Surat Main

સુરતના હીરા ઉદ્યોગ ઉપર ચિંતાના વાદળો ઘેરાયા, રશિયા-યુક્રેન યુધ્ધની અસર

સુરત : રશિયાથી (RASHIYA) આયાત(IMPORT) કરવામાં આવતા રફ હીરા (RAW DIAMOND) ઉપર પ્રતિબંધ મુકાય તે પહેલા G-7 નું પ્રતિનિધિ મંડળ સુરત આવ્યું હતું. જે સુરત બાદ હવે મહારાસ્ટ્રની મુલાકાત લેશે. ત્યાં હીરા ઉદ્યોગ માટે મહત્વના અને હિતાવહ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. સુરતના હીરા ઉદ્યોગોને આ મીટની સીધી અસર થશે.

રશિયા-યુક્રેન યુધ્ધ વચ્ચે યુક્રેનએ રશિયા ઉપર આરોપો લગાવ્યા છે કે, ‘રશિયા કાચા હીરાના વેચાણથી રૂપિયા મેળવીને યુક્રેનના વિરુધ્ધમાં ઉપયોગ કરી રહ્યું છે.’ આ સંજોગોમાં અમેરિકાએ G-7 ના દેશો ઉપર દબાણ બનાવીને રશીયાથી આયાત થનાર કાચા હીરા અને આભૂષણો ઉપર બેન લગાવી દીધો છે. ત્યારે ભારત રશિયાના કાચા હીરાનો ઉપયોગ કરીને ઘરેણાં નથી બનાવી રહયુ, તેની ચકાસણી કરવા માટે G-7 ની ટીમ સુરત આવી હતી. અને ત્યાર બાદ ચકાસણી માટે આજ રોજ મહારાસ્ટ્ર ગઈ છે. G-7 ના ગ્રૂપમાં અન્ય કેનેડા, ફ્રાંસ, ઈટલી, જર્મની, યુરોપીય સંઘ, જાપાન અને બ્રિટન સમાવિષ્ટ છે. જેના સીધા સબંધો ભારતના વિદેશ વેપાર સાથે છે. જો આ G-7 ના સભ્યોની મીટમાં સભ્યોને સંતોષકારક જવાબ નહિ મળે તો સુરતથી નિકાસ થતા હીરા અને હીરાના ઘરેણાં ઉપર તેની સીધી અસર થશે.

G-7 ના અધિકારીઓએ ગતરોજ ગુરુવારે સુરતની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ 3-4 હજાર શ્રમિકોને રોજગાર આપતી નાની પેઢીથી લઈને 10-15 હજાર શ્રમિકોને રોજગાર આપતી અત્યાધુનિક અને મોટી પેઢીઓની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત રત્નકલાકાર એસોસિયશન અને સુરત ડાયમંડ એસોસિયશનના સભ્યો સાથે બેઠક પણ કરી હતી. જેમાં તેઓએ કેટલાક મહત્વના સવાલો પૂછયા હતા.

G-7ના સભ્યોએ કરી સુરતના રત્ન કલાકારો સાથે પ્રશ્નોત્તરી.

સુરતના રત્નકલાકારોને G-7 ના અધિકારીઓએ સવાલો પૂછ્યા હતા જેમાં મુખ્યત્વે, કકઝ હીરા ક્યાંથી, કી રીતે અને કેટલી માત્રામાં અને કયા આધાર ઉપર આયાત કરવામાં આવે છે? પૂછવામાં આવ્યું હતું જેનો સુરતના રત્નકલકારોએ સંતોષકારક જવાબ આપ્યો હતો. રત્નકલાકાર એસોસીઓશનના પદાધિકારીઓએ કહ્યું કે, સુરત અને સૌરાસ્ટ્રની આસ પાસ ના ગામડાના લગભગ 8 લાખ લોકોને રોજગાર હીરા ઉધ્યોગના કારણે ચાલે છે. અને -7 ના અધિકારીઓએ કોઈ પણ નિર્ણય લેવા પહેકલ આ મુદ્દે પણ વિચારવું જોઈએ. આ સિવાય આજે મુંબઇમાં બેઠક યોજાયેલ છે જેમાં ક્ષેત્રના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

Most Popular

To Top