ખેરગામ : હાલના સમયમાં તહેવારોની સિઝન ચાલતી હોય અને નજીકમાં દિવાળીનો તહેવાર આવનાર હોય ત્યારે લોકો તહેવારોમાં હરવા-ફરવા બહાર જતા હોય છે....
સુરત: વેસુમાંથી (Vesu) એક ચોંકાવનારી (Shocking) ઘટના સામે આવી છે. ચા (Tea) પીધા બાદ વેસુનો સિક્યુરિટી ગાર્ડ (Security guard) અચાનક જમીન ઉપર...
સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર દલીલોની સુનાવણી પૂરી કરી લીધી છે અને આશા છે કે ટૂંક સમયમાં તે ચુકાદો આપશે. ૨૦૧૭ના બજેટમાં...
આપણા રાજ્યમાં અને આપણા શહેરમાં સુરતમાં તો કુમળાં બાળકો તથા અન્યોના, રખડતાં શ્વાનોને કારણે જે જુગુપ્સાપ્રેરક દૃશ્યો સામે આવ્યાં છે અને આજે...
પચાસ-સાઠ વર્ષોથી અગાઉની સરકારોએ અને છેલ્લા નવ-સાડા નવ વર્ષથી ભાજપા સરકારે અચ્છે દિન આયેંગેનો આલાપ આપી, મન કી બાત રેડિયો ઉપર ગજવીને...
એક દિવસ એક નવો શિષ્ય ભિખ્ખુ બોધિસત્વ પાસે આવ્યો અને કહ્યું, ‘ગુરુજી,મને ધ્યાનમાં બેસું છું ત્યારે એકદમ શાંતિનો અનુભવ થાય છે પણ...
સુરતીઓ રમા એકાદશીથી દિવાળીની ઉજવણીની શરૂઆત કરે. આંગણામાં રંગોળી પુરાય,ઘરના ઉંબરે રાત્રે દીવા મુકાય,નાસ્તો બનાવવાની શરૂઆત થાય,નાસ્તામાં થાપડા,સુવાળી,ગાંઠિયા,ઘુઘરા,ગોબાપુરી,ચોળાફળી,નાનખટાઈ વિ.બનાવાય,ધનતેરસના દિવસે ચોપડા લવાય,સત્યનારાયણની...
પ્રાચીન કથાઓમાં જાતભાતના દૈત્યોની વાત આવે છે. ક્યાંક તેઓ ફૂંક મારીને આગ લગાવે, તો ક્યાંક જળાશયને સૂકવી દે. આવી અમાપ વિનાશક શક્તિઓ...
મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ દ્વારા પેલેસ્ટાઈન ઇઝરાયેલના પ્રશ્ન પર પૂર્વ પત્રકાર અને વિદ્વાન સંશોધક અચિન વનાયકનું વિદ્યાર્થીઓ માટે...
એક સમય હતો કે જ્યારે જે તે દેશના નાગરિકો ધંધા-રોજગાર માટે વિદેશ જતાં હતા. ભારતમાં પણ આવી જ રીતે અનેક પ્રજાતિઓ આવી...
અમદાવાદ: સોશિયલ મીડિયા (Social Media) ઉપર મહર્ષિ દયાનંદ સરસ્વતી તેમજ આર્ય સમાજના (Arya Samaj) લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે વીડિયો- પોસ્ટ...
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નજીક આવી રહી છે ત્યારે હવે ગુજરાતમાં (Gujarat) ભાજપના (BJP) જ પ્રતિસ્પર્ધી જુથને આયકર (IT) દરોડાની...
ગાંધીનગર: અમદાવાદમાં (Ahmedabad) ટેલિગ્રામના માધ્યમથી રોકાણ કરવાના નામે વેપારી સાથે 2.46 કરોડની ઠગાઈ કરનાર બે આરોપીની અમદાવાદ (Ahmedabad) સાયબર ક્રાઈમ બ્રાન્ચ (Cyber...
અમદાવાદ: રાજ્યમાં (Gujarat) વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં (Competitive Exam) થતી ગેરરીતિના મામલે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) સરકાર સામે સખત નારાજગી વ્યક્ત કરતા...
બોલિવૂડ (Bollywood) ફિલ્મોનું પ્રમોશન (Promotion) તેની રિલીઝ પહેલા એક મહત્વપૂર્ણ ભાગ છે. હવે કરાર દરમિયાન જ તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓને પ્રમોશનની તારીખો...
