India

UPમાં SIRના આંકડાઓથી ભાજપમાં ચિંતા વધતી

ડેપ્યુટી CMના વિસ્તારમાં સૌથી વધુ મતદારોના નામ કાપાયા

ઉત્તર પ્રદેશમાં મતદાર યાદીની Special Intensive Revision (SIR) પ્રક્રિયા બાદ બહાર આવેલા આંકડાઓએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે આ આંકડા ચિંતાજનક ગણાઈ રહ્યા છે, કારણ કે અનેક મોટા નેતાઓના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મતદારોના નામ યાદીમાંથી દૂર થયા હોવાનું સામે આવ્યું છે.

SIR પ્રક્રિયા બાદ રાજ્યભરમાં કુલ અંદાજે 2.04 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી ઘટાડાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટાડો રાજ્યની રાજકીય ગણિતને અસર કરી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.સૌથી વધુ ચર્ચાનો વિષય બનેલો મુદ્દો એ છે કે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CM બ્રિજેશ પાઠકની લખનૌ કૅન્ટ બેઠકમાં સૌથી વધુ આશરે 1.47 લાખ મતદારોના નામ કાપાયા છે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગોરખપુર શહેર વિસ્તારમાં માત્ર 33,094 મતદારોના નામ ઘટાડાયા, જે રાજ્યમાં સૌથી ઓછા ઘટાડાવાળા વિસ્તારોમાં ગણાય છે.

ભાજપની શહેરી બેઠકોમાં વધુ અસર : SIRના આંકડાઓ મુજબ રાજ્યમાં સરેરાશ દરેક બેઠક પર આશરે 13.24 ટકા મતદારોનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ભાજપની શહેરી બેઠકોમાં અસર વધુ જોવા મળી છે.

ભાજપની શહેરી બેઠકોમાં સરેરાશ 18.11% મતદારો ઘટાડાયા
સમાજવાદી પાર્ટીની શહેરી બેઠકોમાં 16.36% ઘટાડો નોંધાયો.

આથી રાજકીય વિશ્લેષકો માને છે કે આવનારી ચૂંટણી પહેલા પક્ષોને નવી વ્યૂહરચના બનાવવી પડશે.
મોટા નેતાઓની બેઠકોમાં પણ મોટો ફેરફાર ,ઘણા દિગ્ગજ નેતાઓના વિસ્તારોમાં મતદારોના ઘટાડાના આંકડાઓ તેમની જીતના માર્જિન કરતા પણ વધારે છે:

સરોજિનીનગર બેઠક (રાજેશ્વર સિંહ) – લગભગ 1.42 લાખ મતદારો ઘટાડાયા, જ્યારે જીતનો માર્જિન 56 હજાર હતો
વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના બેઠક – લગભગ 90 હજાર મતદારો ઘટાડાયા

કુંડા બેઠક (રાજા ભૈયા) – 55 હજાર મતદારો ઘટાડાયા, જ્યારે જીતનો અંતર માત્ર 30 હજાર હતો
રાયબેરેલી બેઠક (અદિતિ સિંહ) – લગભગ 56 હજાર મતદારો ઘટાડાયા : આ આંકડાઓ ભવિષ્યની ચૂંટણી માટે રાજકીય પક્ષોની ચિંતા વધારતા ગણાઈ રહ્યા છે.
અન્ય પક્ષોની બેઠકોમાં પણ ઘટાડો નોંધાયો

SIR પ્રક્રિયાના આંકડાઓ મુજબ:
સમાજવાદી પાર્ટીની 102 બેઠકોમાં 26 હજારથી 1.07 લાખ સુધી ઘટાડો
ભાજપની 257 બેઠકોમાં 26 હજારથી 3.16 લાખ સુધી ઘટાડો
સાહિબાબાદ બેઠકમાં સૌથી વધુ 3.16 લાખ મતદારો ઓછા થયા
અમરોહા શહેરમાં સૌથી ઓછા 26,233 મતદારો ઘટાડાયા,
સાથે સાથે અપના દળ, સુભાસપા, નિષાદ પાર્ટી અને આરએલડી જેવી સાથી પક્ષોની બેઠકોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

2027ની ચૂંટણી પહેલા રાજકીય ગણિત બદલાવાની શક્યતા : વિશેષજ્ઞો માને છે કે SIR બાદ બહાર આવેલા આંકડાઓથી ઉત્તર પ્રદેશની રાજકીય પરિસ્થિતિમાં ફેરફાર આવી શકે છે. ખાસ કરીને ભાજપના મજબૂત ગણાતા વિસ્તારોમાં વધુ ઘટાડો નોંધાતા પક્ષ માટે નવી ચૂંટણી વ્યૂહરચના બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. આવનારી UP વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને આ આંકડાઓ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top