National

G20 સમિટમાં AI કરશે મહેમાનોનો વિશેષ સ્વાગત, 16 ભાષાઓમાં દેખાશે ભારતીય સંસ્કૃતિની ઝલક

નવી દિલ્હી: ભારતમાં (India) નેતૃત્વમાં દિલ્હીમાં (New Delhi) યોજાનારી G20 (G20 Summit) માટેની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. સરકારના ઘણા મંત્રાલયો અને એજન્સીઓ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્ષમ પ્રયત્નો કરી રહ્યા છે. કોઇપણ પ્રકારની કમી ન રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. G20ની બેઠક પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં યોજાવાની છે, જેમાં અમેરિકા, બ્રિટન, જાપાન, રશિયા સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો (President) અને પ્રતિનિધિઓ આવશે. તેમના સ્વાગત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારત મંડપમના રિસેપ્શન પર AI (Artificial Intelligence)) એન્કર મહેમાનોનું સ્વાગત (Welcome) કરશે. આ એન્કર ભારતીય ડ્રેસમાં હશે. આ AI એન્કર રિસેપ્શન એરિયામાં થનારા વિશેષ પ્રદર્શન વિશે વિગતવાર સમજાવશે. આ માટે કેટલાક ખાસ પ્રોગ્રામિંગ પહેલેથી જ કરવામાં આવ્યા છે, જેથી એન્કરને રિસેપ્શન એરિયામાં વર્ણન કરવામાં કોઈ સમસ્યા ન આવે.

ભારત મંડપમના હોલ નંબર 14ની સામે એક ખાસ પ્રકારની ડિજિટલ વોલ હશે. જ્યાં ભારતનો 7000 વર્ષનો ઈતિહાસ, સભ્યતા અને પરંપરા બતાવવામાં આવશે. તેની પાછળનો હેતુ એ છે કે વિદેશી મહેમાનો જાણી શકે કે ભારતની સભ્યતા, સંસ્કૃતિ અને ઇતિહાસ કેટલો જૂનો છે. ડિજિટલ વોલ પર 26 ઇન્ટરેક્ટિવ પેનલ લગાવવામાં આવશે. જેના પર ભારતીય લોકશાહીની ગાથા બતાવવામાં આવશે.

વૈદિક કાળથી શરૂ કરીને, આપણને 2019ની ચૂંટણી સુધીની ઝલક પણ જોવા મળશે. આ પેનલ્સમાં ટચ સ્ક્રીન હશે, જેના દ્વારા ઓડિયોથી લઈને ટેક્સ્ટ સુધીની સ્ટોરી દૃશ્યકૃત કરવામાં આવશે. 16 ભાષાઓમાં ઓડિયો, વીડિયો અને ટેક્સ્ટ હશે. ઓડિયોનો સમયગાળો 60 સેકન્ડનો રહેશે. આ સાથે 7000 વર્ષ જૂની ડાન્સિંગ ગર્લની પ્રતિમા પણ બતાવવામાં આવશે, જેને ભારતની લોકશાહીનું એક પ્રતિક માનવામાં આવે છે.

G20 સમિટ માટે દિલ્હી સજ્જ
ભારતના (India) નેતૃત્વમાં 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં (New Delhi) G-20 સમિટનું (G20 Summit) આયોજન ચાલી રહ્યું છે. જેને લઈને દિલ્હીમાં ડેકોરેશન અને સુરક્ષાથી (Security) લઈને મહેમાનોના રહેવા સુધીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. દેશની રાજધાની નવી દિલ્હી જી-20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મહેમાનોની સુરક્ષાથી લઈને તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંદર્ભે નવી દિલ્હીના વિસ્તારોને શણગારવામાં આવ્યા છે. સાથે જ મેટ્રો અને ટ્રાફિકને લઈને પણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

Most Popular

To Top