Vadodara

વડોદરા : પેરોલ રજા પર ગયા બાદ બારોબાર ફરાર થયેલો કેદી ઝડપાયો

હત્યાના ગુનામાં આરોપી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો હતો

પાણીગેટ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે કેદીને દબોચી પરત જેલમાં સુપ્રત કર્યો

વડોદરા તા.10

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ રજા ગયા બાદ બારોબાર ફરાર થઇ ગયેલા કેદીને ક્રાઇમ બ્રાન્ચે પાણીગેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેથી છેલ્લા વર્ષ 2008થી જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો.

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ, ફર્લો તથા વચગાળાના રજા પરથી મુક્ત થયા બાદ પર જેલમાં હાજર નહી થઇને બારોબાર ફરાર થઇ ગયેલા કેદીઓને શોધી કાઢવાની ઉચ્ચ અધિકારી દ્વારા સુચના અપાઇ હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ  ફરાર થઇ ગયેલા કેદીઓને શોધખોળ કરી રહી હતી. આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2008માં નોંધાયેલા હત્યાના ગુનામાં આરોપી સલીમ ઉર્ફે વકીલ અબ્દુલગની વોરા (રહે. ભાલેજ આણંદ)ને વડોદરા સેન્ટ્રેલ જેલમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન 13 ડિસેમ્બર 2023ના રોજ 10 દિવસની પેરોલ રજા પર મુકત કરાયો હતો અને 31 ડિસેમ્બરે 2023ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું. પરંત કેદી પરત હાજર નહી થઇ ફરાર થઇ ગયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી હતી કે ફરાર કેદી પાણીગેટ વિસ્તારમાં આશ્રય લઇ રહ્યો છે. જેથી પોલીસની ટીમે પાણીગેટ શાકમાર્કેટ ખાતે વોચ ગોઠવી કેદી સલીમ વોરાને ઝડપી પાડ્યો હતો અને તેને પરત સજા ભોગવવા માટે પરત વડોદરા સેન્ટ્રલ જેલમાં સોંપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં ફાયરિંગ કેસમાં સજા થયાની અદાવત રાખીને સાંજના સમયે મહેબુબ બેગ ઉર્ફે ચીનીભાઇ, નસરુ બેગ તથા અન્ય સાથે આણંદ ખાતે રફીકભાઇની ચાની લારી પર બેઠા હતા ત્યારે સલીમ વોરા તલવાર તથા અન્ય સાગરીતો હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને તેમના પર હિંસક હુમલો કરતા તેની સારવાર દરમાયન મોત નિપજ્યું હતું.

Most Popular

To Top