Dakshin Gujarat

નર્મદા ડેમમાંથી 5.45 લાખ કયુસેક પાણી છોડાતા ભરૂચમાં પૂર જેવી સ્થિતિ

ભરૂચ: ભરૂચ(Bharuch)ની નર્મદા નદી(Narmada River)માં પાણીની આવક વધતા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવીને 26.41 ફૂટ પર વહી રહી છે, ત્યારે અંક્લેશ્વરના વહીવટી તંત્ર દ્વારા સંભવિત પૂર(Flood)ની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે બે ગામમાંથી 681 લોકોનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કર્યું છે. સરદાર સરોવર ડેમ(Sardar Sarovar Dam)માંથી છેલ્લા ત્રણ દિવસથી તબક્કા વાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.જેને પગલે ભરૂચ જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના લોકો માટે એલર્ટ જારી કર્યું છે.

13 ગામો એલર્ટ
ડેમ આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નદીની સપાટી 25 ફૂટે પહોંચી છે. જેને પગલે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના 501 ખાલપીયા ગામના 170 અને ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીના 10 લોકોનું પ્રાંત અધિકારી નૈતિક પટેલ, મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. પૂરથી પ્રભાવિત થતા અંકલેશ્વરના સરફુદીન ખાલપીયા પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે, જુના છાપરા,જુના કાશીયા બોરભાઠા બેટ સક્કરપોર, જુના પુનગામ, બોરભાઠા, જુના તરીયા માંથી 5.45 ક્યુસેક પાણી છોડવામાં, જુના ધંતુરીયા,જુના દિવા સહિત ના 13 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે,સાથે તંત્રદ્વારા આ ગામોના સરપંચ અને તલાટીઓને પણ સ્થળ ઉપર હાજર રહેવા સૂચના ઓ આપવામાં આવી છે. અંકલેશ્વર પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્ર દ્વારા સંભવિત પૂરની સ્થિતિને પહોંચી ખડે પગે વોચ રાખવામાં આવી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના તમામ દરવાજાઓ ખોલી ૭.૨૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી રહ્યો છે. નર્મદા ડેમમાં હાલ જેટલું પાણી આવી રહ્યું છે તેટલું દરવાજામાંથી છોડવામાં આવી રહ્યુ છે. જો ડેમમાંથી 7.24 લાખ કયુસેક પાણીની આવક થાય અને તેટલું જ પાણી છોડી દેવામાં આવે તો ભરૂચમાં જળબંબાકાર થઇ જાય તેમ છે. ભરૂચમાં પૂરની અસર ઓછી કરવા માટે સરદાર સરોવર નિગમે ડેમના ગેટમાંથી 5.45 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખી બાકીના પાણીનો સંગ્રહ કરવાનો નિર્ણય લીધો છે.

મધ્યપ્રદેશનાં તમામ ડેમ છલકાયા
મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર સહિતના તમામ ડેમ છલોછલ થઇ ગયાં છે. ખાસ કરીને ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવતું પાણી સરદાર સરોવરમાં આવી રહયું છે. હાલ સરદાર સરોવરમાં 6.54 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેની સામે ડેમના 23 ગેટ ખોલી 5.45 લાખ કયુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. નર્મદા ડેમ તેની 138.68 મીટરની મહત્તમ સપાટીથી માત્ર 3 મીટર જેટલો બાકી રહયો છે ત્યારે આ મહિનાના અંત સુધીમાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીને સ્પર્શી જાય તેવી સંભાવના વધી છે.

તો ભરૂચમાં 2020 જેવી પુર આવી શકે છે
ઓમકારેશ્વર ડેમમાં પાણીની આવક આઇ આવક વધી જતાં તમામ દરવાજાઓ ખોલી 7.24 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે. આ પાણી સાતથી આઠ કલાકમાં સરદાર સરોવરમાં આવી જશે. જો નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીની માત્રા વધારવામાં આવે તો ભરૂચમાં નર્મદા નદીની સપાટી 30 ફુટને પાર કરી જાય તેવી સંભાવના છે. જો નર્મદાની સપાટી 30 ફુટ સુધી પહોંચી જાય તો ભરૂચમાં ફરી 2020ની સાલમાં આવેલા પુર જેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે તેમ છે. ભરૂચમાં પુરની અસર ઓછી કરવા માટે ડેમ સત્તાવાળાઓએ ડેમમાંથી 5 થી 6 લાખ કયુસેક પાણી છોડવાનું આયોજન કર્યું છે. વધારાના પાણીના જથ્થાને ડેમમાં સંગ્રહ કરવામાં આવશે. ડેમમાં પાણી સંગ્રહ કરવામાં આવશે તો આ મહિનાના અંત સુધીમાં નર્મદા ડેમ તેની 138.68 મીટરની પુર્ણ સપાટીએ પહોંચી જશે. હાલ ડેમની સપાટી 134.51 મીટર છે.

Most Popular

To Top