આખરે અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શનના વિવાદનો અંત આવી ગયો. હવેથી તમામ શ્રદ્ધાળુઓએ એક જ લાઈનમાં ઊભા રહીને માં અંબાના દર્શન કરવાના રહેશે....
ભારતના (Indian) રોહન બોપન્ના (Rohan Bopanna) અને તેઓના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન ગુરુવારે ચાલી રહેલી યુએસ ઓપન ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યા...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લા એલસીબી (LCB) સ્ટાફનાં કર્મીઓએ આહવાનાં ઘોઘલી ગામમાંથી (Village) ઇકો અને સ્વીફ્ટ કારમાં (Car) લઇ જવાતા દારૂના (Alcohol) જથ્થા...
નવી દિલ્હી: G-20 સમિટમાં (G20 Summit) ભાગ લેવા માટે નવી દિલ્હી (Delhi) પહોંચેલા બ્રિટિશ વડાપ્રધાન (British PM) ઋષિ સુનકે (Rushi Sunak) કહ્યું...
પલસાણા: કડોદરા (Kadodara) પ્રિયંકા ગ્રીનસિટીમાં કાનબાઈ માતાની રથયાત્રા નીકળી હતી. ત્યારે મહિલાઓ ગરબા રમતી હતી અને સોસાયટીના લોકો રથયાત્રા (Rathyatra) ઉપર પાણી...
વડોદરા: પાદરાથી વડોદરા (Vadodara) એસ. ટી. બસ દ્વારા અપડાઉન કરી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની (Student) એક યુવકે બસમાં જ છેડતી કરવાનો કિસ્સો સામે...
સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં લાંબા સમયનાં વિરામ બાદ વરસાદનું (Rain) પુનરાગમન થયુ છે. જિલ્લામાં બુધવારે રાત્રીથી શુક્રવાર સુધીમાં ધોધમાર...
ગાંધીનગર : પૂર્વ ભારત તથા બંગાળના અખાત પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) ફરીથી ચોમાસુ (Monsoon) સક્રિય થયું...
મુંબઇ: શાહરૂખ ખાન (Shah rukh khan)ની વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘જવાન’ (Jawan) સિનેમાઘરોમાં રિલીઝ (Release) થઈ ગઈ છે અને ફિલ્મે પહેલા...
વલસાડ: (Valsad) વલસાડ નજીક ગુંદલાવ જીઆઇડીસીમાં દારૂના (Alcohol) ધંધાર્થીઓ પાસે રૂપિયા 1 હજારની લાંચ લેવા ગયેલા રૂરલ પોલીસ મથકના જીઆરડી (GRD) જવાનને...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) આહવાનાં બોરખેત ગામનાં જાહેર રોડ પર પોલીસ કર્મચારીએ એસ.ટી. બસને રોકી ડ્રાઇવરને (Bus Driver) માર માર્યો...
સુરતઃ જન્માષ્ટમીના પાવન પર્વે સુરતની નવી સિવિલ હોસ્પિટલથી (New civil hospital) વધુ એક સફળ અંગદાન (Organ donation) થયું છે. તાપી જિલ્લાના સોનગઢ...
સુરત: અહો, આશ્ચર્ય આ વર્ષે શ્રાવણીઓ અને જન્માષ્ટિનો જુગાર (gamble) રમતા 258 વ્યક્તિઓ ને સુરત (Surat) પોલીસે (Police) ઝડપી પાડી 39 કેસ...
સુરત: સિવિલમાં ઓળખાણ છે તો સારવાર છે નહિતર ગરીબના નસીબમાં ધક્કા જ છે એવી વ્યથા વ્યક્ત કરીને બિહારવાસીએ જણાવ્યું હતું કે 15-20...
નવી દિલ્હીઃ (New Delhi) ભારત દ્વારા G20 સમિટની (G20 Summit) તૈયારીઓ પૂરી થઈ છે. રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનાર G20...
સુરત: પાંડેસરામાં (Pandesara) દુધનું વેચાણ કરતા યુવકની મદદથી પોલીસે (Police) બનાવટી ચલણી નોટોના (Duplicate note) રેકેટને ખુલ્લું પાડી એકને ઝડપી પાડ્યો હતો....
