અંકલેશ્વર, ભરૂચ: (Bharuch) અંકલેશ્વરમાં ખેડૂત સાથે છેતરપિંડીના (Fraud) મોટા કાવતરાનો ભરૂચ LCBએ પર્દાફાશ કર્યો છે. બનાવટી જંતુનાશક દવા (Pesticide) બનાવતી ફેક્ટરીને ઝડપી...
ભરૂચ: (Bharuch) આમોદના આછોદમાંથી ૭ મહિના પહેલા સસ્તામાં સોદા અને સોનાના નામે બે વેપારીઓને લૂંટનાર કુખ્યાત ટોળકીના ૫ સાગરીતોએ સુરતના દલાલને (Surat...
ગાંધીનગર: (Gandhinagar) સાળંગપુર (Salangpur) ધામમાં 54 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાની (Statue) નીચે લગાવેલા ભીંતચિત્રો હટાવી દેવાયા છે. જોકે હવે આ મામલે...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (Arwind Kejriwal) પત્ની સુનીતા કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. કોર્ટે (Court) મુખ્ય પ્રધાન અરવિંદ...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 ઉપર વેસ્મા ગામે હોટલના (Hotel) પાર્કિંગમાંથી 2.38 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે ત્રણને ઝડપી પાડ્યા...
ઉત્તર પ્રદેશ: નોઈડામાં (Noida) સીબીઆઈના (CBI) દરોડા (Raid) ચાલી રહ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન ટીમે ગઈ કાલે મોડી રાત્રે ગેઈલ (GAIL)...
સુરત: ગોદાડરા (Godadara) વિસ્તારમાં બજરંગ સેનાના (Bajarang Sena) કાર્યકર્તાઓ પર હુમલો થયાનો કિસ્સો સામે આવ્યો છે. વિનાયક હાઇટ્સ નજીક જયેશ મેડિકલ સ્ટોર...
સાયણ: (Sayan) ઓલપાડના દેલાડ ગામની હદમાં ચીકુવાડીના ખેતરમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. ગામનો લીસ્ટેડ બુટલેગર (Bootlegger) વિદેશી દારૂનો...
સુરત: અમરોલી (Amroli) કોસાડ ગામમાં રહેતા વિધર્મી યુવકે યુવતીને લગ્ન (Marriage) કરવાની લાલચે પ્રેમ જાળમાં ફસાવી ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ પડાવી...
નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં જ ભારતે ચંદ્રના (Moon) દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 (Chandrayaan3) મોકલી ઈતિહાસ રચ્યો છે, ત્યારે હવે ચંદ્રને...
સુરત: 5 મી સ્પ્ટેમ્બર ભારતના રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની (Dr.Sarvepalli Radhakrishnan) જન્મજયંતિ નિમિત્તે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રૂસ્તમપુરા ખાતે આયોજીત શિક્ષક...
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023ની (World cup 2023) તારીખ નજીક આવી રહી છે. ક્રિકેટનો (Cricket) મહાકુંભ કહેવાતી આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ...
ભરૂચ: (Bharuch) જાણીતા લોક ગાયક ભજનીક લક્ષ્મણ બારોટનું (Lakshman Barot) મંગળવારે સવારે નિઘન થયું. વહેલી સવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના...
સુરત: છેલ્લા કેટલાય મહિનાઓથી રાજમાર્ગ, ચોકબજાર અને ત્યાંથી કાદરશાની નાળ થઇ મજુરા ગેટ સુધી મેટ્રોના બેરિકેટથી ટ્રાફિક સમસ્યા, તો બીજી બાજુ બેફામ...
નવી દિલ્હી: ભારતમાં (India) નેતૃત્વમાં દિલ્હીમાં (New Delhi) યોજાનારી G20 (G20 Summit) માટેની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. સરકારના ઘણા મંત્રાલયો અને...
નવી દિલ્હી(NewDelhi): G20 સમિટ (G20Summit) પછી તરત જ કેન્દ્ર સરકારે (Central Government) સંસદનું (Parliament) વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદના વિશેષ સત્રમાં શું...
