Dakshin Gujarat

અંકલેશ્વરમાં બનાવટી જંતુનાશક દવાનું કારખાનું ઝડપાયું, 1000 કિલો કેમિકલ જપ્ત

અંકલેશ્વર, ભરૂચ: (Bharuch) અંકલેશ્વરમાં ખેડૂત સાથે છેતરપિંડીના (Fraud) મોટા કાવતરાનો ભરૂચ LCBએ પર્દાફાશ કર્યો છે. બનાવટી જંતુનાશક દવા (Pesticide) બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી કેમિકલ અને મશીનરી સાથે એક ઈસમને દબોચી લીધો છે.

  • અંકલેશ્વરમાં બનાવટી જંતુનાશક દવાનું કારખાનું ઝડપાયું
  • અંદાજિત 1૦૦૦ કિલો કેમિકલ સાથે કેમિકલ એન્જિનિયરની ધરપકડ

ભરૂચ LCBને બાતમી હકીકત મળી હતી કે, “અંકલેશ્વર GIDCમાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા એસ્ટેટમાં આવેલ પ્લોટ નં-એલ-૧૫માં આવેલી એસ્ટ્રો કેમ ફાર્મા બિલ્ડિંગમાં આવેલા ગોડાઉનમાં નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠિયા ગેરકાયદે રીતે અલગ-અલગ કંપનીઓનું રજિસ્ટ્રેશન કરાવડાવ્યા વગર જંતુનાશક દવા બનાવી, ઇલેક્ટ્રોનિક મશીન વડે પેકિંગ કરી, કંપનીના લેબલ મારી જાતે સીલ કરે છે અને જે તેનાં ગોડાઉનમાં હાલ કામ ચાલુ છે. આ બાતમીના આધારે ટીમના માણસો સાથે રેઇડ કરાઈ હતી.

દરોડામાં ગોડાઉનમાંથી અલગ-અલગ ઇલેક્ટ્રોનિક મશીન તથા અલગ-અલગ જંતુનાશક દવાઓની બોટલ તથા પ્લાસ્ટિકની થેલીમાં જંતુનાશક દવાઓ બનાવવાનું કેમિકલ તથા અલગ-અલગ કંપનીનાં ડુપ્લિકેટ સ્ટિકર્સ મળી આવ્યાં હતાં. પોલીસ 8.53 લાખના મુદ્દામાલ સાથે નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠિયા (ઉં.વ.૨૭) (રહે., ૪૦૩, સ્વર્ણ રેસિડન્સી, ગોલ્ડન પોઇન્ટ ચોકડી, અંકલેશ્વર GIDC, તા.અંકલેશ્વર, મૂળ રહે., મોટા વડાળા, તા.કાલાવાડ, જિ.જામનગર)ને ઝડપી કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસની કાર્યવાહી ક્યાં સુધી આગળ ધપે છે અને ખરીદાર અને ખેડૂતોને કેમિકલ વેચનાર વિક્રેતાઓ સુધી પોલીસ પહોંચે છે કે કેમ? એ જવાનું રહેશે.

  • ફેક્ટરીમાંથી મળેલી વસ્તુઓ
  • –અલગ અલગ કંપનીની પેસ્ટીસાઇઝ દવાઓ કુલ બોટલ નંગ-310
  • — અલગ અલગ કંપનીના પેસ્ટીસાઇઝ પાઉડર 0220 કિગ્રા
  • — એસિડ–125 કિગ્રા
  • –અલગ અલગ કંપનીનાં સ્ટિકર–13200 નંગ
  • –ઇન્ડક્શન મશીન
  • –પાઉચ સીલ મશીન
  • –બોટલ ફિલિંગ મશીન
  • –સ્કેનર પ્રિન્ટિંગ મશીન
  • –ઇલેક્ટ્રિક વજન કાંટો
  • –પ્લાસ્ટિકના લિક્વિડ પંપ

બનાવતી જંતુનાશક દવાઓના ઉત્પાદનની મોડસ ઓપરેન્ડી
ધરપકડ કરાયેલા નયન ધીરૂ ઉમરેઠિયા BE કેમિકલ એન્જિનિયર છે. કેમિકલ, પેસ્ટીસાઇઝ દવાઓથી માહિતગાર હોય, જે પોતાની રીતે અલગ-અલગ પેસ્ટીસાઇઝ દવાઓ તથા પાઉડરનું રો મટિરિયલ અલગ-અલગ જગ્યાએથી ખરીદી કરી ઉપરોક્ત પકડાયેલાં મશીનો વડે પોતાના અનુભવથી ખોટી એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવી લિક્વિડ બોટલમાં ફિલિંગ કરી તથા પાઉડર પાઉચમાં પેકિંગ કરી અલગ-અલગ કંપનીઓનાં સ્ટિકર લગાવી જેની પર અલગ-અલગ ખોટા બેચ નંબર તથા તારીખ તથા પ્રિન્ટ કિંમત છાપી બજારમાં ખેડૂતોને તથા એજન્સીઓમાં વેચાણ કરતો હતો.

Most Popular

To Top