Charchapatra

2047નું ભારત કેવું હશે?

ભારત ખેતીપ્રધાન દેશ છે. ૮૫ ટકા વસ્તી ગરીબી રેખા હેઠળ જીવન વીતાવે છે. ૮૦ના દાયકાની સરખામણીમાં હાલ ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું. વિકાસ ખૂબ થયો છતાં મોંઘવારી, ટ્રાફિકની સમસ્યા યથાવત્, શિક્ષણ અને આરોગ્ય સુવિધા મેળવવા ખૂબ મોટો ખર્ચ થાય. હાલમાં રહેવા માટે ઘરોની જરૂરિયાત માટે ખૂબ સંઘર્ષ વેઠવો પડશે. રસ્તાઓ પહોળા કરવા માટે અત્યારથી આયોજન કરવું પડશે. 2047નું ભારત કેવું હશે તેનાં સ્વપ્નાં કે કલ્પના કરવાથી કશું ન થાય. 2047નો માસ્ટર પ્લાન અત્યારથી જ તૈયારીઓ કરવી પડશે. જમીન વધવાની નથી. કોઈ નવો વિકલ્પ વિચારવો પડશે.
સુરત     – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top