સુરત: પોલીસ કમિશનર (Police comissioner) કચેરીના કેમ્પસમાં આપઘાતનો પ્રયાસ કરી પોલીસ ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવે છે તેવા આક્ષેપ કરનાર યુવતી ગાંજાના...
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) G-20 સમિટ (G20 Summit) માટે વિદેશી મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જાપાનના (Japan) પીએમ (PM)...
ભરૂચ (Bharuch): ઝઘડિયા (Zagadiya) તાલુકાના નર્મદા (Narmada) કિનારે આવેલા ભાલોદ (Bhalod) ગામે મોટી ભાગોળના રહેણાંક વિસ્તારમાં મધરાત્રે આવી ચઢેલા 11 ફૂટ લાંબા...
સુરત: શહેરના નાનપુરા (Nanpura) લક્કડકોડમાં ગુરુવારે વહેલી સવારે કરિયાણાના વેપારીને ઘા મારી રોકડ તેમજ સોનાની ચેઇનની લૂંટ (Robbery) ચલાવતા ભાગદોડ મચી ગઇ...
નવી દિલ્હી: એમએસ ધોનીએ (MSDhoni) વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (Cricket) નિવૃત્તિ લીધી હતી. જોકે તે હજુ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં...
સુરત: જન્માષ્ટમીની (Janmashtami) ઉજવણી દરમિયાન એક કોલેજમાં મોઢામાં પેટ્રોલ (Petrol) લઈ સ્ટંટ બાજી કરતો યુવક ગંભીર રીતે દાઝી ગયો હોવાનો વીડિયો વાઇરલ...
સુરત(Surat) : સુરતમાં ગેરકાયદે (Illegal) ચાલતા કોલ સેન્ટર (Call Center) પર પોલીસે લાલ આંખ કરી છે. મોટા વરાછામાંથી (Mota Varacha) બોગસ કોલ...
સુરત: સુરતમાં ગુરુવારે ઠેર ઠેર જન્માષ્ટમીના (Janmashtami) પર્વની ઉજવણીના ભાગરૂપે મટકી ફોડવાના કાર્યક્રમ યોજાયા હતા. ગુરુવારે શહેરના વિવિધ વિસ્તારોમાં દુર્ઘટનાઓ બની હતી....
ઝઘડિયા: ઝઘડિયાના (Jhaghdiya) જુનાપોરા ગામે એક મકાનના વાડા નજીક બે દિવસથી લટાર મારતો દીપડો (Leopard) દેખાઈ દેતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો....
સુરત(Surat) : સુરતમાં ગુરુવારે ઠેર ઠેર જન્માષ્ટમીના (Janmashtami) પર્વની ઉજવણીના ભાગરૂપે મટકી ફોડવાના (MatkiFod) કાર્યક્રમ યોજાયા હતા. જેમાં પાંડેસરા, ગોદાડરા અને નવાગામ...
સુરત: રાંદેર (Rander) મોરા ભાગળની એક મોબાઇલની દુકાનમાં (Mobile Shop) મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા રાહદારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. લોકોએ કહ્યું...
સુરત (Surat): કવાસના (Kawas) લીમલા ગામે ગૌચરની જમીનમાં ઘાસચારો ખાવા ગયેલી 9 ભેંસના (Buffalo) રહસ્યમય રીતે મોત (Death) થતા પશુપાલન વિભાગ દોડતું...
સુરત (Surat) : સુરતના કડોદરામાં હૈયું કંપાવી નાંખે તેવી ઘટના બની છે. કડોદરા વિસ્તારમાં કાન બાઈ માતાની રથયાત્રા દરમિયાન એક યુવક ત્રીજા...
સુરત (Surat) : જન્માષ્ટમીના (Janmashtami) દિવસે મુંબઈની (Mumbai) જેમ સુરતમાં દહીં હાંડી ફોડવા માટે ગોવિંદા (Govinda) મંડળો વચ્ચે સ્પર્ધાઓ યોજાય હતી. રાજ્યની...
