SURAT

પોલીસ પૈસા માગતી હોવાનો આરોપ લગાડનાર મહિલા ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ, અન્ય બે વોન્ટેડ

સુરત: પોલીસ કમિશનર (Police comissioner) કચેરીના કેમ્પસમાં આપઘાતનો પ્રયાસ કરી પોલીસ ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવે છે તેવા આક્ષેપ કરનાર યુવતી ગાંજાના જથ્થા સાથે પકડાતા ચર્ચાનો વિષય બન્યો છે. પાંડેસરા (Pandesara) પોલીસે દોઢ કિલો કરતાં વધુ ગાંજા સાથે બે મહિલાઓને પકડી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, બાતમીના આધારે ગાયત્રી નગર પાસે ગોવર્ધન સોસાયટીના એક મકાનમાં છાપો મારી ગાંજાનો (Drugs) જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

  • થોડા દિવસ અગાઉ પોલીસ કમિશનર કચેરીના કેમ્પસમાં આપઘાતનો પ્રયાસ કરી પોલીસ પર ગંભીર આક્ષેપો કરાયા હતા

પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે ગોવર્ધન નગરના પ્લોટ નંબર 6ની બિલ્ડિંગમાં બીજા માળે રહેતી રાની ઉર્ફે રેખાસિંગ નામની મહિલાના ઘરમાંથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસને 1 કિલો 857 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ ગાંજાના મુદ્દામાલ સાથે રાની ઉર્ફ રેખાસિંગની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રેખાસિંગે પોલીસની પૂછપરછમાં કબુલાત કરી હતી કે અનિતા સોલંકી ઉર્ફે મારવાડી કે જે બમરોલી પાંડેસરાની ગાયત્રી નગર સોસાયટીમાં રહે છે અને શ્રવણ સોલંકી ઉર્ફે મારવાડી જે પણ બમરોલી પાંડેસરાની ગાયત્રીનગર સોસાયટીનો રહેવાસી છે.

આ બંને પાસેથી તે ગાંજો લાવી હતી. પોલીસ દ્વારા ગાંજો આપનારા આ બંનેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ અનિતા સોલંકી ઉર્ફે મારવાડીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વિજયસિંહ ગુર્જર (DCP સુરત પોલીસ) એ જણાવ્યું હતું કે, અનિતા સોલંકીએ થોડા દિવસો પહેલા સુરત પોલીસ કમિશનરની કચેરીના કેમ્પસમાં જ્વલંતશીલ પદાર્થ પીને આપઘાત કરવાનો પ્રયાસ કરવાની કોશિશ કરી હતી.

પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે મારામારીના કેસમાં તેને ફસાવવામાં આવે છે તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. ભાઈને છોડાવવા માટે પોલીસ રૂપિયાની માગણી કરી રહ છે. તેવા આક્ષેપો કર્યા હતા. હવે આ જ અનિતા સોલંકી ગાંજાના વેચાણમાં ઝડપાય છે. પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે તે કેટલા સમયથી આ પ્રકારે ગાંજો સપ્લાય કરતી હતી અને ત્યાં સુધીમાં કોને કોને તેને ગાંજો આપ્યો છે. તેવી અનેક હકીકત બહાર આવે તેવી શક્યતાઓ દેખાય રહી છે.

Most Popular

To Top