SURAT

સુરતમાં મટકી ફોડવા ચઢેલા 10 વર્ષના બાળક સહિત ત્રણના હાથ-પગ અને માથા ફૂટ્યાં

સુરત(Surat) : સુરતમાં ગુરુવારે ઠેર ઠેર જન્માષ્ટમીના (Janmashtami) પર્વની ઉજવણીના ભાગરૂપે મટકી ફોડવાના (MatkiFod) કાર્યક્રમ યોજાયા હતા. જેમાં પાંડેસરા, ગોદાડરા અને નવાગામ વિસ્તારમાં એક 10 વર્ષના માસુમ સહિત ત્રણ જણા 5-12 ફૂટની ઉંચાઈએ થી પટકાયા બાદ ગંભીર રીતે ઘવાયા (Injured) હતા. તમામ ને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાયા હતા.

કેતન ભાઈએ જણાવ્યું હતું કે તેઓ પાંડેસરા જય મહાદેવ નગરના રહેવાસી છે અને સામાન્ય પરિવાર ના છે. 10 વર્ષનો પુત્ર અંશ મિત્રો સાથે પાંડેસરા 140 નંબર ના રોડ પર મટકી ફોડ કાર્યક્રમમાં ગયો હતો. મિત્રો સાથે પીરામીડ બનાવી મટકી ફોડવા 4 ફૂટની ઉંચાઈ એ ચઢ્યો હતો. જોકે અચાનક બેલેન્સ ગુમાવતા નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતાં સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં હાથમાં ફ્રેક્ચર હોવાની આશકા વ્યક્ત કરાઈ હતી.

અન્ય ઈજાગ્રસ્તના બનેવી સુનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે અંકિત રામબાબુ ચૌધરી (ઉં.વ. 22 રહે ગોડાદરા વૃંદાવન સોસાયટી) પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. નાના ભાઈ સાથે રહે છે. માતા-પિતા વતન બિહારમાં રહે છે. જન્માષ્ટમીના રોજ ઘર નજીક મટકી ફોડવા લગભગ 10 ફૂટની ઉંચાઈએ ચઢયો હતો. જયાંથી પટકાતા માથામાં ઇજા થઇ હતી. તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. જ્યાં માથામાં ટાંકા લેવા પડ્યા હતા.

જયેશ સંતોષ દોડીસ (ઉં.વ. 20 રહે નવાગામ) ના પરિવારજનોએ જણાવ્યું હતું કે જયેશ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. પત્ની અને દીકરી, બે ભાઈઓ, સાસુ-સસરા અને માતા-પિતા સાથે રહે છે. જનમાષ્ટમીના રોજ ઘર નજીક મિત્રો સાથે માટલી ફોડવાના કાર્યક્રમમાં ગયો હતો. ત્યારબાદ નીચે પટકાયો હોવાની જાણ થતાં દોડતા થઈ ગયા હતા. હાથમાં ફેક્ચર અને પગમાં ક્રેક પડી હોવાનું સામે આવ્યું છે. લોકોએ કહ્યું હતું કે માટલી ફોડવા ઉપર ચઢ્યો હતો. જયાંથી પટકાતા ઘવાયો હતો. હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

Most Popular

To Top