“જો તમે ભારતને સ્વતંત્ર કરશો તો ત્યાં પીઢાંરા અને ચોર લુટારા શાસન પર ચડી બેસશે”- જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું ત્યારે, બ્રિટનમાં કોઈ ભારતને સ્વતંત્ર કરવાનો મત રજૂ કરે તો બ્રિટનના વડપ્રધાન વિસ્ટન ચર્ચિલ આ વાત કરતા. મૂળમાં કહો કે ડરાવતા” ના હો. ભારતમાં અંગ્રેજો છે તો જ પ્રજા સુખી છે. આ લોકોને તો શાસન કરતા જ ક્યાં આવડે છે. આમને આઝાદી અપાય જ નહી”…. વગેરે વગેરે. વળી ૧૯૩૫ પછી આંશિક સ્વતંત્રતા આપીને નેતાઓને ઠારવાનો પ્રયત્ન પણ થયો. થોડી થોડી સત્તા વહેચવાનો પ્રયત્ન પણ થયો, પણ પૂર્ણ સ્વરાજ્યની વાત આવે તો ડર બતાવવામાં આવે કે ના એવું ના કારાય….માટે જ ગાંધીજીએ પછી ૧૯૪૨માં “અંગ્રેજો ભારત છોડો’નો નારો આપવો પડ્યો. સ્પસ્ટ કહેવું પડ્યું કે તમે જાવ, અમારું જે થવું હશે તે થશે, પણ અંગ્રેજો તમે ભારત છોડો.
ડરની રાજનીતિ અંગ્રેજો વખતથી ચાલી આવે છે. ભારતીય પ્રજાને નેતાઓ સતત ડરાવે છે અને અમે જ તમરા તારણ હાર છીએ, અમે નહીં હોઈએ તો તમારું શું થશે? તે તમે કલ્પી નહીં શકો. આ મતલબની વાત વર્ષોથી ચાલી આવે છે. પહેલા અંગ્રેજો એ ડર બતાવ્યો કે અમે જતા રહીશું તો પીન્ધારા અને લુટારા આ દેશને લુટી ખાશે. અંગ્રેજો ગયા પછી આવી કોગ્રેસ. આઝાદી પછી થોડો સમય તો કોગ્રેસને કોઈ જાજી સ્પર્ધા હતી નહીં, પણ જેવો જનસંઘ મોટો થયો કે અંગ્રેજોની નીતિ આગળ ચાલી. જનસંઘ આવશે તો દેશના બિનસંપ્રદાઇક માળખાને નુકશાન પહોચશે.
સામજિક આર્થિક ન્યાયને નુકશાન પહોચશે અને જનસંઘનું બી.જે.પી થયું. રામ મંદિરનો મુદ્દો ઊભો થયો કે રાજકીય સમરાંગણમાં બિન સાંપ્રદાઇક પરિબળો ભેગા થાવના નારા શરૂ થયા, સાથે સાથે “આતો શહરી સવર્ણોની પાર્ટી છે, જો ભાજપ સત્તામાં આવશે તો બિન સાંપ્રદાઇકતા ખત્મ થશે. સંસદમાં નેતાઓને બદલે ધર્મગુરુઓ બેસશે અને દેશ કાયદાથી ચાલવાને બદલે જાણે ધર્મગ્રંથોથી ચાલવા લાગશે”- તે મતલબની વાતો વહેતી થઇ. કહો કે એક ડર ફેલાવવામાં આવ્યો કે ભાજપ આવશે તો આમ થશે ભાજપ આવશે તો તેમ થશે.