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર (Delhi-NCR) આ દિવસોમાં ગંભીર પ્રદૂષણનો (Air Pollution) સામનો કરી રહ્યું છે. શાળાઓ (Schools) બંધ કરી દેવામાં આવી છે. લોકોને...
મુંબઇ: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના (BollyWood) લોકપ્રિય નિર્દેશક રોહિત શેટ્ટી (Rohit Shetty) તેમની લોકપ્રિય ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘સિંઘમ’નો (Singham) ત્રીજો ભાગ બનાવી રહ્યા છે. ત્યારે...
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 40મી મેચમાં આજે ઈંગ્લેન્ડ (England) અને નેધરલેન્ડ (Netherland) મેદાનમાં ઉતરી છે. આ મેચ મહારાષ્ટ્ર...
મધ્ય પ્રદેશ: પીએમ મોદીએ (PM Modi) બિહાર (Bihar) વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર નીતિશ કુમારના (CM Nitish Kumar) નિવેદનની આકરી ટીકા કરી હતી....
નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં (Social Media) ખૂબ જ ઝડપથી એક વીડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં (Video) એક યુવતી કહી...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમના પિતરાઈ ભાઈ વરુણ ગાંધીને (Varun Gandhi) વર્ષો પછી મળ્યા છે. વરુણ...
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે મારી ફરિયાદ પર આજે લોકપાલે...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે (Israel-Hamas War) સતત યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝા (Gaza) પર ઈઝરાયલના હુમલા બંધ નથી થઈ રહ્યા....
સુરત(Surat) : શહેરના અડાજણ (Adajan) તાડવાડી વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં જાણીતા ડોક્ટરે (Doctor) અગમ્ય કારણોસર આપઘાત (Suicide) કરી લીધો છે....
મુંબઇ: દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપે (TATA) ટાટા હોમ એપ્લાયન્સ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની મોટી કંપની વોલ્ટાસનું (Voltas) વેચાણની ખબરો...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) કેપ્ટન બાબર આઝમને (BabarAzam) પછાડી ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે (ShubhmanGil) આઈસીસી વન ડે રેન્કિંગમાં (ICCODIRanking) વિશ્વના નંબર...
સુરત(Surat) : શહેરના મોટા વરાછામાં ડ્રગ્સ (Drugs) વિરોધી ઝૂંબેશ ચલાવનાર સંસ્થાના સભ્ય ઉપર જીવલેણ હુમલો થયો હોવાની ચકચારી ઘટના બની છે. યુવકને...
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ(Supreme Court) દ્વારા એક સુનાવણી દરમિયાન ફટાકડાં (Crackers) ફોડવા મામલે આ વર્ષે ત્રીજીવાર ગાઇડલાઇન(Gideline) જાહેર કરી છે. આ...
નવી દિલ્હી: બિહાર વિધાનસભાના (Vidhansabha) શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. મંગળવારે સદનમાં જાતિની વસ્તી ગણતરીના આર્થિક સર્વેનો રિપોર્ટ (Reports) રજૂ કરવામાં...
નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ (SauravGanguly) પહેલી સેમિફાઈનલ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાય તેવી ઈચ્છા વ્યક્ત કરી...
31 બેઠકોના પરિણામો સામે TMC સુપ્રીમ કોર્ટમાં પહોંચી, જીતનું માર્જિન ‘SIR’ માં કપાયેલા મતોથી ઓછું
જેકલીન પીડિતા નહીં, ગુનામાં ભાગીદાર, EDના દાવાથી અભિનેત્રીની મુશ્કેલી વધી
નાસિક TCS કેસમાં બ્રેઇનવોશ અને ધર્મ પરિવર્તનના આરોપો વચ્ચે નિદા ખાનને જેલમાં મોકલાઈ
ODI રેન્કિંગમાં ભારત નંબર-1 યથાવત્, પણ કિવી-ઓસ્ટ્રેલિયાનો ખતરો વધ્યો
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી, હોર્મુઝ સંકટથી ક્રૂડ ઓઇલ 3% મોંઘું
ભારતને મળ્યો બીજો ધોની? ઉર્વિલ પટેલની તોફાની બેટિંગ જોઈ હરભજન બોલ્યા, આ છે ભારતનું ભવિષ્ય…
વિરાટ કોહલીના લાઇકથી વાયરલ થયેલી મોડલે કહ્યું, મને પૈસા આપી ખોટા નિવેદન માટે દબાણ કરાયું હતું
PM મોદીએ એક વર્ષ માટે સોનાની ખરીદી બંધ કરવા શા માટે કહ્યું? તેની કિંમતો પર શું અસર પડશે?
ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નો ધમધમાટ
ઇરાન યુદ્ધમાં નવો ટ્વિસ્ટ, ઇરાકની જમીન પરથી ચાલતું હતું ઇઝરાયલી ઓપરેશન, ખુલ્યું દુનિયાનું ખતરનાક સિક્રેટ મિશન
સીએમ ભૂપેન્દ્ર પટેલ સનાતન રામધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા
વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
પોખરણ પરમાણુ પરીક્ષણો પર PM મોદીએ કહ્યું- દુનિયા હચમચી ગઈ હતી, ભારતને વશ કરવા માટે..
‘રાગિણી 3’માં તમન્ના-જુનૈદની ફ્રેશ જોડી સાથે દેખાશે, શશાંક ઘોષ કરશે દિગ્દર્શન
અભિષેક બચ્ચને ‘રાજા શિવાજી’ માટે એક પણ રૂપિયો ચાર્જ નહોતો કર્યો, જણાવ્યું આ કારણ..
હિમંત બિસ્વા શર્માના શપથ ગ્રહણ માટે આસામ તૈયાર, મંત્રીમંડળ અંગે હજી સસ્પેન્સ યથાવત
પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે IGoM ની બેઠક: રાજનાથ સિંહે લોકોને શાંત રહેવા અપીલ કરી
સુપ્રીમ કોર્ટની મોટી ડિજિટલ પહેલ, ‘વન કેસ વન ડેટા’ પ્લેટફોર્મ લોન્ચ, ‘SU સહાય’ ચેટબોટ સાથે સુપ્રીમ કોર્ટ વધુ હાઇટેક બની
બંગાળ ભાજપ સરકારનો નિર્ણય: બાંગ્લાદેશ બોર્ડર ફેન્સિંગ માટે BSF ને જમીન ફાળવશે
એશિયન બજારોના ઘટાડાની અસર ભારત પર, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યા, ઓટો અને બેન્કિંગ શેરોમાં વેચવાલીથી બજાર લાલ નિશાનમાં
રાહુલ ગાંધી: દેશ ચલાવવો મોદીની ક્ષમતાની બહાર, સોનું ન ખરીદો..જેવી અપીલો નિષ્ફળતાનો પુરાવો
MI સામે જીત બાદ ટિમ ડેવિડ પર અશ્લીલ ઈશારાનો આરોપ? વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
CBSE 12મું પરિણામ 12 કે 13 મે સુધી જાહેર થવાની શક્યતા, બોર્ડે તૈયારીઓ પૂર્ણ કરી
સોમનાથના આકાશમાં ગૂંજશે ‘સૂર્યકિરણ’નું શૌર્ય
ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો મહાકુંભ: 30 દેશોના ખેલાડીઓ કરશે શક્તિપ્રદર્શન
ગુજરાત બનશે દેશનું ‘સિલિકોન સ્ટેટ’: ધોલેરા અને સુરતમાં રૂ. 3,936 કરોડના બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી
પશ્ચિમ બંગાળ હવે વિકાસના નવા યુગમાં પ્રવેશ કરશે : સીએમ
સોનાના ભાવમાં મોટો ઘટાડો, 24 કેરેટ ગોલ્ડ 801 રૂપિયા સસ્તુ થયું, ચાંદી પણ સસ્તી થઈ
PM મોદીની અપીલથી જ્વેલરી શેરોમાં ભૂકંપ, ટાઇટન સહિત અનેક કંપનીઓના શેર તૂટ્યા
ભરથાણા ગામે લગ્નના વરઘોડા દરમિયાન બબાલ, ગામમાં તણાવનો માહોલ
ખેરગામ : હાલના સમયમાં તહેવારોની સિઝન ચાલતી હોય અને નજીકમાં દિવાળીનો તહેવાર આવનાર હોય ત્યારે લોકો તહેવારોમાં હરવા-ફરવા બહાર જતા હોય છે. અને આવા સમયે કિંમતી વસ્તુઓની ચોરી થવાનો ભય રહેલો છે. ત્યારે ખેરગામ પોલીસે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કિંમતી સામાનનું કાળજીપૂર્વક ધ્યાન રાખવા પોલીસે સૂચન કર્યું છે.
