Vadodara

PCBએ 40 લાખનો દારૂ ઝડપી પાડ્યો : ચાલકની ધરપકડ, ત્રણ વોન્ટેડ

વડોદરા : શહેરની ગુના નિવારણ શાખાની ટીમને બાતમી મળી હતી કે પરપ્રાંતનું કન્ટેનરનુ કેબીન સફેદ આછા ભુરા રંગનુ તથા કન્ટેનર કેસરી કલરનુ છે” તેમાંવિદેશી દારૂ નો જથ્થો ભરીને હાલોલ તરફથી નીકળીને સુરત તરત જવાનું છે. ચોક્કસ બાતમી મળતા જ સતર્ક પીઆઇ જે જે પટેલે તેમના સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપીને ગોલ્ડન ચોકડી નજીક ઘનિષ્ઠ વોચ ગોઠવી હતી.મધરાત્રે આશરે બે વાગ્યાની આસપાસ બાતમી મુજબના વર્ણન અને નંબરવાળી કન્ટેનર નજરે પડતાં જ ગોલ્ડન ચોકડી નજીક આતરી ને તપાસ હાથ ધરી હતી. ડ્રાઈવર ની પ્રાથમિક પુછતાછ કરતા કન્ટેનરમાં એસી ભર્યાં હોવાનુ જણાવીને બિલ્ટી પણ બતાવતા પોલીસ અવઢવમાં પડી ગઈ હતી.

છતા કન્ટેનરમાં જઇને થોકબંધ પ્લાસ્ટિકના થેલા મા તપાસ કરતા વિવિઘ બ્રાન્ડની ઓલ સીઝન, રોયલ ચેલેન્જ, ઇમ્પિરિયલ બ્લૂ સહિતની વિદેશી શરાબ નો જથ્થો કબજે કર્યો હતો ગુના નિવારણ શાખાની ટીમે ગણતરી કરતા ચાલીસ લાખની કિંમત નો દારૂ,રોકડ, મોબાઈલ તથા કન્ટેનર સહિત ૫૬,૧૧,૫૮૫ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી ડ્રાઇવર જગદીશ રઘુનાથજી ઢાકા ની (બિસ્નોઇ) પાસેથીએર કન્ડીશનના ખોટા ટેક્ષ ઇનવોઇસ, ઇવે બીલ તથા લોરી બીલ્ટી મળી આવી હતી. જેના આધારે ધરપકડ કરી છે જ્યારે શરાબનો જથ્થો મોકલનાર (૧) ગોપાલસીંગ (રહે: બ્યાવર,રાજસ્થાન) અને (૨) હરિયાણા નારનોલથી કન્ટેનરમાં દારૂ ભરી આપનાર અજાણ્યો ઇસમ તથા દારુનો જથ્થો મંગાવનાર (૩) સુરત કડોદરા નામ ખુલતા વોન્ટેડ જાહેર કરાયા હતા.

હરિયાણાના બુટલેગરે જથ્થો સપ્લાય કર્યો
ડ્રાઈવરે કબુલાત કરી હતી કે હરીયાણા નારનોલ હાઇવે નજીકથી શરાબનો જથ્થો સુરત ખાતે લઈ જવાતો હોવાનું જણાય આવ્યું હતું.તેમજ શરાબનો જથ્થો ગોપાલસીંગએ તેના માણસ થકી ભરાવી આપ્યો હતો. જે જથ્થા સાથેનો કન્ટેનર લઇ ચાલક હરીયાણા નારનોલ થઇ, જયપુર, શામળાજી, મોડાસા, ગોધરા હાલોલ થઇ, વડોદરા થઇ સુરત તરફ માલની ડીલવરી કરવા જતો હતો.

આખા કન્ટેનરમાં શરાબની બોટલો
બૂટલેગરો હવે તો તદ્દન બેફામ બનીને 700 પેટી જથ્થો બિન્દાસ્ત ગુજરાતમા ઠાલવવા કરેલી પેરવીને પીસીબીએ નાકામ કરી નાખો. જો કે હવે એ જોવું રહ્યુ કે બાપોદના બાહોશ તપાસ અધિકારી ગુનામા સંડોવાયેલ તમામ કુખ્યાત ઇસમોને ઝડપીને સૂત્રધારો સુઘી ક્યારે
પહોંચે છે.

Most Popular

To Top