Sports

World Cup 2023: ટીમ ઇન્ડિયાની મોટી જાહેરાત, આ ખેલાડીઓને નહીં મળ્યું ટીમમાં સ્થાન

નવી દિલ્હી: ભારતીય (Indian) ક્રિકેટ ટીમ (Cricket team) આ સમયે એશિયા કપ ટુર્નામેન્ટ રમી રહી છે. પરંતુ ટીમ ઇન્ડિયા આ પછી તરત જ તેમના હોમટાઉન એટલે કે ઇન્ડિયામાં જ વર્લ્ડ કપ રમશે. જો કે આ વખતે વર્લ્ડ કપ 2023ની (World cup 2023) મેજબાની ભારત કરી રહ્યું છે. હવે BCCIએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. જેમાં રોહિત શર્માને (Rohit sharma) ટીમ ઇન્ડિયાની કમાન સોંપવામાં આવી છે.

વર્લ્ડ કપ 2023ની તારીખ નજીક આવી રહી છે. ક્રિકેટનો મહાકુંભ કહેવાતી આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. તેના એક દિવસ પહેલા એટલે કે 4 ઓક્ટોબરે ઉદ્ઘાટન સમારોહ અને રંગારંગ કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન BCCIએ વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આઈસીસીના નિયમો અનુસાર તમામ ટીમોએ ટૂર્નામેન્ટ શરૂ થવાના એક મહિના પહેલા ટીમની જાહેરાત કરવાની હોય છે. BCCIની પસંદગી સમિતિએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે.

વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં ઓપનર તરીકે રોહિત શર્મા અને શુભમન ગિલને ફરીથી ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે. આ ઉપરાંત ઈશાન કિશન અને કેએલ રાહુલ છે, જેઓ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે, પરંતુ જો જરૂર પડશે તો આ બંને બેટ્સમેન ઓપનિંગની જવાબદારી પણ નિભાવી શકે છે. આ પછી જો મિડલ ઓર્ડરની વાત કરીએ તો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને ઈશાન કિશનને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. આ સિવાય હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે બે સ્પિનરો અને બે પેસર ટીમમાં છે. હાર્દિક પંડ્યાને ટીમમાં વાઈસ કેપ્ટનની જવાબદારી પણ આપવામાં આવી છે, જે તે પહેલાથી જ રમી રહ્યો છે.

ભારતીય ટીમના કેટલાક દિગ્ગજ ખેલાડીઓને આ વર્લ્ડ કપમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આમાં સૌથી મોટું નામ શિખર ધવનનું છે. આ સિવાય સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. પરંતુ ટીમ ઈન્ડિયાના બોલરોની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને ફરીથી ટીમમાં જગ્યા આપવામાં આવી છે. આ ત્રણ સિવાય બે ફાસ્ટ બોલર હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર છે. જ્યારે કુલદીપ યાદવ સ્પિનર ​​તરીકે ટીમમાં છે, તો રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ તેને સપોર્ટ કરતા જોવા મળશે.

વર્લ્ડકપ 2023 માટે ટીમ ઈન્ડિયાની ટીમ: રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સી. , કુલદીપ યાદવ.

Most Popular

To Top