National

કેજરીવાલની પત્નીને કોર્ટની નોટિસઃ બીજેપી નેતાના આ દાવા પર કોર્ટે કરી કાર્યવાહી

નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (Arwind Kejriwal) પત્ની સુનીતા કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. કોર્ટે (Court) મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પત્નીને સમન્સ જારી કર્યા છે. જાણવા મળ્યું છે કે સુનીતા કેજરીવાલ બે વોટીંગ કાર્ડ ધરાવે છે. કોર્ટે બે અલગ-અલગ મતવિસ્તારની મતદાર યાદીમાં તેમનું નામ નોંધણી કરીને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951નું કથિત ઉલ્લંઘન કરવા બદલ તેમની પાસે જવાબ માંગ્યો છે.

તીસ હજારી કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અર્જિન્દર કૌરે આ સમન્સ દિલ્હી ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા હરીશ ખુરાનાની અરજી પર જારી કર્યું છે. તેમણે કહ્યું કે ફરિયાદી અને અન્ય સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં લીધા બાદ કોર્ટ માને છે કે આરોપી સુનિતા કેજરીવાલ સામે પ્રથમદર્શી કેસ કરવામાં આવે.

હવે આ કેસની સુનાવણી 18 નવેમ્બર 2023ના રોજ થશે. ખુરાનાએ 2019માં સુનિતા કેજરીવાલ સામે ફરિયાદ નોંધાવી હતી કે તે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 17નું ઉલ્લંઘન કરીને દિલ્હીના સાહિબાબાદ (ગાઝિયાબાદ મતવિસ્તાર) અને ચાંદની ચોકની મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધાયેલ છે. તેણે કહ્યું કે તેણીને કાયદાની કલમ 31 હેઠળના ગુનાઓ માટે પણ સજા થઈ શકે છે જે ખોટી ઘોષણાઓ કરવા સાથે સંબંધિત છે.

Most Popular

To Top