ગાંધીધામ અને માલદા ટાઉન વચ્ચે ‘સમર સ્પેશિયલ’ ટ્રેન દોડશે
વડોદરા :કારેલીબાગમાં મહિલાના ગળામાંથી અછોડો તૂટ્યો
નડિયાદ મનાપની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને ધાક-ધમકી, હેરાનગતિનો આક્ષેપ
જૂનાગઢમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર: ‘મેરા બુથ સબસે મજબૂત’ના મંત્ર સાથે વિજયનો વિશ્વાસ, રાજયમાં ભાજપની 41 બેઠકો બિનહરીફ
‘યોગમય ગુજરાત’ના સંકલ્પને મળશે વેગ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને લકુલિશ યોગ યુનિવર્સિટી વચ્ચે MoU સંપન્ન
ચાંદખેડાના ખીરાકાંડમાં માતાને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસની સઘન પૂછપરછ શરૂ
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી: શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવનો એક્શન પ્લાન
રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
વાઘોડિયા રોડ પર નશામાં ધૂત કારચાલકનો કહેર: ત્રણ વાહનોને ટક્કર, સદનસીબે જાનહાનિ ટળી
વે-બ્રીજ વજન કાંટામાં રિમોટ ચીપ ફિટ કરી કરોડોની છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગના ૭ સાગરીતોની ધરપકડ
ભાજપના ઉમેદવારોનો ‘હુરોડિયો’: વોર્ડ નં. 12માં પ્રચાર કરવા ગયેલા નેતાઓને જનતાએ સવાલોના વમળમાં ઘેર્યા
ફરી વાતચીતની ટેબલ પર આવી શકે અમેરિકા-ઈરાન! ગુરુવારથી શરૂ થઈ શકે શાંતિ વાર્તાનો નવો રાઉન્ડ
નોઈડા પ્રદર્શન મામલે અત્યાર સુધી 300 લોકોની ધરપકડ! પોલીસનો દાવો, ફેક હેન્ડલથી ફેલાવવામાં આવી અફવાઓ
UPમાં SIRના આંકડાઓથી ભાજપમાં ચિંતા વધતી
ટ્રમ્પ અમેરિકાને ‘નાટો’માંથી બહાર ખેંચી લેશે?
સંબંધની સફળતા માટે જરૂરી
હોર્મુઝ ખાડીમાં અમેરિકાનો શક્તિશાળી સૈન્ય જથ્થો તૈયાર
મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સક્રિય ભારત
જાહેર જીવનમાંથી ડરની રાજનીતિ બાજુ પર રાખીને બીજા પ્રશ્નો વિચારી શકાય
દાદી આશા ભોસલેના અંતિમ સંસ્કારે ઝનાઈ ભોસલે ભાવુક બની તૂટી પડી
હનુમાનજી એટલે સ્વયં હાસ્યદેવતા..!
આપત્તિગ્રસ્ત સંપ્રભુતા
SRH સામે પહેલી જ બોલ પર આઉટ થતાં વૈભવ સુર્યવંશીને મળ્યો મોટો ‘રીયાલિટી ચેક
નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા
બિહારમાં મોટો રાજકીય ફેરફાર
45 મિનિટનો રસ્તો પાર કરવા લાગ્યા 2 કલાક! નોઈડા વેતન વિરોધના કારણે ટ્રાફિકથી મુસાફરો પર ભારે માર
શાંતિ અને આધુનિક માણસ
અલવાનાકા શાક માર્કેટ પાસે આવેલા પ્રોવિઝન સ્ટોરમાં આગ,વૃદ્ધ દંપતિનું રેસ્ક્યુ
સાચો હીરો
દેશની બેરોજગારી
આખરે અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શનના વિવાદનો અંત આવી ગયો. હવેથી તમામ શ્રદ્ધાળુઓએ એક જ લાઈનમાં ઊભા રહીને માં અંબાના દર્શન કરવાના રહેશે. અગાઉ અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન માટે રકમ નક્કી કરવામાં આવતા ભારે વિરોધ ઉઠ્યો હતો. અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે તેવી જાહેરાત ભલે કરવામાં આવી હોય પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે મંદિરમાં વીઆઈપી દર્શન રાખવા જ શા માટે જોઈએ? ભગવાન માટે તમામ ભક્તો સમાન છે.
