Charchapatra

આજના કપરા સમયમાં જૈન અને જનસમાજને વિનંતી

અત્યારે અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધનું તનાવપૂર્ણ વાતાવરણ છે ત્યારે બંને દેશને સદ્દબુદ્ધિ મળે અને દેશોમાં સુલેહ શાંતિ થાય, એ અર્થે પરમાત્માની ઉચિત યોગ્ય માધ્યમથી ભકિત થાય તે માટે ધર્મ- ભૂમિક મંદિરોની નગરીના સંગતિના ભંડાર સમા શાંતિનાથ દહેરાસરના શાંતિનાથ (સુપ્રસિદ્ધ) મંડળ તરફથી આરાધનાનું એલાન કરવામાં આવે છે. (1) ઘરમાં બધાએ મહામંગલકારી વિઘ્નનિવારક સતત નવકાર મંત્રનું સતત સ્મરણ કરવું, જાપ કરવો (2) સંકટનિવારક ઉવ સગ્ગહરંસૂત્રનો વારંવાર પાઠ કરવો.

(3) ભયના નિવારણ માટે ‘નમો જિણાણં જિઅ ભયાણં’ એ પદનો સતત જાપ કરવો, સ્મરણ કરવું જેથી ભયનો નાશ થાય- ઉવસગ્ગહરે બોલવું. (4) પ્રતિક્રમણ સૂત્રમાં આવતી નાની શાંતિનું સૂત્ર તથા મોટી શાંતિનું સૂત્રનું પઠન કરવું સંતીકરં બોલવું. (5) સર્વની શાંતિ માટે ‘સર્વથા સુખી થાઓ’ની વારંવાર પ્રાર્થના કરવી. આ રીતે અન્ય ધર્મીઓ પણ પોતાના ઇષ્ટદેવનો જાપ કરી ભારત માતાની સેવા કરી શકે છે. સર્વે જૈનો અને જનો આવો સંકલ્પ કરે એ આજના સમયની શાંતિ માટેની માંગ છે.
સુરત – દીપકભાઇ ટાંકલવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top