નવી દિલ્હી: ભારતીય (Indian) ક્રિકેટ ટીમ (Cricket team) આ સમયે એશિયા કપ ટુર્નામેન્ટ રમી રહી છે. પરંતુ ટીમ ઇન્ડિયા આ પછી તરત...
સાળંગપુર: સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના...
સુરત (Surat) : વિશ્વમાં (World) જે ચમકતા હીરાએ (Diamond) સુરતને ડાયમંડ સિટીની (DiamondCity) ઓળખ આપી, એ સુરતનો હીરા ઉદ્યોગ એની ચમક ગુમાવી...
સુરત : સુરતની (Surat) એચડીએફસી બેંકમાંથી (HDFC Bank) 92 લાખ રૂપિયાની લોન (Loan) લઈને હપ્તા ભરવામાં અખાડા કરનારા વિરૂદ્ધ બેંક મેનેજર દ્વારા...
સુરત (Surat) : શહેરમાં થયેલી આંગડિયાની (Angadiya) સવા છ કરોડના ડાયમંડની લૂંટની (Diamond Robbery) મોડસ ઓપરેન્ડી (Modes Operandi ) તે મની હીસ્ટ...
ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે .આ વિપક્ષનો આક્ષેપ નથી, સરકારે પોતે જ ગુણોત્સવ યોજીને અનુભવેલી બાબત છે. સરકારે ગુજરાતના શિક્ષણ માટે પોતે...
સુરત : આ સિવિલ હોસ્પિટલ છે કે બેજવાબદાર વ્યક્તિઓ માટે ગરીબ-શ્રમજીવીઓ ની લાગણી સાથે રમવાનું મેદાન એ સમજાતું નથી એવું કહી વેસુના...
આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે અને તેમાં માફકસરનો વરસાદ થશે તેવી હવામાન ખાતાની આગાહી હતી પરંતુ હવે આ આગાહી ખોટી પડી રહેલી...
ખેડા: ખેડા તાલુકાના હરીયાળા ગામના એક પરિવાર દ્વારા રાંધણછઠ્ઠ નિમિત્તે ખેડા-માતર તાલુકાનાના 50 થી વધુ ગામોની વિધવા મહિલાઓ તેમજ ગરીબ પરિવારોમાં 3000...
આણંદ : બોરસદ સબ જેલની દિવાલ કુદી ભાગી જનારા ચાર કેદીમાંથી એકની ધરપકડ કરી હતી. આ આરોપીની પ્રાથમિક પુછપરછમાં ફરજ પર એક...
આણંદ: આણંદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોની રંજાડ વધી ગઇ છે. પોલીસની નિષ્ક્રિયતાનો લાભ લેતા તસ્કર ગેંગ એક પછી સ્થળે હાજરી દેખાડી...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ટિચર્સ એસોસિએશન દ્વારા સૂચિત ગુજરાત કોમન યુનિવર્સિટી બિલનો વિરોધ કર્યો છે. ખાસ કરીને આ બિલથી...
વડોદરા: શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર સાથે નાગ પંચમીનું પણ સમન્વય હોઈ મહાદેવના મંદિરોમાં આજે ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ ભગવાન...
વડોદરા: આગામી તહેવારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટો પોલીસ તંત્ર કમરકસી રહ્યું છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં દિવસ સાથે રાત્રીના સમયે...
