સાવલી: સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિની શોભાયાત્રા પર બે જૂથો વચ્ચે થયેલા પથ્થર મારાના પ્રકરણમાં મંજુસર પોલીસે 18 ઈસમો સામે નામ જોગ...
વડોદરા : શહેરમાં વિઘ્નહર્તા શ્રીજી મૂર્તિ નું વિસર્જન મોડી રાત સુધી ચાલ્યા બાદ શહેરના પાંચેય કૃત્રિમ તળાવોમાંથી પાલિકા તંત્ર દ્વારા કાટમાળ બહાર...
વડોદરા: સંસ્કારનગરી વડોદરામાં ગણેશ મહોત્સવનો તહેવાર ખુબ ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે. ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા ગણેશ મહોત્સવને મિશન વિસર્જન તરીકે...
કૃષિવિજ્ઞાની એમ. એસ. સ્વામીનાથનના મરણ પર દેશના નેતાઓ શોક વ્યક્ત કરી રહ્યા છે. સ્વામીનાથન ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક જણાય છે, પણ હરિયાળી...
સરકારી તંત્ર પાસે પ્રજાને સવલતની અપેક્ષા હોય એ સામાન્ય ઘટના છે, પરંતુ એક નાગરિક તરીકે પ્રજાએ પણ આત્મનિરિક્ષણ કરવું જ રહ્યું! કે...
બીજી ઓકટોબર હંમેશ મુજબ ગાંધી જયંતી ઔપચારિક રીતે ગાંધીને યાદ કરવાનો દિન છે. આઝાદી પછી ગાંધીને મન બે દુ:ખ હતા. એક હિન્દુ-મુસ્લિમ...
આજે જ્યારે રોકેટની ગતિથી વસ્તી વધી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે બધાને જ રોજગાર, નોકરી મળવી મુશ્કેલ છે.આથી થોડાં વર્ષો પહેલાં...
દેશની છબી આજે જે..રીતે રાત દિવસ.. સત્તાધીશોના કેવા કેવા મનઘડંત અને સ્વચ્છંદી રંગોથી બદલાતી જઈ રહી છે એ જોતાં સમગ્રતયા દેશના સમજુ...
વરસાદ વરસી રહ્યો હતો. મમ્મીએ બુમાબુમ શરૂ કરી કે વરસાદ અટકતો જ નથી. આ ભીના કપડાનું શું કરવું કંઈ સમજાતું નથી.વરસાદ અટકે...
વિપક્ષો દ્વારા ‘ઇન્ડિયા’ના રચના બાદ ભાજપ દ્વારા એનડીએના વિસ્તાર માટે ખાસ્સા પ્રયાસ કરાયા અને એમાં કુલ્લે ૩૯ પક્ષો સમાવાયા. ‘ઇન્ડિયા’કરતાં પણ વધુ....
કેટલીક વખત શાસન અને સળગતા મુદ્દાઓને ઉકેલવા કરતાં પણ ભાજપ માટે ચૂંટણી એ ગંભીર કાર્ય છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીની...
જો ભારતમાં અત્યાર સુધીમાં સૌથી મોટી કિંમતની જો કોઈ ચલણી નોટ સરકારે બહાર પાડી હોય તો તે 10000 રૂપિયાની નોટ હતી. તે...
હથોડા: (Hathoda) તરસાડી ખાતે ફ્રીજમાંથી (Fridge) પાણી પડતાં પાછળનો ભાગ ખોલવા પત્નીએ પતિને જણાવતાં ઉશ્કેરાયેલા પતિએ (Husband) પત્નીના માથામાં દસ્તાના ઉપરાછાપરી ઘા...
સુરત: (Surat) ડીંડોલીમાં આવેલ શ્રીનાથનગર સોસાયટીના રહીશોએ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) માટે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં 5 વર્ષના બાળકનું ડૂબી (Drowned)...
વલસાડ, બીલીમોરા, ધરમપુર, ખેરગામ, વાંસદા, પારડી: (Valsad, Bilimora) વલસાડમાં શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું....
ગાંધીનગર: તાજેતરમાં 17મી સપ્ટે.ની આસપાસ ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર (Flood)...
સુરત: ભાદરવી પૂનમના પાવન અવસરે સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલથી (New Civil Hospital) વધુ એક સફળ અંગદાન (Organ Donation) થયું છે. સુરત...
