Charchapatra

દેશને સમર્પિત લોકો ગયા, રાષ્ટ્ર ભક્તિને નામે મૂર્ખ બનાવનારા હાજર છે

દેશ જે દિવસે “આઝાદ” થયો ત્યારે પહેલી “સહી” “ભાવનગરના મહારાજા”એ કરી. ગાંધીજી પણ એક “ક્ષણ” માટે “સ્તબ્ધ” થઈ ગયેલા.  “૧૮૦૦ પાદર – ગામ” “સૌથી પહેલા આપનારા” એ “ભાવનગરના “મહારાજા કૃષ્ણકુમારસિંહજી.”  “ભાવનગર મહારાજે” વલ્લભભાઈ પટેલને પૂછ્યું , વલ્લભભાઈ મને “પાંચ મિનીટ”નો સમય આપશો? “વલ્લભભાઈ”એ “મહારાજા”ને કહ્યું કે, “પાંચ મિનીટ” નહીં “બાપુ”, તમે કહો એટલો સમય આપું. ભાવનગર “મહારાજે” વલ્લભભાઈને વાત કરી કે, આ “રાજ” તો “મારા બાપ”નું છે,”મારું” છે. “સહી” કરું એટલી વાર છે. દેશ આઝાદ થઈ જશે, પણ “મહારાણી”નો જે “કરિયાવર” આવ્યો છે એનો “હું માલિક” નથી.મારે “મહારાણી”ને પુછાવવું છે કે એ “સંપત્તિ”નું શું કરવું? એક માણસ “મહારાણી”ને પૂછવા ગયો. માણસે “મહારાણી”ને કહ્યું કે, “મહારાજ” સાહેબે પૂછાવ્યું છે કે પોતે સહી કરે એટલી વાર છે, “રજવાડાં” ખતમ થશે, “દેશ આઝાદ” થશે, પણ તમારા”દાયજા”નું શું કરવું ?

ત્યારે “ગોહિલવાડ”ની આ “રાણી” એ જવાબ આપ્યો કે, “મહારાજ”ને કહી દો કે આખો “હાથી” જતો હોય ત્યારે એનો “શણગાર” ઉતારવાનો “ના” હોય, “હાથી “શણગાર” સમેત આપો તો જ સારો લાગે દેશ આઝાદ થઈ ગયો પછી મહારાજા “કૃષ્ણકુમારસિંહજી” એ મદ્રાસનું “ગવર્નર” પદ શોભાવ્યું, અને એ પણ “૧” રૂપિયાના “માનદ વેતન”ની શરતે.” ઘણી વખત વિચાર આવે છે કે કેવા લોકો પાસે થી આપણે સત્તા, સંપતિ છોડાવી અને કેવા લોકો ના હાથ માં સોપી દીધી…!!!!  અને આજે આ દેશ ની સંપત્તિ જેના બાપદાદા ની છે જ નહિ તેવા લોકો સંપત્તિ ને હડપ કરવા લાગ્યા છે…( ખોખલી રાષ્ટ્રભક્તિ નુ મોરૂ પહેરી દેશ ને મૂર્ખ બનાવી ને વેચવા પણ લાગ્યા છે
કેનેડા    – તરુણ પરીખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top