વડોદરાના જેલ રોડ પર બસ અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત, ડમ્પર બસમાં ઘૂસ્યું
વડોદરા જિલ્લામાં વિવિધ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર
ઈશાન કિશનની તોફાની ઇનિંગ, હૈદરાબાદે રાજસ્થાનને જીતવા 217 રનનો ટાર્ગેટ આપ્યો
ગુજરાતમાં ચૂંટણીને લીધે IPLની GT vs CSKની બે મેચના સ્થળ બદલાયા, BCCIનો મોટો નિર્ણય
એક ઝટકામાં તૂટ્યા સોના અને ચાંદીના ભાવ, આજના રેટ જાણો, ક્રૂડ 104 ડોલર પાર
એલોન મસ્કે કોવિડ-19 રસીની સલામતી પર ફરી ચર્ચા છેડી: ‘રસીના બીજા ડોઝથી મને…’
વિચારધારાની લડાઈ હવે સોસાયટીના ઝાંપે: વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો માટે ‘નો એન્ટ્રી’ના બોર્ડ વાગ્યા
વડોદરા : બિચ્છુ ગેંગના કુખ્યાત આરોપી અસલમ બોડીયાની મિલકત જપ્તી રદ
ટ્રમ્પ પછી ગલ્ફમાં બદલાતા સમીકરણો, શું ગલ્ફ હવે અમેરિકા છોડીને યુરોપ તરફ વળશે?
આવતીકાલે મળશે બિહારને નવા CM? નીતીશના જવા પર ભાવુક થયા જીતન રામ માંઝી
IPLમાં ફોન વાપરવો પડ્યો ભારે, સોશિયલ મીડિયા વીડિયો બાદ BCCI એક્શન મોડમાં
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિભાગીય ટ્રેનિંગ મીટીંગ: ૧૦૦ પોલીસ કર્મચારીઓએ માનસિક સશક્તિકરણનો સંદેશ મેળવ્યો
જેટકોની ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષામાં ભ્રષ્ટાચારના આક્ષેપ
હિમાચલના ચંબામાં ભયાનક લેન્ડસ્લાઇડ, બાઘેઈગઢ-ચાંગજુ રોડ બંધ, સતર્કતાથી બચી મોટી દુર્ઘટના
પનીરના નામે છેતરપિંડી પર તંત્રનો ઘાતક પ્રહાર: હવે હોટેલમાં ‘અસલી કે એનાલોગ’ ખુલ્લું લખવું ફરજિયાત
ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ફસાયેલા વલસાડ-નવસારીના 72 માછીમારો સુરક્ષિત વતન પરત
‘હોર્મુઝ અમારા માટે ખુલ્લું છે’: અમેરિકાને ચીને આપ્યો તીખો પ્રતિસાદ, અમેરિકા, ઈરાન અને ચીન આમને-સામને
‘આશા તેરા નામ રહેગા’, લાખો ચાહકોની હાજરીમાં આશાતાઈ પંચતત્વમાં વિલીન, અમિતાભ-શાહરૂખ સહિત દિગ્ગજોની હાજરી
રાજ્યભરમાં TAT-HSની પ્રિલિમિનરી પરીક્ષામાં 1.65 લાખ ઉમેદવારોએ ભાગ લીધો
ભાજપનું ‘કર્મઠ’ કાર્ડ , અમદાવાદમાં રિક્ષાચાલક અને સિવિલના કર્મચારીને મળી ટિકિટ, સેવાભાવી ચહેરાઓને ભાજપે બનાવ્યા ઉમેદવાર
પાથરણાથી મહાનગરપાલિકા સુધી: કોંગ્રેસે શાહપુરના ‘ગુજરી બજાર’ના શ્રમિક આશાબેન દંતાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
ચૂંટણી જંગ – સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારના શ્રીગણેશ કર્યા, 15 શહેરોમાં ભાજપનો ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ યોજાયો
લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડું: મનુસખ વસાવા
આજથી બે દિવસ માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ગુજરાતમાં
રાજકોટમાં 42 ડિગ્રી, રાજ્યનું તાપમાન હજી વધશે
રાજ્યની 70 બેઠક પર ભાજપ બિનહરીફ
ઇફકો દ્વારા દેશવ્યાપી નેનો ખાતર જાગૃતિ મહાઅભિયાનનો પ્રારંભ
ગુજરાત પોલીસના ‘ચેક’ નામના શ્વાનનો રાષ્ટ્રીય ફલક પર દબદબો : ૧૬ વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ, ડીજીપીએ કર્યું સન્માન
ચૂંટણી જંગ – ગુજરાતમાં ભાજપનો ‘ગ્લેમર કાર્ડ’ અને કોંગ્રેસમાં ‘કકળાટ’, ફોર્મ ભરવાના અંતિમ દિવસે પક્ષપલટા અને વિવાદોનો વંટોળ, હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો
હાર્દિક પટેલ વિરુદ્ધનો ૨૦૧૮નો કેસ પરત ખેંચવા કવાયત
અંકલેશ્વર, ભરૂચ: (Bharuch) અંકલેશ્વરમાં ખેડૂત સાથે છેતરપિંડીના (Fraud) મોટા કાવતરાનો ભરૂચ LCBએ પર્દાફાશ કર્યો છે. બનાવટી જંતુનાશક દવા (Pesticide) બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી કેમિકલ અને મશીનરી સાથે એક ઈસમને દબોચી લીધો છે.
