હમણાં સાયન્સ ફિકશન દર્શાવતી એક શોર્ટ ફિલ્મ વાયરલ થઈ છે. પ્રારંભે સેટલાઈટથી સમગ્ર પૃથ્વી દેખાડવામાં આવે છે અને ક્રમશ: કેમેરો ટેલી ફોક્સ થતાં થતાં અમેરિકાના ન્યૂયોર્ક શહેર ઉપર સ્થિર થાય છે. ન્યૂયોર્ક શહેરના રસ્તાઓ ઉપર વાહનોની ભીડ-ભાડનું દૃશ્ય હતું. કોઈ વાહનનો અકસ્માત થાય તો લાલ લાઈટથી દર્શાવવામાં આવતું. પૂરા એક અઠવાડિયા સુધીનાં દ્રશ્યો દોઢ મિનિટમાં સંકલિત કરી દર્શાવવામાં આવતાં. ટી.વી.ના સ્કીન ઉપર વાહનોની વણઝારનાં જાળાં વચ્ચે લાલ-લાલ ટપકાંઓ ફૂટતાં હોય તેવું દર્શાવવામાં આવ્યું.
વાહનોની આવનજાવન અને અકસ્માતોથી રંગાતા ન્યુયોર્ક સીટીનું દૃશ્ય પછીથી આકાશગંગામાં પરિભ્રમણ કરતા તારા, ગ્રહો અને ઉલ્કાઓના બ્રહ્માંડમાં પરિવર્તિત થાય છે અને જ્યારે ઉલ્કાઓ પરસ્પર અથડાય છે ત્યારે પણ પ્રકાશપુંજ પથરાતો દેખાય છે. વર્ષ ૨૦૨૫ના ૩૬૫ દિવસના બ્રહ્માંડનું દર્શન ૭ મિનિટમાં સંકલિત કરી દર્શાવવામાં આવતાં જાણે બ્રહ્માંડમાં પણ ન્યૂયોર્ક સિટીનાં વાહનોની દોડધામ અને અકસ્માતો પ્રકારનાં દૃશ્યો લગભગ એક સમાન રીતે જોવા મળે છે.
આ રીતે હકીક્તોનો આધાર લઈ ત્રીજા દૃશ્યમાં ફિલ્મકાર પૃથ્વીના ગ્રહ તરફ આવી રહેલ અને સંભવત: ડિસેમ્બર ૨૦૨૭માં પૃથ્વી સાથે અથડાવાની શક્યતા ધરાવતાં ઉલ્કાના આગમની કાલ્પનિક સ્થિતિ એનિમેશન દૃશ્યરૂપે બતાવી કહે છે કે રોડ અકસ્માત જેટલી જ સહજ સ્વરૂપની આ અવકાશી ઘટના પૃથ્વીવાસીઓ ઉપર બનશે ત્યારે શું થશે!
ફિલ્મકારે એક સાયન્સ ફિક્શન તરીકે વિષયવસ્તુને પસંદ કર્યું હોઈ સુપર કોમ્પ્યૂટર અને અવકાશ વિજ્ઞાનીઓની મદદથી આવી રહેલ ઉલ્કાનાં 56, પ્રવેગ અને ગુરુત્વાકર્ષણબળની ગણતરી કરી ચોથા દૃશ્યમાં દેખાડે છે કે પૃથ્વીના ચુંબકીય વાતાવરણમાં ઉલ્કાનો પ્રવેશ થતાં પ્રથમ ૬૦ કલાક દરમિયાન પૃથ્વી ઉપર ચક્રવાત પવન સાથે દરિયાઈ તોફાન ઉદ્ભવે છે. જ્વાળામુખી સક્રિય થતાં ધરતીકંપના આંચકાઓ શરૂ થવા લાગે છે. પૃથ્વી તરફ આગળ વધતી ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તે પછી ૩૨ મિનિટમાં આકાશ સૂર્ય જેટલા ઉજાસથી ભરાઈ જાય છે અને વાતાવરણમાં ૧૮ થી રર ડિગ્રી તાપમાનનો વધારો થઈ જાય છે.
૫૦ દિવસના અંતરાલ પછી સેટલાઈટ કેમેરા ફરી સક્રિય થતાં ફિલ્મકાર પૃથ્વી દર્શાવે છે. પણ ઠેર-ઠેર માત્ર ઈંટ, પથ્થરના ઢગલા દેખાય છે. દરિયાનાં ગરમ પાણીથી મૃત્યુ પામેલ જળચરનાં કાંઠે આવેલ GL દર્શાવાય છે. ઉષ્ણતામાનના ફેરફારથી ફુંકાએલ દરીકેને જંગલોને ઉજ્જડ કર્યાના અને દગ્ધ પ્રાણીઓની લાશો દેખાડવામાં આવે છે. ફિલ્મના અંતિમ દૃશ્યમાં ફિલ્મકાર પૃથ્વી સાથે અથડાયેલ ઉલ્કા પછીના વરસાદના લીધે જમીનમાં પડી રહેલ બીજને પુન:અંકુરિત થતાં શીળા પવનમાં લહેરાતા અને આકાશી ભૂરા રંગનાં શાંત દરિયાની સપાટી ઉપર વહેતી જેલી ફિશ દર્શાવી એક પથ્થર ઉપર ચોંટીને બેઠેલા તમરાના પડઘાતા અવાજ સાથે ફિલ્મ પૂરી કરે છે.