સુરત: (Surat) શહેરમાં શુક્રવારે ઇદે-મિલાદુન્નબીનાં (Eid-e-Miladunnabi) પ્રસંગે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. ઝાંપાબજારથી શરૂ થઈ આ જુલૂસ બડેખા ચકલા હઝરત ખ્વાજા દાના...
નવી દિલ્હી: ટ્રેનમાં યુવતીની છેડતીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લખનઉ સ્ટેશનથી મુઝફ્ફરપૂર સ્ટેશન સુધી 550 કી.મી. સુધી ટ્રેનમાં યુવતી સાથે...
સુરત: (Surat) સુરતના જાણીતા બિલ્ડર (Builder) તેમજ અટલ સવેરા ન્યૂઝ પેપરના માલિક એવા નરેશ અગ્રવાલે (Naresh Agrawal) આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબી...
નવી દિલ્હી: મહિલા આરક્ષણ બિલ (Women Reservation Bill) એટલે કે નારી શક્તિ વંદન એક્ટને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) તરફથી મંજૂરી...
પારડી: (Pardi) ઘરે લગ્ન (Marriage) પ્રસંગે સબંધીઓને પીવડાવવા કારમાં દારૂ (Alcohol) ભરીને લઈ જતી મહિલાને પોલીસે પારડી હાઇવે પરથી ઝડપી પાડી હતી....
સુરત: ડીંડોલીમાં (Dindoli) રાત્રે અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં રાત્રે દારૂના (Alcohol) નશામાં બેફામ કાર ચાલકે મોપેડ સવાર ત્રણને અડફેટે...
સુરત: સુરતના પાંડેસરામાં પિયુષ પોઈન્ટ નજીક આવેલી શિવનગર સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાને કારણે સામાન્ય લોકો ઘણા લાંબા સમયથી હરાજીનો સામનો...
પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટમાં (Blast) 52 લોકોના મોત થયા છે. આ એક આત્મઘાતી હુમલો હતો જે ઇદેમિલાદના (Eid-e-Milad) જુલૂસ દરમ્યાન...
સુરત : રશિયાથી (RASHIYA) આયાત(IMPORT) કરવામાં આવતા રફ હીરા (RAW DIAMOND) ઉપર પ્રતિબંધ મુકાય તે પહેલા G-7 નું પ્રતિનિધિ મંડળ સુરત આવ્યું...
નવી દિલ્હી: એશિયન ગેમ્સના (Asian Games) છઠ્ઠા દિવસે શુક્રવારે એટલે કે 29 સપ્ટેમ્બરે ભારતીય શૂટર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મહિલા અને પુરૂષ...
સુરત: સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આજ રોજ સુરતના ડિંડોલી (Dindoli), ખરવાસા, ચલથાણ જેવા વિસ્તારોમાંથી પસાર થતી નહેરમાંથી અર્ધ વિસર્જીત રઝળતી શ્રી ગણેશજીની...
સુરત: (Surat) સુરતમાં આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એક એવી ચોંકાવનારી ઘટના બની છે જેણે પોલીસ અને પાલિકા (Corporation) તંત્રને...
નવી દિલ્હી: અબજો ડોલરની લોન લીધા પછી પણ પાકિસ્તાનની જનતાને ભૂખમરાથી બચાવવી મુશ્કેલ બની ગઈ છે. આથી પાકિસ્તાને ફરી એકવાર તેના મિત્રો...