ચાહે તે ભક્ત રાજા હોય કે પછી રંક. તો પછી વીઆઈપી દર્શનની વાત આવી ક્યાંથી? આ તો સારૂં થયું કે નાણાં લઈને વીઆઈપી દર્શન કરાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, કેટલાક મંદિરોમાં તો જાહેરાત વિના જ નાણાં ઉઘરાવીને વીઆઈપી દર્શન કરાવી આપવામાં આવે છે. અંબાજી મંદિરમાં તો એવું પણ જોવાયું છે કે, જે પોલીસ સ્ટાફ ત્યાં બંદોબસ્ત માટે છે તે જ ટાઉટો મારફત નાણાં લઈને ભક્તોને સીધો પ્રવેશ કરાવી દે છે.
મંદિરોમાં દિવસેને દિવસે ભીડ વધવા માંડી છે. પહેલા પૂનમ ભરવાનો મહિમા નહોતો હવે દર પૂનમે ભક્તો જે તે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડે છે. આ સંજોગોમાં દર્શન માટેની લાઈનો લાંબી થઈ જાય તે સ્વાભાવિક છે. દેશના કેટલાક જાણીતા મંદિરોમાંભક્તો માટેની વ્યવસ્થા છે પરંતુ કેટલાક મંદિરોમાં નથી. આ કારણે મંદિરોમાં ભગવાનના દર્શન માટે ક્યારેક કલાકો સુધીનો સમય નીકળી જાય છે અને તેને કારણે જ આ વીઆઈપી દર્શનનું નવું કલ્ચર ઉભું થઈ જવા પામ્યું છે.
મોટાભાગના મંદિરોમાં પાછલા બારણે વીઆઈપી દર્શન કરાવી દેવામાં આવે છે અને તેમાં સ્વયંસેવકોથી માંડીને છેક ટાઉટો સુધીના લોકોની સામેલગીરી હોય છે. ખરેખર જે મંદિરોમાં બારોબાર દર્શન કરાવવામાં આવતા હોય તેની પર પ્રતિબંધ મુકાવો જોઈએ. સાથે સાથે એવી વ્યવસ્થા કરવામાં આવે કે ભક્તો ઝડપથી ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ. શિરડીના સાંઈબાબાના મંદિરમાં ભક્તો માટે લાઈનોમાં ઊભા રહેવાથી માંડીને જો લાઈનમાં સમય લાગે તો ભક્તો નાસ્તો કે પાણી પણ પી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
અન્ય મંદિરોમાં પણ આવી વ્યવસ્થા છે. જે મંદિરમાં ભક્તો માટે વિવિધ સુવિધા ઉભી કરવાની હોય અને ટ્રસ્ટી મંડળ એટલું સક્ષમ નહીં હોય તો સરકારે પણ આ મામલે આગેવાની લઈને ગ્રાંટ આપીને વ્યવસ્થા કરાવવી જોઈએ. સામાન્ય રીતે તહેવારોમાં મંદિરોમાં થતી ભીડ ક્યારેક ભાગદોડમાં પણ પરિણમે છે અને તેને કારણે નિર્દોષ ભક્તોના મોત થવાની પણ અનેક ઘટનાઓ બને છે. સરકારે યાત્રાધામ બોર્ડ બનાવ્યા છે પરંતુ તે હાલમાં સક્રિય લાગતા નથી. તંત્રએ મંદિરોનો સરવે કરીને કયા મંદિરમાં કઈ સુવિધાની જરૂરીયાત છે તે ઊભી કરાવવી જોઈએ કે જેથી ભક્તોને તકલીફ પડે નહીં. પાવાગઢમાં જે રીતે સરકાર દ્વારા સુવિધાઓ ઊભી કરવામાં આવી તેવી સુવિધા જો તમામ મંદિરોમાં કરવામાં આવે તો બની શકે કે ભગવાનના દર્શન કરવામાં ભક્તોએ સહન કરવાનો વારો નહી આવે.