પૃથ્વી ઉપર બ્રહ્માંડની કોઈ ઉલ્કા અથડાય, પૃથ્વી ઉપરના અનુપમ સૌંદર્ય ‘સુજલાં..સુલાં. મલયજ શીતલામ્… ‘કાવ્યમાં જીવસૃષ્ટિ અને પ્રકૃતિની જે એકરૂપતા દર્શાવી છે તૂટી જશે. જીવાશ્મીના અભ્યાસો કહે છે તેમ પૃથ્વીનાં ૪ અબજ વર્ષના આયુષ્યમાં થયેલ ૫ સંપૂર્ણ વિનાશ પછી ફરી છઠ્ઠો વિનાશ હશે. પરંતુ ફરી નવ નિર્માણ પ્રારંભાશે, પરંતુ મૂવા(મરેલા)ની સંગાથે કોઈ જાતું નથી રે’ તેમ ભજનિકો જ્યારે ગાય છે ત્યારે એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે કે પૃથ્વીના નાશ પછી માણસની પદવી, મિલકત, સંબંધ, સંપ્રદાય, જાતિ જેવી જે કંઈ બાબતો જે વ્યક્તિના નામ આસપાસ ગોઠવાય છે તે સઘળી અર્થહીન બની જશે. આ યાદી સ્મશાનવત્ શાંતિ અને ભય પમાડનારી છે.
બ્રહ્માંડનું પ્રદર્શન કરનાર એસ્ટ્રોનોમર વૈજ્ઞાનિક છે. આથી શું બચશે, તેવો સવાલ પણ તરતો મૂકે છે. કબીર સાહેબે માટીનું વાસણ તૂટી જતાં ફરી માટી, તેમ દરિયાનો પરપોટો ફૂટી જતાં ફરી દરિયા સ્વરૂપની શાશ્વતતા દોહરાવવા મૂકી છે. ઉપનિષદમાં તપસ્વીઓએ ઊડતી હિમશિલાની વાત કરી દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર થાય છે તેમ જણાવે છે. ગીતાકાર કૃષ્ણે તો માનવશરીરને ઊર્જા સ્વરૂપે જાણી સૂક્ષ્મ અને કારણરૂપ શરીરને પણ સ્પષ્ટ કરી બતાવ્યું છે. વેદાંત ‘નેતિ નેતિ’ કહે છે. અર્થાત્ શરીર નથી, પ્રાણ નથી, મન, બુદ્ધિ કે અહંકાર નથી, આત્મા તો આ સર્વના ચાલક કે પ્રેરક ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય સૂક્ષ્મતમ છે, સર્વવ્યાપી છે. પૃથ્વીના પરિઘથી પરે છે. તે ફિલ્મકારનો તાર્કિક સંદેશ કથાનક બની સ્પષ્ટ થાય છે.
પૌરાણિક કથા અનુસાર ઉદ્દાલક આરુણિ પોતાના પુત્ર શ્વેતકેતુને કહે છે, ‘તત્ત્વમસિ -તે’ આત્મા જે પૂર્ણ છે તે તું છો.’ સંસારની ઉપાધિઓ- વ્યવહારોમાં મણિમાળાના મણકા જેવા રંગેરંગ અને આકારમાં અલગ ભાસે છે પણ એક જ સૂત્રથી. એક અધિષ્ઠાનથી પરોવાયેલ છે. વેદ તેને “પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.” કહીને ઊર્જાના સાર્વત્રિક વ્યાપને જ માન્ય રાખે છે. ઉપનિષદ કહે છે સર્વનાશ થાય, પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિનો અંત આવી જાય તે પછી પણ આત્માર્થી બચે છે. બુદ્ધ, ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ જેવી વિરલ વ્યક્તિઓ સદેહે શરીર અને સંસારના નાશવંત સ્વરૂપથી ઉપર ઊઠી આત્મતત્ત્વની સનાતન સ્થિતિને દર્શાવી છે.
વિજ્ઞાન જણાવે છે કે મહાવિનાશ પછી જે બચશે તે કેવળ ઊર્જા હશે. ગીતાકાર શ્રીકૃષ્ણે કહ્યું છે: ‘બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મ સમાધિના (અ.૪, શ્લોક-૨૪) બ્રહ્મકર્મમાં સ્થિર રહેનાર યોગીઓને મળનાર ફળ પણ બ્રહ્મ જ છે. ઈશ્વરને ઊર્જા સ્વરૂપે સમજવાના સંસ્કાર કેવળ સનાતન સંસ્કૃતિમાંથી મળે છે. પરંતુ જગતના ધર્મો અને સંપ્રદાયોએ અનુકૂલન અર્થે વ્યાખ્યાયિત કરાયેલ સત્ય અને પૃથ્વીના નાશ પછી પણ છેવટે બચનાર સ્વર્ગ, હેવન કે જન્નતની ચિત્રાવલી સામક છે. ત્યારે સાધકોએ ચિંતન કરતાં રહી જવાબ શોધવો જ રહ્યો કે આખરે શું બચશે? મુમુક્ષુ તરીકે પ્રયત્ન કરતા રહીએ અને જે અંતે બચવાનું છે તેને જ પાસે રાખી બાકીનું અત્યારથી છોડતા જઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.