Dakshin Gujarat

ભરૂચ: જાણીતા લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા

ભરૂચ: (Bharuch) જાણીતા લોક ગાયક ભજનીક લક્ષ્મણ બારોટનું (Lakshman Barot) મંગળવારે સવારે નિઘન થયું. વહેલી સવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનને પગલે ધર્મ જગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. તેમજ ભરુચમાં આવેલા તેમના શ્રી શક્તિ ભજન પીઠાશ્રમમાં ગમગીની છવાઇ ગઇ છે. લક્ષ્મણ બારોટના પાર્થિવદેહને બુધવારે ભરૂચ જિલ્લામાં લઈ જવાશે.

  • જાણીતા લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટનું વહેલી સવારે નિધન
  • ભરુચમાં આવેલા તેમના કૃષ્ણપૂરી આશ્રમમાં ગમગીની છવાઇ
  • માત્ર ગુજરાત કે ભારત જ નહીં વિદેશોમાં પણ તેમના ભજનો માટે જાણીતા હતા

જાણીતા લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન થયુ છે. છેલ્લા કેટલાક દિવસથી બીમાર હોવાના પગલે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે એટલેકે મંગળવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. જેના પગલે ધર્મ જગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. સાથે જ ભરુચમાં આવેલા તેમના ઝઘડિયાના કૃષ્ણપૂરી ગામે શ્રી શક્તિ ભજન પીઠાશ્રમમાં ગમગીની છવાઇ ગઇ છે. લક્ષ્મણ બારોટના પાર્થિવદેહને આવતીકાલે ભરૂચમાં લઈ જવાશે.

ભજનીક લક્ષ્મણ બારોટે વહેલી સવારે ૫ કલાકે જામનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ માત્ર ગુજરાત કે ભારત જ નહીં વિદેશોમાં પણ તેમના ભજનો માટે જાણીતા હતા. મૂળ જામનગરના લક્ષ્મણ બારોટે બાળપણમાં પોતાની આંખો ગુમાવી હતી. જો કે દ્રષ્ટિની શક્તિ ગુમાવવા સામે લક્ષ્મણ બારોટને ઇશ્વરે સૂરની શક્તિ આપી હતી. તેઓ અનોખા અંદાજમાં ભજન ગાવા માટે દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ભજનીક લક્ષ્મણ બારોટ અને તેમના પત્નીએ જામનગરના ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં પોતાની ભક્તિના સૂર રેલાવ્યા હતા. તેમણે અહીં શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામથી આશ્રમ બનાવ્યો હતો. તેમનાં ગુરુનું નામ ભજનીક નારાયણ સ્વામી હતું. જેથી લોકો તેમને ભજનીકના નામે પણ ઓળખતા હતા.

Most Popular

To Top