વર્ષ ૨૦૧૪ માં બધાના અંદાજો ખોટા પાડી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી. શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા. લાગ્યું કે આ મોટું પરિવર્તન છે. હવે રાજનીતિના રંગ બદલાશે ડરની રાજનીતિ ખત્મ થશે પણ ના, ડર અને લાલચ, ચાબૂક અને ચોકલેટની રાજનીતિ ચાલુ જ રહી. એક તરફ વિકાસની ચોકલેટ બતાવવાની પણ સાથે જો અમે નહીં હોઈએ. અમે નહીં જીતીયે તો તમારું આવી બનશે તે ડર તો બતાવ્યા જ કરવાનો. જો ભાજપ નહીં જીતે તો પાકિસ્તાન ખુશ થશે, જો મોદી હારી જશે તો આતંકવાદીઓ કળા કેર વરતાવશે વગેરે વગેરે. બિહારમાં ચૂંટણી હતી ત્યારે જો એનડીએ હારી જશે અને તેજસ્વીનું મહા ગઠબંધન જીતશે તો જંગલ રાજ પાછુ આવશે (ગુજરાતમાં કર્ફ્યું ની જેમ ) ભાજપ હોય કે કોંગ્રેસ ,રાજ્યની ચુંટણી હોય કે કેન્દ્રની
ટુકમાં બધાજ પ્રજાને ડરાવી રહ્યા છે ..જો અમે નહી જીતીએ તો ના નામે, આજે અંગ્રેજો નથી ક્યાં આવ્યા પીન્ધારા. લુટારા? આજે કોંગ્રેસ નથી ક્યાં દેશની કોર્ટો ધર્મ ગ્રંથોથી ચાલવા માડી? સંસદમાં સાધુ સંતો. બાવાઓ આવી ગયા? એવું નથી કે દેશમાં બધું રૂડું રૂપાળું છે અને સારું જ છે પણ કોંગ્રેસ હોય કે ભાજપ દેશમાં જે કિયા થાય કે તેમાં પ્રજાનો નાનો મોટો ફાળો હોય છે સમાજના એક અગ્રણી વર્ગની મૂક સંમતી વગર તો સરકાર પણ અત્યાચાર નથી કરી શકાતી કોંગ્રેસ હતી ત્યારેય પાકિસ્તાન એક હદથી વધુ કિયા ઉકલી શક્યું નથી અને ભાજપ આવ્યા પછી પણ આતંકવાદની પ્રવૃત્તિમાં કોઈં મોટો ફેર પડ્યો નથી. ચૂંટણીમાં સત્તા બધાને જોઈએ જ છે અને તમે એ મેળવવવા બધા ઉપાયો અજમાવજો પણ મહેરબાની કરીને ડરવાની રાજનીતિ બંધ કરો આદેશમાં સરકારી બબુશાહોની તાનાશાહીને કારને, અંગેજોની પરંપરાઓ ચાલુ રહેવાને કારણે જે નુકશાન થયું છે. તેવું નુકશાન કોઈ રાજકીય પક્ષના શાસનકારને નથી થયું.
આપડે આર્થિક પદ્ધતિમાં મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું પણ ૧૯૯૧ સુધી સમાજવાદી સમજ રચનાના સરકારી આદેશો અને ૧૯૯૧ પછી મૂડીવાદીઓ પણ ગોઠે ચડે એવા અધિકારીઓ દ્વારા ચાલતા ખાનગીકરણથી જે નુકશાન પામ્યા છીએ તે તો કદાચ ચર્ચિલ ડરાવતા હતા તે પીન્ધારા લુટારા પણ ન કરી શકે તેવું નુકશાન છે માટે પ્લીઝ વિક્રમના આ નવા વર્ષે પ્રજાને ખરેખર અભયનું વરદાન આપો અને નક્કી કરો કે બીજી કોઈ પણ રાજનીતિ કરીશું પણ ડરાવીશું તો નહીં જ. જો પ્રજા જાગૃત હોય તો કોઈ મુખ્યમંત્રી ધારે તો પણ પ્રજાનું કેટલું અહિત કરી લે અને જો પ્રજા એજ એ જ ધ્યાન ન દેવું હોય તો કોઈ તેને બચાવી પણ શું શકવાનો?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.