Charchapatra

મિસ્ટ્રેસ

અંધશ્રદ્ધાથી ક્યારે મુક્તિ મળશે એ ચિંતા અને ચિંતનનો વિષય છે. નિર્મલ બાબા અને રાધે મા તો છે જ. ૨૦૧૮ થી આઈટી હબ બેન્ગલુરુમાં નવું નાટક શરૂ થયું છે. વાંચીને તમે ચોક્કસ હસવાનાં યા રડવાનાં. મિસ્ટ્રેસ એમી તદ્દન નવીન અને નવાઈ લાગે તેવું નાટક લઈને આવ્યાં છે. તેણી પોતાના પગને પેડીક્યોર કરાવી, શ્યામ વસ્ત્રો પરિધાન કરી ફાઈવ સ્ટાર હોટેલના સ્યુટમાં ગ્રાહકોની વાટ જુએ છે. તેમનાં એકએક કલાકનાં સેશનની ફી ૧૦,૦૦૦ થી ૨૫,૦૦૦ રૂપિયા હોય છે. ગ્રાહકો નિજ મસ્તક નમાવે છે જેના પર ક્વીન એમ પોતાના ચરણારવિંદની સ્થાપના કરે છે. તદ્પશ્ચાત્ તેણી ગ્રાહકને ગાળ, હા, ગાળ દેવાનું શરૂ કરે છે. તેથી હોટેલના રૂમ્સ સાઉન્ડ પ્રૂફ હોય છે. તેને બાંધીને મારેય છે. તેના પર મીણ રેડવામાં આવે છે. ગ્રાહક બૂમ પાડી ઊઠે ત્યાં સુધી આ પ્રક્રિયા હોંશે હોંશે ચાલતી રહે છે. આવી ડઝનેક ડોમિનેટ્રીક્સ અસ્તિત્વ ધરાવે છે અને સ્પર્ધા ગળાકાપ છે, બોલો. આ તો થઇ બેન્ગલુરુની વાત.

આવી રૂપાળી સ્ત્રીઓ બેવડી જિંદગી જીવે છે; જે લોકો ૧૦,૦૦૦ થી લઇ ૨૫,૦૦૦ એકાદ કલાકના વેડફી મારે તેઓ અતિ ધનવાન હશે. આપણને નહિ પરવડે. એના પરથી સાબિત થાય કે, તેઓ ધનશાળી હોય છે પણ બુદ્ધિશાળી હોવા અંગે શંકા. ફી ઉપરાંત ગ્રાહકો આ મિસ્ટ્રેસ માટે પ્રાડા જેવી આંતર રાષ્ટ્રીય કંપનીના પાદ પોશાકો, જેની કિંમત પાંચ આંકડામાં હોય છે, પણ ખરીદી ભેટ કરે છે. ક્વીન એમ આ ગાળો મલયાળી ભાષામાં આપે છે. એટલે સાબિત થયું કે ગ્રાહકો કેરલાઈટ હોય છે જ્યાં શિક્ષણની ટકાવારી ઘણી ઊંચી છે. આની પાછળનું કારણ એક જ છે. આ મિસ્ટ્રેસ પૈકી કોઈ પર પણ બાળપણ કે તરુણાવસ્થામાં નિજ પિતાએ કે કોઈ પણ સગાએ બળાત્કાર કર્યો હોય છે. જો કે, આમાં સેક્સને ક્યાંય સ્થાન નથી અને ગ્રાહક ૨૧ વર્ષથી વધુ વયનો હોવો જોઈએ એ પૂર્વ શરત છે. દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહીએ.
બારડોલી – વિરલ વ્યાસ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top