ઓઇલના ભાવ ઉછળતાં બજાર દબાણમાં, સેન્સેક્સ 300 પોઇન્ટ તૂટ્યો
બંગાળ ચૂંટણીમાં ઊંચું મતદાન: કોને મળશે સ્પષ્ટ બહુમતી? ભાજપ અને ટીએમસીના જુદા જુદા દાવા
બંગાળમાં મતદાનનો રેકોર્ડ: 92.14% વોટિંગ, તમિલનાડુના ઇતિહાસમાં સૌથી વધુ 84.98% મતદાન
ટ્રમ્પે કહ્યું- હોર્મુઝ હમારા કબજામાં, માઈન બિછાવનાર જહાજોને જોતા જ ગોળી મારવાનો આદેશ
વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો રોડ-શો યોજાયો
JEE મેઈન 2026 સત્ર 2ના પરિણામમાં ટોપર્સની સફળતાને ચિહ્નિત કરવા માટે સામૂહિક ઉજવણી
બંગાળમાં પહેલા તબક્કામાં ભાજપ કેટલી બેઠકો જીતી શકે છે? સુવેન્દુ અધિકારીએ ચોંકાવનારો દાવો કર્યો
ઉમરેઠ પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૨% મતદાન નોંધાયું
વડોદરા જિલ્લા સંગઠનને કુમતિ સૂઝી, હથિયાર પરવાના કૌભાંડમાં નામ ઉછળ્યું હતું તેના ઘરે જગદીશ વિશ્વકર્માને લઈ ગયા
ઇતિહાસમાં પહેલીવાર બમ્પર મતદાન: બંગાળમાં 91.35% અને તમિલનાડુમાં 84.29% મતદાન
PM મોદી: ઝાલમુડી મેં ખાધી પણ મરચું વિપક્ષને લાગ્યું, 4 મેના રોજ ફક્ત પરિણામ નહીં, પરિવર્તન આવશે
2 કરોડ ભાડું ના ચૂકવાતા વિરાટ કોહલીના નામ સાથે જોડાયેલ રેસ્ટોરન્ટને લાગ્યા તાળા
પ્રયાગરાજ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ટ્રેનોના માર્ગમાં પરિવર્તન
વડોદરામાં ચૂંટણીનો પારો ચડ્યો: વારસિયામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ‘ધિંગાણું’
અમદાવાદ ગ્રામ્યના ગામોમાં શેરી નાટકોના માધ્યમથી ગુંજ્યો લોકશાહીનો સંદેશ
ખાતરની અછત, ભાવવધારો – “આત્મનિર્ભર ભારત” કૃષિ ક્ષેત્રે નિષ્ફળ – ડૉ. મનીષ દોશી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરી જનતાની સુખાકારી માટે પ્રાર્થના
ધો.5થી 8માં નાપાસ વિદ્યાર્થીની પુનઃ પરીક્ષા લઈને પાસ કરવાના કારણે નાપાસની નીતિ કાગળ પર
ગુજરાત પોલીસની સાયબર સ્ટ્રાઈક : ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ હેઠળ ₹૬૨૨ કરોડના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, ૪૦ આરોપીઓ ઝડપાયા
‘… તો ગ્રાન્ટ નહીં આપવા દઉં’, આંકલાવમાં ભાજપ સાંસદના નિવેદન વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ
બુલેટ ટ્રેન કામને કારણે ટ્રાફિક બ્લોક: અનેક ટ્રેનો પ્રભાવિત
મતદાન માટે 1 લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ
લેન્સકાર્ટ સામે વિરોધનો વંટોળ, વડોદરા ઓપ્ટિકલ એસોસિએશન દ્વારા ‘બોયકોટ’નું એલાન
હાટકેશ્વર બ્રિજ તોડાતા લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી
ખેડામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસનો ‘કાળો પંજો’ તિજોરી પર હાથ મારવા મથી રહ્યો છે, પ્રજા ફરી કોંગ્રેસને ઘરભેગી કરશે”
બંગાળમાં લાકડીઓ અને પથ્થરમારા વચ્ચે બમ્પર વોટિંગ, બપોરે 3 વાગ્યા સુધીમાં 78% મતદાન
અમદાવાદમાં હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર: “ભાજપે ગુજરાતને ભયમુક્ત બનાવી વિકાસનો માર્ગ આપ્યો”
ગુજરાતમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ – આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવ માર્ગદર્શિકા જાહેર, હોસ્પિટલોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર
શ્રી સોમનાથમાં ઉત્તરપ્રદેશના ભક્તો માટે ત્રિ-દિવસીય આધ્યાત્મિક પ્રવાસનું ભવ્ય આયોજન
ફ્રાન્સ સરકાર પર સાયબર હુમલો, લાખો નાગરિકોના ડેટા પર ખતરો
સાવલી: સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિની શોભાયાત્રા પર બે જૂથો વચ્ચે થયેલા પથ્થર મારાના પ્રકરણમાં મંજુસર પોલીસે 18 ઈસમો સામે નામ જોગ અને 30 ના ટોળા સામે ગુનો નોધી હાલ પાંચ ઇસમોને અટક કરીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ગત રોજ મંજુસર ગામે સાંજના સમયે ગણપતિ વિસર્જન માટે જઈ રહેલ શોભાયાત્રા ગરાસીયા ફળિયા નજીક પહોંચી હતી ત્યારે કોમી જૂથ અથડામણ સર્જાઈ હતી અને ભારે પથ્થરમારો થયો હતો જેમાં ચાર જેટલા ઈસમો ને ઇજાઓ પણ પહોંચી હતી સાથે સાથે રિક્ષા અને બાઇકોમાં પણ તોડફોડ થઈ હતી અને મકાનોના કાચ પણ તૂટી જવા પામ્યા હતા.
