Charchapatra

નિયંત્રણ વિનાની સ્વતંત્રતા

ભારત દેશ સ્વતંત્ર થયાને પંચોતેર વર્ષ પૂરાં કર્યાં. આનંદ થાય એ સ્વાભાવિક છે. દેશને આઝાદી અપાવવા જેમણે બલિદાન આપ્યું છે, જેલવાસ ભોગવ્યો છે, અનેક યાતનાઓ વેઠી આપણે એમના અથાગ પ્રયત્નોથી સ્વતંત્ર થયા અને સ્વતંત્રતાનું સુખ ભોગવી રહ્યા છીએ. શું આપણે કર્તવ્યપરાયણ છીએ? કચેરીમાં સમયસર પહોંચવું પ્રજા માટે નિયુક્ત કર્મચારી પ્રજાનાં કામ પ્રેમથી, વ્હાલથી કોઈ પણ જાતની અપેક્ષા વિના કરીએ છીએ ખરા?  એ જ રીતે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની વેદનાને સંવેદના બનાવી કામ કામગીરી કરે છે ? કે પછી ચૂંટણી લક્ષી?! ગાંધીજીએ એક પોતડી લાકડીથી સ્વરાજ્ય અપાવ્યું. સ્વતંત્ર ભારતના રખેવાળ આવી સાદાઈનું અનુકરણ કરે છે ખરા?  ઘર-ઘર ત્રિરંગા ભલે લહેરાયા, પરંતુ ઘર-ઘર દેશપ્રેમ કે દેશદાઝ છે? મોટી વાતો કરવાથી કે મોટી રેલી કાઢવાથી અને ફરી હતા એના એ !

દેશ માટે યુવાન શહીદ થાય છે. તેમનાં કુટુંબ તથા બાળકોનું શું? 14-8-2022 ની રાત્રે સોની ટી.વી. પર રાત્રે પ્રસાર થતાં ‘‘ઈન્ડીયન આઈડોલ’’ પ્રોગ્રામમાં આવી અણમોલ વ્યકિતને બોલાવવામાં આવ્યા અને તેમની વ્યથાની વાતો પ્રસારિત થઈ, જેમાં એક યુવતીનાં લગ્ન થયા બાદ ત્રણ માસની ગર્ભવતી પત્નીને પતિ દેશ માટે શહીદ થયા. ત્રણ વર્ષની બાળકી સાથે દુ:ખી જીવન વિતાવી રહી છે ત્યારે દિલ હલબલી ઊઠે ભાઈ! આપણે મોટી-મોટી ત્રિરંગા યાત્રા ત્યાગી ઘર-ઘરથી શહીદો માટે દાન ઉઘરાવી તથા નોકરી કરતા અને પેન્શન લેતા દરેક નાગરિક ફક્ત એક દિવસનો પગાર શહીદોના કુટુંબ માટે આપે તે એવું અભિયાન ચલાવવું જોઈએ. એને માટે શહીદોના સંબંધી હોય, નિવૃત્ત આર્મીમેન હોય, તેની સમિતિ બનાવી ફંડ આવા નિરાધાર શહીદ કુટુંબને મળે એવું આયોજન કરીશું તો જ મોટા અવાજે બોલી શકીશું ‘‘હર કરમ અપના કરેંગે હે વતન તેરે લિયે’. નિયંત્રણ વિનાની સ્વતંત્રતા પચાવવી કઠીન છે.
અમરોલી – બળવંત ટેલર    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top