલા માટે હતું કારણ કે બોન્ડની રજૂઆત માટે આરબીઆઈ એક્ટમાં ફેરફારો કરવાની જરૂર હતી, જે દેખીતી રીતે સરકારને ખબર ન હતી. અધિકારીએ એક્ટને ફેરફાર સાથે સંરેખિત કરવા માટે એક પ્રસ્તાવિત સુધારાનો મુસદ્દો તૈયાર કર્યો અને ફાઇલને નાણાંમંત્રીને જોવા માટે મોકલી આપી. તે જ દિવસે એટલે કે 28 જાન્યુઆરી 2017, શનિવાર, આરબીઆઈને તેની ટિપ્પણીઓ માટે પાંચ-લાઇનનો ઈમેલ મોકલીને તેની ટિપ્પણીઓ માંગવામાં આવી. જવાબ બીજા કામકાજના દિવસે એટલે સોમવાર, 30 જાન્યુઆરીએ આવ્યો.

આરબીઆઈએ કહ્યું કે તે એક ખરાબ આઈડિયા છે. કારણ કે, તે બેરર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે રોકડના એકમાત્ર જારીકર્તા તરીકે આરબીઆઈની સત્તાની વિરુદ્ધ હતો. આ બોન્ડ્સ, કારણ કે તેઓ અનામી હતા, ચલણ બની શકે છે અને ભારતના રોકડમાં વિશ્વાસને નબળી પાડી શકે છે. આ મુદ્દા પર, આરબીઆઈ સ્પષ્ટ હતી: આને સરળ બનાવવા માટે કાયદામાં સુધારો કરવાથી ‘સેન્ટ્રલ બેંકિંગ કાયદાના મુખ્ય સિદ્ધાંતને ગંભીરપણે કમજોર કરી દેશે અને આમ કરવાથી ખરાબ દાખલો બેસશે’.

આરબીઆઈનો બીજો વાંધો એ હતો કે, ‘પારદર્શિતાનો ઉદ્દેશ પણ સિદ્ધ થઈ શકશે નહીં. કારણ કે, ઇન્સ્ટ્રુમેન્ટ (બોન્ડ)ના મૂળ ખરીદનાર પક્ષમાં વાસ્તવિક ફાળો આપનાર હોવો જરૂરી નથી’. જો વ્યક્તિએ એ બોન્ડ ખરીદ્યો હોય અને પછી તેને વિદેશી સરકાર સહિત કોઈ પણ એન્ટિટીને, ફેસ વેલ્યુ કે તેથી વધુ પર વેચ્યો હોય તો તે એન્ટિટી તેને પાર્ટીને ભેટ આપી શકે છે. અનામી બોન્ડ રોકડ જેટલું સારું હતું. આરબીઆઈએ કહ્યું, ‘બોન્ડ્સ બેરર બોન્ડ્સ છે અને ડિલિવરી દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે’, ‘તેથી, આખરે કોણ અને ખરેખર રાજકીય પક્ષને બોન્ડનું યોગદાન આપે છે તે જાણી શકાશે નહીં.’

આરબીઆઈએ જણાવ્યું હતું કે, આ મની લોન્ડરિંગ કાયદાને પણ અસર કરશે, તેમાં છેલ્લો મુદ્દો એ હતો કે ચૂંટણી બોન્ડ સ્કીમ દ્વારા જે પ્રસ્તાવિત કરવામાં આવી રહ્યો હતો – સંસ્થાઓના બેંક ખાતામાંથી રાજકીય પક્ષોને નાણાં ટ્રાન્સફર – ચેક, બેંક ટ્રાન્સફર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા થઈ શકે છે. ‘ઇલેક્ટોરલ બેરર બોન્ડની રચનાની કોઈ ખાસ જરૂર નથી અથવા તેનો ફાયદો નથી, તે પણ સ્થાપિત આંતરરાષ્ટ્રીય પ્રથાને ખલેલ પહોંચાડીને. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ ખતરનાક હોવાનું કહેવા માટે સૌથી આગળની સંસ્થા ભારતનું ચૂંટણી પંચ હતું. સુપ્રીમ કોર્ટને આપેલા સોગંદનામામાં તેણે જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા પ્રાપ્ત દાનના અહેવાલને બાકાત રાખવાથી ‘રાજકીય પક્ષોના રાજકીય ભંડોળના પારદર્શિતાનાં પાસાં પર ગંભીર અસર પડશે’.

કાયદો ઘડવામાં આવ્યા પછી પણ ચૂંટણી પંચ તેનો વિરોધ કરી રહ્યું હતું અને સુપ્રીમ કોર્ટે સરકારને અનુમતિ આપી હોવા છતાં તેણે પ્રતિકાર કરવાનું ચાલુ રાખ્યું હતું. બોન્ડ સાથે સંબંધિત બે સૌથી મહત્ત્વપૂર્ણ સંસ્થાઓએ તેમનું કાર્ય કરવાનો પ્રયાસ કર્યો અને યોજનાનો વિરોધ કર્યો. તેઓ અસમર્થ હતા. જો કે, આરબીઆઈએ તરત જ જવાબ આપ્યો હતો કે, સરકારે તેની ચિંતાને નકારી કાઢવા માટે આપેલું એક કારણ એ હતું કે ‘આ સલાહ એવા સમયે ખૂબ મોડી આવી છે જ્યારે ફાઇનાન્સ બિલ પહેલેથી જ છાપવામાં આવ્યું છે.’

ચૂંટણી બોન્ડ પ્રકરણ આપણી લોકશાહીમાં સંસ્થાકીય તપાસની મર્યાદાઓ દર્શાવે છે. જ્યારે એક મજબૂત વહીવટીતંત્ર નક્કી કરે છે કે તેને કંઈક જોઈએ છે, ત્યાં સુધી કે તે ખતરનાક અને ગેરબંધારણીય હોય તો પણ ત્યારે તેને રોકવા માટે અંદરથી થોડો પ્રતિકાર થાય છે. સર્વોચ્ચ અદાલતે હવે આ યોજનાને ગેરબંધારણીય ગણાવી છે. આ વાત કોઈ પણ વ્યક્તિ માટે સ્પષ્ટ હતી કે, બોન્ડ્સ શેના માટે હતા, તેની સૌથી મૂળભૂત વિગતોથી પરિચિત હતા, પરંતુ આનાથી આપણે સચેત પણ બનવું જોઈએ કે આપણી સંસ્થાઓ કેટલી નબળી છે અને જ્યારે તેઓ દેશ માટે સારા અર્થમાં હોય ત્યારે તેમને કેવી રીતે અવગણી શકાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top