શ્રીજી ની મૂર્તિ ખંડિત થવાના પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ગામના ચોકમાં બેસીને રામધૂન બોલાવીને વિસર્જન ના કરવાની જીદ કરી હતી તેના પગલે ભારે ઉત્તેજના પ્રસરી હતી અને અફવા ઓના બજાર ગરમ થયા હતાઅને આરોપીઓ વિરુદ્ધ કડક સાથે કામગીરી કરવાની માંગ કરી હતી. તેના પગલે પોલીસવિભાગે ખાતરી આપતા મોડી રાતે ગણપતિ વિસર્જન થયું હતું અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો અને પોલીસે જિલ્લા પોલીસવડા ના માર્ગદર્શન હેઠળ ગામમાં કોમ્બિંગ અને પેટ્રોલિંગ કર્યું હતું સાથે સાથે અને મંજુસર ગામે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ સામાન્ય કરવા માટે કવાયત હાથ ધરી હતી અને આ ઘટનામાં મોડી રાતે ફરિયાદ નોંધાઈ હતી.
જેમાં મંજુસર પોલીસ મથકે ફરિયાદી ગીરીશભાઈ ચીમનભાઈ પંચાલ રહે મંજુસર તાલુકો સાવલીના એ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે ગતરોજ ગણપતિ વિસર્જન હોય 500 થી વધુ લોકો ટ્રેક્ટર માં ગણપતિ લઈને વિસર્જન માટે જઈ રહ્યા હતા ત્યારે સાંજના છ વાગે ગરાસીયા મોહલ્લા નજીક યાત્રા પહોંચતા આ યાત્રા પર પથ્થરમારો ચાલુ થયો હતો અને ધાબા પર જોતા વિવિધ ઈસમો પથ્થરમારો કરી રહ્યા હતા આ પથ્થર મારામાં ગણપતિની મૂર્તિ પણ ખંડિત થયેલ હતી અને ચારથી વધુ ઈસમોને ઈજા પણ થઈ હતી જેમાં અરવિંદ નામના યુવકને કપાળે પાંચ ટકા આવ્યા છે.
આ પથ્થરમારો કરી મૂર્તિ ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરવા ના પ્રકરણમાં ૧૮ ઈસમો સામેં નામજોગ ફરિયાદ નોંધાવી છે ૧ વસીમ જસભાઈ વાઘેલા ૨ જશભાઈ નરસંગ વાઘેલા ૩ રણજીત લક્ષ્મણ ૪યાસીન વાઘેલા ૫મહંમદ વાઘેલા ૬લાલા રાયસંગ વાઘેલા ૭ નજીર અબ્બાસ વાઘેલા ૮જીગર અબ્બાસ વાઘેલા ૯ અબ્બાસ વાઘેલા૧૦ સચિન વાઘેલા ૧૧ સાહિલ વાઘેલા ૧૨ કિરણ રિક્ષાવાળો ૧૩ સાગર વાઘેલા ૧૪ સહજાન વાઘેલા ૧૫ નસીર ચંદુ ડીલક્ષ ૧૬ તોસિફ વાઘેલા ૧૭ ફરીદ વાઘેલા ૧૮ વિક્રમ ચીમન વાઘેલા અને અન્ય ત્રીસ માણસોનું ટોળું તમામ રહે મંજુસર તાલુકો સાવલી વિરુદ્ધ મંજુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ વિભાગ દ્વારા વાયરલ વિડીયોની ચકાસણી
સાવલી તાલુકાના મંજુસર ખાતે જિલ્લા પોલીસવડા નાયબ પોલીસવડા એસ.ઓ.જી એલસીબી અને સ્થાનિક પોલીસ નાચુસ્ત બંદોબસ્ત ના પગલે પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને સમગ્ર ગામમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી ને પરિસ્થિતિ સામાન્ય કરી દીધી છે જ્યારે આજે દિવસ ભર ગઈકાલની ઘટનાના વિડીયો વાયરલ થયા હતા પોલીસ વિભાગ તમામ વિડિયો પર અને તમામ ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી રહી છે અને વીડિયોનો સંપૂર્ણ અભ્યાસ કરીને આરોપીઓને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે.