World

હોર્મુઝ બંધ તો ઈરાન બંધ! રોજ ₹4000 કરોડનું નુકસાન, દુનિયા ચિંતામાં

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ને લઈને પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. અમેરિકાએ ઈરાનના પોર્ટ્સ તરફ જતાં જહાજો પર નૌસેનાની નાકાબંધી લાગુ કરતાં ઈરાનની અર્થવ્યવસ્થાની સૌથી મોટી લાઇફલાઇન પર સીધી અસર થઈ રહી છે. આ પગલાંના કારણે ઈરાનને દરરોજ અંદાજે ₹4000 કરોડ જેટલું નુકસાન થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે.

અમેરિકાનો મોટો નૌસેનાત્મક પગલું : અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા હોર્મુઝ જળમાર્ગમાં ઈરાનના બંદરો તરફ જતી મેરિટાઇમ ટ્રાફિક પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. આ નાકાબંધીનો મુખ્ય હેતુ ઈરાનના તેલ નિકાસને અટકાવી તેના પર આર્થિક દબાણ વધારવાનો છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ અથવા અન્ય નૌસેનાત્મક દળો આ કામગીરીમાં હસ્તક્ષેપ કરશે તો તેની સામે કડક સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે.

ઈરાનની અર્થવ્યવસ્થા માટે મોટો ઝટકો : ઈરાનની કુલ આવકમાં મોટો હિસ્સો તેલ નિકાસથી આવે છે. હોર્મુઝ માર્ગથી જ ઈરાન સહિત ગલ્ફ દેશોનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ વિશ્વમાં પહોંચે છે. આ માર્ગથી વિશ્વના લગભગ 20% જેટલા તેલ અને ગેસનો વેપાર થાય છે, જેના કારણે આ વિસ્તાર વૈશ્વિક ઊર્જા પુરવઠાનો સૌથી મહત્વનો chokepoint ગણાય છે.અમેરિકી નાકાબંધીના કારણે ઈરાનની તેલ નિકાસ પર સીધી અસર પડી રહી છે, જે તેના GDPનો મહત્વનો હિસ્સો છે.

વૈશ્વિક બજારમાં પણ ઉથલપાથલ : હોર્મુઝમાં વધતા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $100 પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયો છે અને પરિસ્થિતિ વધુ બગડે તો ભાવ $150–$200 સુધી જઈ શકે તેવી શક્યતા છે. આ અસર માત્ર ઈરાન સુધી મર્યાદિત નથી ચીન, પાકિસ્તાન અને ભારત જેવા તેલ આયાત પર નિર્ભર દેશો પર પણ તેની અસર પડી શકે છે.

ઈરાનનો કડક પ્રતિસાદ : ઈરાને અમેરિકાની કાર્યવાહી ને “પાયરેસી” ગણાવી છે અને કહ્યું છે કે જો નાકાબંધી ચાલુ રહેશે તો તે યોગ્ય જવાબ આપશે. આ પગલાં પછી ગલ્ફ વિસ્તારમાં જહાજોની અવરજવર ઘટી ગઈ છે અને અનેક તેલ ટૅન્કરોને માર્ગ બદલવો પડ્યો છે.

ભારત માટે શું અર્થ? : ભારત તેની જરૂરિયાતનું લગભગ 90% કાચું તેલ આયાત કરે છે, જેમાંથી મોટો ભાગ ગલ્ફ વિસ્તારમાંથી આવે છે. હોર્મુઝ માર્ગમાં અવરોધ ઊભો થાય તો ભારત માટે ઈંધણના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇન પર અસર થવાની શક્યતા છે.

Most Popular

To Top