દિવાળીના તહેવારની મોસમ આવતા જ લોકો વેકેશનના મૂડમાં જોવા મળે છે. ત્યારે ગુનાખોરીનું પ્રમાણ પણ વધી જાય છે. જેથી ખેરગામ પોલીસે એક માર્ગદર્શિકા જાહેર કરી લોકોને તહેવારો ટાણે કઈ તકેદારી રાખવી એ માટે સૂચન કર્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, ખાસ કરીને કિંમતી દર દાગીના તથા રોકડ રકમ બેંન્ક ખાતામાં/બેંન્ક લોકરમાં મૂકવાનો આગ્રહ રાખો. ઘરના મુખ્ય દરવાજાને લોક લગાડી શક્ય હોય તો સાયરનની વ્યવસ્થા કરવી. તમારા ઘરનાં બારી-બારણા વ્યવસ્થિત છે કે કેમ? તેની ખાતરી કરી વ્યવસ્થિત કરાવી દેવા. આપનાં વાહનો પાર્ક કરો ત્યારે વ્યવસ્થિત પાર્ક કરવા. સ્ટિયરીંગ લોક મારવો તેમજ વાહનોમાં કોઇ કિંમતી ચીજવસ્તુઓ રાખવી નહીં.
હાલમાં તહેવારોની સિઝનમાં બજારમાં ભીડ બહુ થતી હોય છે અને આવી ભીડનો લાભ લઇ ચોર ઇસમો આપનો કિંમતી સરસામાન ઝૂંટવી લેતાં હોય છે. જેથી ભીડ ભાડવાળી જગ્યામાં જાઓ ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. સોસાયટીમાં સી.સી. ટીવી કેમેરા લગાવવા અને લાગેલા હોય તો તે ચાલુ હાલતમાં છે કે કેમ? તેની ખાતરી કરવી. તેમજ તેનું રેકોર્ડિંગ થાય છે કે કેમ? તેની સોસાયટી/ફ્લેટના ચેરમેન/સેક્રેટરીએ ખાતરી કરવી. તમારો ઇમરજન્સી નંબર પાડોશી તથા સગા સંબંધીને આપવો.
સોસાયટીમાં દિવસ રાત બે-બે સિક્યુરિટીના માણસો વ્હીસલ, લાઠી, ટોર્ચ મોબાઇલ ફોન સાથે ફરજ ઉપર રાખવાની વ્યવસ્થા કરવી. તમારા મહોલ્લા સોસાયટી ફળિયામાં ફેરિયા તેમજ અજાણ્યા ઇસમોને પ્રવેશવા દેવા ઉપર પ્રતિબંધ રાખવો અથવા તેના નામ સરનામાની મેઇન ગેટના પ્રવેશ રજિસ્ટરમાં નોંધ કરવી.
આપના એ.ટી.એમ. કાર્ડ કોઇને આપવા નહીં અને તેનો પીન નંબર કોઇને શેર કરવો નહીં. તમામ સિનિયર સિટિઝન વ્યક્તિઓએ એ.ટી.એમ.માં રૂપિયા ઉપાડતી વખતે જો ખબર ન પડે અથવા તો કોઇ ખામી ઉદભવે તો બૅન્કના કર્મચારીઓની જ મદદ લેવી. અજાણ્યા વ્યક્તિઓની મદદ લેવી નહીં. જ્યારે પણ બેંન્ક/મંડળીમાં રૂપિયા જમા કરવા કે ઉપાડવા જાઓ ત્યારે પોતાનો કીમતી સામાન સાચવીને રાખવો.
આજુબાજુમાં આપનો કોઇ પીછો કરતો હોય તો તુરંત પોલીસને જાણ કરવી. કોઇપણ ઇમરજન્સીના ભાગરૂપે અથવા પોલીસ મદદની જરૂર માટે પોલીસ કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર ૧૦૦ તથા ખેરગામ પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૬૩૪ ૨૨૦૬૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.