ભરૂચ LCBને બાતમી હકીકત મળી હતી કે, “અંકલેશ્વર GIDCમાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા એસ્ટેટમાં આવેલ પ્લોટ નં-એલ-૧૫માં આવેલી એસ્ટ્રો કેમ ફાર્મા બિલ્ડિંગમાં આવેલા ગોડાઉનમાં નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠિયા ગેરકાયદે રીતે અલગ-અલગ કંપનીઓનું રજિસ્ટ્રેશન કરાવડાવ્યા વગર જંતુનાશક દવા બનાવી, ઇલેક્ટ્રોનિક મશીન વડે પેકિંગ કરી, કંપનીના લેબલ મારી જાતે સીલ કરે છે અને જે તેનાં ગોડાઉનમાં હાલ કામ ચાલુ છે. આ બાતમીના આધારે ટીમના માણસો સાથે રેઇડ કરાઈ હતી.
દરોડામાં ગોડાઉનમાંથી અલગ-અલગ ઇલેક્ટ્રોનિક મશીન તથા અલગ-અલગ જંતુનાશક દવાઓની બોટલ તથા પ્લાસ્ટિકની થેલીમાં જંતુનાશક દવાઓ બનાવવાનું કેમિકલ તથા અલગ-અલગ કંપનીનાં ડુપ્લિકેટ સ્ટિકર્સ મળી આવ્યાં હતાં. પોલીસ 8.53 લાખના મુદ્દામાલ સાથે નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠિયા (ઉં.વ.૨૭) (રહે., ૪૦૩, સ્વર્ણ રેસિડન્સી, ગોલ્ડન પોઇન્ટ ચોકડી, અંકલેશ્વર GIDC, તા.અંકલેશ્વર, મૂળ રહે., મોટા વડાળા, તા.કાલાવાડ, જિ.જામનગર)ને ઝડપી કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસની કાર્યવાહી ક્યાં સુધી આગળ ધપે છે અને ખરીદાર અને ખેડૂતોને કેમિકલ વેચનાર વિક્રેતાઓ સુધી પોલીસ પહોંચે છે કે કેમ? એ જવાનું રહેશે.
બનાવતી જંતુનાશક દવાઓના ઉત્પાદનની મોડસ ઓપરેન્ડી
ધરપકડ કરાયેલા નયન ધીરૂ ઉમરેઠિયા BE કેમિકલ એન્જિનિયર છે. કેમિકલ, પેસ્ટીસાઇઝ દવાઓથી માહિતગાર હોય, જે પોતાની રીતે અલગ-અલગ પેસ્ટીસાઇઝ દવાઓ તથા પાઉડરનું રો મટિરિયલ અલગ-અલગ જગ્યાએથી ખરીદી કરી ઉપરોક્ત પકડાયેલાં મશીનો વડે પોતાના અનુભવથી ખોટી એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવી લિક્વિડ બોટલમાં ફિલિંગ કરી તથા પાઉડર પાઉચમાં પેકિંગ કરી અલગ-અલગ કંપનીઓનાં સ્ટિકર લગાવી જેની પર અલગ-અલગ ખોટા બેચ નંબર તથા તારીખ તથા પ્રિન્ટ કિંમત છાપી બજારમાં ખેડૂતોને તથા એજન્સીઓમાં વેચાણ કરતો હતો.