Vadodara

અલવાનાકા શાક માર્કેટ પાસે આવેલા પ્રોવિઝન સ્ટોરમાં આગ,વૃદ્ધ દંપતિનું રેસ્ક્યુ

ઓવર હિટિંગને કારણે શોર્ટ સર્કિટથી આગ લાગતા લોકોના જીવ પડીકે બંધાયા

જીઆઈડીસી ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો,કોઈ જાનહાનિ નહિ

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

વડોદરા શહેર માંજલપુર અલવાનાકા પાસે આવેલ અમૃત નગરમાં સંતોષ પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવને પગલે જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વૃદ્ધ દંપતિને રેસ્ક્યુ કરવા સાથે આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

વડોદરા શહેરના માંજલપુર અલવાનાકા શાક માર્કેટની પાસે આવેલા અમૃત નગરમાં સંતોષ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ગત મોડી રાત્રે આગ લાગતા તંત્રમાં નાસ ભાગ મચી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે આગની લપેટમાં કરિયાણા સહિતનો તમામ સામાન બળીને ખાખ થતાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયુ હતું. ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, માંજલપુર અલવાનકા શાક માર્કેટની બાજુમાં કરિયાણાનો પ્રોવિઝન સ્ટોરની અંદર શોર્ટ સર્કિટને કારણે આગનો કોલ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસને મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી હતી. સ્થળ પર પહોંચ્યા બાદ અહીંના જે નગરજનો છે. તેમના દ્વારા માહિતી મળી હતી કે, અંદર ઇન્ટર્નલ શેર કેસ છે. જે દાદા અને દાદી આ પ્રોવિઝન સ્ટોર ચલાવતા હતા, તે લોકો ઉપર જમવા માટે ગયા છે અને ઉપર ફસાયેલા છે. એટલે તાત્કાલિક આપણે સૌ પ્રથમ પહેલા સીડી મારફતે દાદા દાદીને બહાર કાઢ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક તબક્કે આજે હાલમાં ગરમીની સિઝન છે. એટલે ઓવર હીટિંગના કારણે આ ઘટના બની હોય ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે એવું પ્રાથમિક દેખાઈ છે.

Most Popular

To Top