SURAT

દિવાલ કૂદીને સુરતના નારી સંરક્ષણ ગૃહમાંથી બે છોકરીઓ ભાગી ગઈ

સુરત(Surat) : સુરતના નારી સંરક્ષણ ગૃહમાંથી (Women’s Protection Home) બે કિશોરીઓ (teenager) ભાગી ગયાની (ran away) ઘટના બનતા દોડધામ મચી ગઈ છે. આ બંને કિશોરીઓને હજુ બે દિવસ પહેલાં જ નારી સંરક્ષણ ગૃહમાં લાવવામાં આવી હતી. તે બંને દિવાલ કૂદીને ભાગી ગઈ હતી. નારી સંરક્ષણ ગૃહના સંચાલકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે એક કિશોરીને મહારાષ્ટ્રના (Maharashtra) રત્નાગીરીથી શોધી કાઢી છે, જ્યારે બીજી કિશોરી હજુ લાપતા છે. તેની શોધખોળ ચાલુ છે.

  • પાંડેસરા અને લિંબાયતમાં રખડતી બે કિશોરીને પોલીસ નારી સંરક્ષણ ગૃહમાં 13મીએ મૂકી ગઈ હતી
  • 15 અને 16 વર્ષની ઉંમરની કિશોરીઓ નારી સંરક્ષણ ગૃહની દિવાલ કુદી ભાગી ગઈ
  • બંને કિશોરીઓ ટ્રેનમાં ભાગી હોવાનું તપાસમાં બહાર આવ્યું
  • પોલીસે એક કિશોરીને મહારાષ્ટ્રના રત્નાગીરીથી શોધી, બીજીની શોધખોળ ચાલુ

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેર પોલીસ દ્વારા રખડું જીવન જીવતા બાળકોના સારા ભવિષ્ય માટે સંરક્ષણ ગૃહમાં લાવવામાં આવે છે, તેના જ ભાગરૂપે ગઈ તા. 13મી ઓગસ્ટના રોજ સુરત પોલીસ પાંડેસરા અને લિંબાયતના સ્લમ વિસ્તારમાં રખડતી 15 અને 16 વર્ષની ઉંમરની બે કિશોરીઓને નારી સંરક્ષણ ગૃહમાં સુરક્ષિત ખસેડી હતી. પરંતુ આ બંને કિશોરીઓને રખડું જીવન પસંદ હોય તેઓને નારી સંરક્ષણ ગૃહમાં રહેવું નહોતું. તેથી તે બંને દિવાલ કૂદીને ભાગી ગઈ હતી. આ બંને કિશોરીઓ રામનગર સુધી ચાલતા ગઈ હોવાનું સીસીટીવી (CCTV) ફૂટેજમાંથી (Footage) જાણવા મળ્યું છે. નારી સંરક્ષણ ગૃહ દ્વારા આ અંગે રાંદેર પોલીસને જાણ કરાતા પોલીસે તેઓની શોધખોળ આદરી હતી. પોલીસ તપાસમાં એક કિશોરી મહારાષ્ટ્રના રત્નાગીરી ભાગી છૂટી હોવાનું બહાર આવ્યું હતું, તેને ત્યાંથી શોધી કાઢવામાં આવી છે. બીજી કિશોરી હજુ મળી નથી.

આ અંગે નારી સંરક્ષણ ગૃહના ઈન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ રૂબી જીલેદાર સિંઘે કહ્યું કે, 13 ઓગસ્ટના રોજ બંને કિશોરીને પોલીસ દ્વારા નારી સંરક્ષણ ગૃહમાં લાવવામાં આવી હતી. જાહેર કાર્યક્રમો અને રજાના લીધે બંને કિશોરીનું કાઉન્સેલિંગ થઈ શક્યું નહોતું. તે બંને કિશોરીની મુલાકાત પણ થઈ શકી નહોતી. દરમિયાન બંને છુપાઈને ભાગી ગઈ છે. બંને ટ્રેનમાં નાસી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એક કિશોરીને શોધી કાઢી છે જ્યારે અન્ય કિશોરીની તપાસ ચાલુ છે.

Most Popular

To Top